Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

ગુજરાતમાં કાળાઝાળ ગરમી, લોકો ત્રાહિમામ પોકારી ઉઠ્યાં

ગુજરાતમાં ગરમીનું પ્રમાણ દિવસે દિવસે વધતું જાય છે. વહેલી સવારે દસ વાગ્યાથી સૂરજ તપવા માંડે છે. તપતા બપોરમાં તો ઘરની બહાર નીકળવું મુશ્કેલ બન્યું છે. સાથે સાંજે પણ ક્રોંકરિટના જંગલો બાફ છોડવાનું ચાલુ કરે છે. સમગ્ર ગુજરાતમાં લોકોને આકરી ગરમીને લીધે તંત્ર દ્વારા ઠેર ઠેર  વિસામા પણ બનાવાયા છે. ઠેર ઠેર પાણીની પરબો શરુ કરવામાં આવી છે. સાથે જ ઠંડા-પીણા, લીંબુ પાણી સહિતની વસ્તુઓથી રાહદારà«
ગુજરાતમાં કાળાઝાળ ગરમી  લોકો ત્રાહિમામ પોકારી ઉઠ્યાં
ગુજરાતમાં ગરમીનું પ્રમાણ દિવસે દિવસે વધતું જાય છે. વહેલી સવારે દસ વાગ્યાથી સૂરજ તપવા માંડે છે. તપતા બપોરમાં તો ઘરની બહાર નીકળવું મુશ્કેલ બન્યું છે. સાથે સાંજે પણ ક્રોંકરિટના જંગલો બાફ છોડવાનું ચાલુ કરે છે. સમગ્ર ગુજરાતમાં લોકોને આકરી ગરમીને લીધે તંત્ર દ્વારા ઠેર ઠેર  વિસામા પણ બનાવાયા છે. ઠેર ઠેર પાણીની પરબો શરુ કરવામાં આવી છે. સાથે જ ઠંડા-પીણા, લીંબુ પાણી સહિતની વસ્તુઓથી રાહદારીઓ રાહત, મેળવાના પ્રયત્નો કરી રહ્યાં છે. આ સાથે જ રાજ્યભરની સિવિલ હોસ્પિટલમા હીટવેવ અસરગસ્ત દર્દીઓ માટે અલાયદા વોર્ડની વ્યવસ્થા પણ કરવામાં આવી છે. 
હજુ 3 દિવસ તાપમાનમાં વધારો થશે
ગુજરાત હવામાન વિભાગ દ્વારા આવનારા 3 દિવસ સુધી તાપમાન વધવાની આગાહી કરવામાં આવી છે. અમદાવાદ, ગાંધીનગર,પાટણમાં તથા સૌરાષ્ટ્ર,સુરેન્દ્રનગર અને કચ્છમાં હિટવેવની આગાહી કરવામાં આવી છે. પવનની દિશા બદલાતા તાપમાનમાં વઘારો થશે તેમ જણાવ્યું છે. સાથે જ  ઉત્તરી પશ્ચિમના પવન હોવાને લીધે તાપમાનમાં નોંધપાત્ર વધારો થશે. 
અમદાવાદમાં રેડ એલર્ટ જાહેર 
અમદાવાદમાં ગરમીનો પારો છેલ્લાં 7 દિવસમાં  42 ડિગ્રીથી ઉપર જ રહ્યો છે.  સાથે જ હજી પણ ગરમી વધવાને પગલે અમદાવાદમાં રેડ  એલર્ટ આપવામાં આવ્યું છે.  બે દિવસ માટે અમદાવાદમાં રેડ જ્યારે ગાંધીનગર,પાટણમાં ઓરેન્જ એલર્ટ અપાયું છે જ્યારે બે દિવસ માટે સુરેન્દ્રનગર અને કચ્છમાં યલો એલર્ટ અપાયું છે. 'આસની' નામનું ચક્રવાતી તોફાનની ગુજરાત પર કોઇ અસર નહી વર્તાય તેવું પણ હવામાન વિભાગે જાહેર કર્યું છે. અમદાવાદમાં બુધવાર સુધી ગરમી 44 ડિગ્રીને પાર થવાની છે. આ સાથે ઉત્તર ગુજરાતના કેટલાક વિસ્તારોમાં માવઠાની હવામાન વિભાગ દ્વારા આગાહી પણ કરવામાં આવી છે. 

રાજ્યમાં હવામાન નિષ્ણાતે  વહેલાં વરસાદની આગાહી કરી
હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે ચોમાસાની આગાહી કરતા જણાવ્યું કે, ઉપરાંત 18 મેથી 5 જૂન વચ્ચે અરબી સમુદ્રમાં હવામાનમાં પલટો આવવાની શક્યતા છે.  ગુજરાતમાં 15 જૂન બાદ વરસાદ આવવાની શક્યતા છે. સાથે તેમણે જણાવ્યું કે, આ વર્ષે શરૂઆતમાં ચોમાસું સારૂં રહેશે. ઉપરાંત વેસ્ટર્ન ડિસ્ટબન્સની અસરનાં કારણે વાતાવરણમાં સતત પલટો જોવા મળી શકે છે. 11 મેથી 17 મે વચ્ચે તોફન વંટોળની  સંભાવના પણ વ્યક્ત કરાઇ  છે. સાથે સૌરાષ્ટ્ર અને ઉત્તર ગુજરાતના ભાગોમાં પ્રી મોન્સૂન એક્ટિવિટી રહેશે. જેને લઇ જૂનથી સપ્ટેમ્બર વચ્ચે 99 ટકા વરસાદ થવાની શક્યતાઓ દેખાઇ રહી છે.
Advertisement
Tags :
Advertisement

.