Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

ગુજરાતમાં 4 વર્ષમાં PMKVY હેઠળ આટલા લોકોને રોજગારી અપાઈ

કેન્દ્ર સરકારના કૌશલ્ય વિકાસ અને ઉદ્યોગસાહસિકતા મંત્રાલયની યોજના પ્રધાનમંત્રી કૌશલ વિકાસ યોજના (PMKVY) હેઠળ ગુજરાતમાં (Gujarat) 2018-19થી ડિસેમ્બર 2022 સુધીમાં કુલ 58,430 વ્યક્તિઓને રોજગારી (Employment) આપવામાં આવી હતી. ગુજરાત રાજ્યમાં PMKVY હેઠળ પ્રશિક્ષિત વ્યક્તિઓને સૌથી વધુ રોજગાર આપવાના મામલે ટોચના પાંચ ક્ષેત્રોમાં એપેરલ, લોજિસ્ટિક્સ, ઈલેક્ટ્રોનિક્સ અને હાર્ડવેર, IT-ITES તથા રિટેલ ક્ષેત્રનો સમાવેશ થાય à
ગુજરાતમાં 4 વર્ષમાં pmkvy હેઠળ આટલા લોકોને રોજગારી અપાઈ
કેન્દ્ર સરકારના કૌશલ્ય વિકાસ અને ઉદ્યોગસાહસિકતા મંત્રાલયની યોજના પ્રધાનમંત્રી કૌશલ વિકાસ યોજના (PMKVY) હેઠળ ગુજરાતમાં (Gujarat) 2018-19થી ડિસેમ્બર 2022 સુધીમાં કુલ 58,430 વ્યક્તિઓને રોજગારી (Employment) આપવામાં આવી હતી. ગુજરાત રાજ્યમાં PMKVY હેઠળ પ્રશિક્ષિત વ્યક્તિઓને સૌથી વધુ રોજગાર આપવાના મામલે ટોચના પાંચ ક્ષેત્રોમાં એપેરલ, લોજિસ્ટિક્સ, ઈલેક્ટ્રોનિક્સ અને હાર્ડવેર, IT-ITES તથા રિટેલ ક્ષેત્રનો સમાવેશ થાય છે.
રાજ્યસભામાં સવાલ પુછાયો
કેન્દ્રીય કૌશલ્ય વિકાસ અને ઉદ્યોગસાહસિકતા રાજ્ય મંત્રીશ્રી રાજીવ ચંદ્રશેખરે 8 ફેબ્રુઆરી 2023ના રોજ રાજ્યસભામાં સંસદ સભ્ય શ્રી પરિમલ નથવાણી દ્વારા ઉઠાવવામાં આવેલા પ્રશ્નનો જવાબ આપતાં આ માહિતી આપી હતી.
મંત્રીશ્રીના નિવેદન અનુસાર દેશના વિવિધ રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોમાં 2018-19થી ડિસેમ્બર 2022 સુધી કુલ 17,29,389 લોકોને PMKVY હેઠળ રોજગારી આપવામાં આવી છે.
શ્રી નથવાણી કેન્દ્ર સરકારના કૌશલ્ય વિકાસ સંબંધિત વિવિધ કાર્યક્રમો અને યોજનાઓ તથા કૌશલ્ય વિકાસ માટેની પહેલના તાલીમાર્થીઓ માટે રોજગારનું સર્જન કરતા ટોચના પાંચ ક્ષેત્રો સાથે આ કાર્યક્રમો દ્વારા આપવામાં આવતી રોજગારીની સંખ્યા વિશે જાણવા માગતા હતા.
ગુજરાતમાં PMKVY હેઠળ પ્રશિક્ષિત 16,348 લોકોને રોજગારી આપવા સાથે એપેરલ સેક્ટર ટોચનો ઉદ્યોગ રહ્યો છે, ત્યારબાદ...
  • લોજિસ્ટિક્સ (7,214)
  • ઇલેક્ટ્રોનિક્સ અને હાર્ડવેર (6,814)
  • IT-ITES (5,785)
  • રિટેલ ક્ષેત્ર (4,222) આવે છે
સ્કિલ ઇન્ડિયા મિશન હેઠળ કૌશલ્ય વિકાસ અને ઉદ્યોગસાહસિકતા મંત્રાલય (MSDE) વિવિધ યોજનાઓ હેઠળ દેશભરમાં કૌશલ્ય વિકાસ કેન્દ્રો/સંસ્થાઓના વ્યાપક નેટવર્ક દ્વારા કૌશલ્ય તાલીમ આપે છે. જેમકે પ્રધાન મંત્રી કૌશલ વિકાસ યોજના (PMKVY), જન શિક્ષણ સંસ્થાન (JSS), નેશનલ એપ્રેન્ટિસશીપ પ્રમોશન સ્કીમ (NAPS) અને ક્રાફ્ટ્સમેન ટ્રેનિંગ સ્કીમ (CTS) જેવા કાર્યક્રમોનું ઔદ્યોગિક તાલીમ સંસ્થાઓ (ITIs) દ્વારા સંચાલન કરવામાં આવે છે, તેમ પણ મંત્રીશ્રીએ ઉમેર્યું હતું. તેમણે એમ પણ ઉમેર્યું હતું કે MSDEની યોજનાઓમાં PMKVY હેઠળ થનારા પ્લેસમેન્ટ પર ખાસ નજર રાખવામાં આવે છે.
ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે
ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) - જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ.
Advertisement
Tags :
Advertisement

.