Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

ગાંધીનગરમાં વર્ગ 1 અને વર્ગ 3ના બે અધિકારી 15 લાખની લાંચ લેતા રંગેહાથ ઝડપાયા

રાજ્ય સરકાર ભલે ભ્રષ્ટાચાર મુક્ત ગુજરાતની વાત કરતી. જો કે વાસ્તવિક સ્થિતિ તો કંઇક અલગ જ છે. રાજ્યમાં દર બીજા કે ત્રીજા દિવસે  ACB દ્વારા લાંચ લેતા અને ભ્રષ્ટાચાર કરતા અધિકારીઓને પકડવામાં આવે છે.  ACB દ્વારા થઇ રહેલી કડક કાર્યવાહી ઉપરાંત અત્યારે લાંચિયા બાબુઓ બેફામ બનયા છે. ત્યારે આ યાદીમાં વધારે બે અધિકારીઓનો ઉમેરો થયો છે.  ACBએ શુક્રવારે વર્ગ-૧ અને વર્ગ-3ના બે અધિકારીને ૧૫ લાખની લાંચ લà«
ગાંધીનગરમાં વર્ગ 1 અને વર્ગ 3ના બે અધિકારી 15 લાખની લાંચ લેતા રંગેહાથ ઝડપાયા
રાજ્ય સરકાર ભલે ભ્રષ્ટાચાર મુક્ત ગુજરાતની વાત કરતી. જો કે વાસ્તવિક સ્થિતિ તો કંઇક અલગ જ છે. રાજ્યમાં દર બીજા કે ત્રીજા દિવસે  ACB દ્વારા લાંચ લેતા અને ભ્રષ્ટાચાર કરતા અધિકારીઓને પકડવામાં આવે છે.  ACB દ્વારા થઇ રહેલી કડક કાર્યવાહી ઉપરાંત અત્યારે લાંચિયા બાબુઓ બેફામ બનયા છે. ત્યારે આ યાદીમાં વધારે બે અધિકારીઓનો ઉમેરો થયો છે.  ACBએ શુક્રવારે વર્ગ-૧ અને વર્ગ-3ના બે અધિકારીને ૧૫ લાખની લાંચ લેતા ઝડપ્યા છે. આ બંને અધિકારીઓ ગાંધીનગર નગર રચના અધિકારીની કચેરી (GUDA)માં ફરજ બજાવે છે.
ACBને મળેલી ફરિયાદના આધારે કારયવાહી કરવામાં આવી છે. ACBને ફરિયાદ મળી હતી કે ફરિયાદીના પત્નીને ગાંધીનગરના સેરથા ગામ ખાતે હાઇવે ઉપર બે ફાઇનલ પ્લોટના પઝેશન ગાંધીનગર કલેકટર દ્વારા સોંપવામાં આવ્યા હતા. જે બંને પ્લોટના ફાઇનલ માપ માટે ફરિયાદીએ ગુડામાં અરજી કરી હતી. આ અરજી અભિપ્રાય માટે ગુડામાંથી નગર રચના અધિકારીની કચેરી ગુડા એકમ બહુમાળી ભવન ગાંધીનગર ખાતે મોકલવામાં આવી હતી. 
આ અરજી સંદર્ભે બંને પ્લોટના માપ કાઢવાની તથા તેનો અભિપ્રાય આપવાની સત્તા વર્ગ 1 માં ફરજ બજાવતા ટાઉન પ્લાનર નયન મહેતાની છે. જેણે આ બંને પ્લોટનું માપ કાઢવાના તથા અભિપ્રાય આપવાના અવેજ પેટે 15 લાખ રૂપિયાની લાંચની માગણી કરી હતી. જેનું ફરિયાદીએ રેકોર્ડિંગ કરી લીધું હતું અને ફરિયાદી લાંચ આપવા માંગતા ન હોવાના કારણે એસીબીનો સંપર્ક કર્યો હતો.
ફરિયાદના આધારે ACBએ છટકું ગોઠવ્યું હતું. જે દરમિયાન નગર રચના અધિકારીની કચેરી બહુમાળી ભવન ગાંધીનગર ખાતે પ્લાનિંગ આસિસ્ટન્ટ તરીકે ફરજ બજાવતા સંજય હઠીલાએ નયન મહેતાના કહેવાથી 15 લાખ રૂપિયાની લાંચ લેતા એસીબીના હાથે ઝડપાઇ ગયા હતા. ACBએ  હાલ બંને આરોપીની અટકાયત કરીને તેમની વધુ પૂછપરછ હાથ ધરી છે.
Advertisement
Tags :
Advertisement

.