ગુજરાતમાં આજે બપોરથી અંદાજે 31 ટકા સૂર્ય ઢંકાઇ જશે, અદ્ભૂત નજારો જોવા મળશે
સૂર્યગ્રહણને કારણે સુરતના તમામ મંદિર સાંજે 7 વાગ્યા સુધી બંધ રહેશેસુરતનું અંબાજી મંદિર પવિત્ર કર્યા બાદ આવતી કાલે સવારે ખુલશેજ્યારે ક્ષેત્રપાળમાં 7 વાગ્યે ભક્તોને પ્રવેશ આપવા વ્યવસ્થા કરાઇગુજરાતમાં સૂર્ય 31 ટકા સુધી ઢંકાઈ જશે તેવું ખગોળવિદ્ નો અનુમાનએક બાજુ સુરત (Surat)શહેરમાં દિવાળી (Diwali) પર્વની ઉત્સાહ, ઉમંગભેર ઉજવણી થઈ રહી છે.બીજી બાજુ આજે ખંડગ્રાસ સૂર્યગ્રહણ (solar eclipse)ને પગલે દિવા
04:18 AM Oct 25, 2022 IST
|
Vipul Pandya
- સૂર્યગ્રહણને કારણે સુરતના તમામ મંદિર સાંજે 7 વાગ્યા સુધી બંધ રહેશે
- સુરતનું અંબાજી મંદિર પવિત્ર કર્યા બાદ આવતી કાલે સવારે ખુલશે
- જ્યારે ક્ષેત્રપાળમાં 7 વાગ્યે ભક્તોને પ્રવેશ આપવા વ્યવસ્થા કરાઇ
- ગુજરાતમાં સૂર્ય 31 ટકા સુધી ઢંકાઈ જશે તેવું ખગોળવિદ્ નો અનુમાન
એક બાજુ સુરત (Surat)શહેરમાં દિવાળી (Diwali) પર્વની ઉત્સાહ, ઉમંગભેર ઉજવણી થઈ રહી છે.બીજી બાજુ આજે ખંડગ્રાસ સૂર્યગ્રહણ (solar eclipse)ને પગલે દિવાળી અને નૂતન વર્ષ વચ્ચે એક દિવસનો વિરામ હોવાનું જ્યોતિષીઓ જણાવી રહ્યા છે. આ વર્ષ વર્ષના પાંચ ગ્રહણ પૈકી આ એકમાત્ર અને છેલ્લું ગહણ ભારતમાં દેખાશે,જેને લઇ મંદિરોમાં, ધાર્મિક ક્રિયાઓ ઉપર વેધ પાળવામાં આવ્યો છે.
સુરતમાં અંબાજી મંદિર આવતીકાલે દર્શન માટે ખુલ્લું મુકાશે
સુરતના પ્રખ્યાત મંદિરો બહાર ભક્તોની લાઈનો લાગી છે. સુરતમાં આઠવા લાઈન્સ સ્થિત આવેલા અંબાજી મંદિરને આજે સવારથી બંધ રાખી બેરિકે લગાડવામાં આવ્યા છે. ગ્રહણ હોવાથી મંદિરમાં ભકતોના પ્રવેશ ઉપર પ્રતિબંધ મુકાયો છે.આજે સાંજે 7.30 વાગ્યે મંદિર ખોલી પવિત્ર કરી ફરી બંધ કરી દેવાશે અને આવતી કાલે સવારે નવા વર્ષના દિવસે ભક્તો માટે ફરી ખુલ્લું મુકાશે.
ક્ષેત્રપાળ મંદિરમાં સાંજે 7 પછી ભક્તોને પ્રવેશ
ઉપરાંત કૈલાસનગર સ્થિત ક્ષેત્રપાળ મંદિરમાં સાંજે 7 પછી ભક્તોને પ્રવેશ અપાશે. ગ્રહણના વેધને પગલે શહેરના અન્ય મંદિરોના દ્વાર પણ સાંજે 7 વાગ્યા સુધી બંધ રહેશે,
અંદાજ મુજબ 31 ટકા સૂર્ય ઢંકાશે
એક અંદાજ પ્રમાણે સુરતમાં ખંડગ્રાસ સૂર્યગ્રહણની ટકાવારી 31 ટકા રહેશે, ત્યારબાદ ફરી સૂર્ય ધીરે ધીરે આખો દેખાશે. અને સાંજે 6.30 વાગ્યે અરબ સાગરમાં ગ્રહણ પૂર્ણ થશે. ભારતભરમાં વધારે-ઓછી ટકાવારી પ્રમાણે ગ્રહણ દેખાશે. દિલ્હી, રાજસ્થાન, પશ્ચિમી મધ્યપ્રદેશ, ગુજરાત, પંજાબ, ઉત્તરપ્રદેશ, ઉતરાખંડ, જમ્મુ, શ્રીનગર, લેહ લદાખમાં ગ્રહણ દેખાશે, દક્ષિણ ભારતમાં તામિલનાડુ, કર્ણાટક, મુંબઇ, આંધ્રપ્રદેશ, તેલંગણા, ઓરીસ્સા, બિહાર, છત્તીસગઠ, ઝારખંડ અને બંગાળમાં થોડાક સમય માટે જ ગ્રહણ દેખાશે
મંદિરોને પવિત્ર કરાશે
શહેરના મોટા ભાગના મંદિરોમાં મંગળવારે સવારની નિત્ય પૂજા બાદ સાંજે 7 વાગ્યા સુધી મંદિર બંધ રહેશે. 7 વાગ્યા બાદ મંદિર પરિસર પવિત્ર કર્યા બાદ ભક્તોને પ્રવેશ અપાશે.
Next Article