Gir Somnath માં વહેલી સવારથી જ તંત્ર દ્વારા દબાણની કામગીરી હાથ ધરાઈ
Gir Somnath: ગુજરાત પ્રશાસન દ્વારા અવૈધ નિર્માણો સામે કાર્યવાહીના પગલા લેવામાં આવી રહ્યાં છે. ગત રાત્રીએથી લગભગ 36 બોલ્ડોઝરો આ અવૈધ નિર્માણોને ધ્વસ્ત કરવાના કામે લાગેલા છે. એટલું જ નહીં પરંતુ તેનો કાટમાળ દૂર કરવા માટે 70 જેટલા ટ્રેક્ટર-ટ્રોલીઓ પણ સાથે રાખવામાં આવી છે. વિગતો એવી સામે આવી રહીં છે કે, સોમનાથ વિકાસ પ્રોજેક્ટમાં આ સ્થળનો ઉપયોગ કરવામાં આવશે. સોમનાથ મંદિરના પાછળના ભાગમાં ઘણા અવૈધ નિર્માણો કરવામાં આવ્યાં હતા જેને દૂર કરવા માટે પ્રશાસનની ટીમ પહોંચી છે. નોંધનીય છે કે, ગીર સોમનાથના ઈતિહાસમાં સૌથી મોટું ડિમોલિશન થઈ રહ્યું છે.