ધોરાજીમાં લોકોનો પાણીનો પોકાર, જીવના જોખમે પીવાનું પાણી ભરવા જવું પડે છે
રાજકોટ જીલ્લાના ધોરાજીના કૈલાશ નગર વિસ્તાર પાસે રેલ્વે ટ્રેક પાછળ રહેતા લોકોને જીવના જોખમે પાણી લેવા જવું પડે છે. આ વિસ્તારમાં લોકોને પાણી મળતું નથી અને ભારે હાલાકીનો સામનો કરી રહ્યા છે. ધોરાજી તાલુકામાં ડેમો પાણીથી ભરેલા છે તેમ છતાંય ધોરાજીના લોકોને ચાર દિવસ પાણી વિતરણ થઇ રહયુ છે. લોકોને પાણીનો સંગ્રહ કરવો પડે છે. જો કે એક એવો પણ વિસ્તાર છે કે ત્યાં પીવાના પાણીના કનેકશન જ અપા
Advertisement
રાજકોટ જીલ્લાના ધોરાજીના કૈલાશ નગર વિસ્તાર પાસે રેલ્વે ટ્રેક પાછળ રહેતા લોકોને જીવના જોખમે પાણી લેવા જવું પડે છે. આ વિસ્તારમાં લોકોને પાણી મળતું નથી અને ભારે હાલાકીનો સામનો કરી રહ્યા છે.
ધોરાજી તાલુકામાં ડેમો પાણીથી ભરેલા છે તેમ છતાંય ધોરાજીના લોકોને ચાર દિવસ પાણી વિતરણ થઇ રહયુ છે. લોકોને પાણીનો સંગ્રહ કરવો પડે છે. જો કે એક એવો પણ વિસ્તાર છે કે ત્યાં પીવાના પાણીના કનેકશન જ અપાયા નથી. ધોરાજીના કૈલાશ નગર વિસ્તાર નજીક આવેલ રેલ્વેના પાટા પાછળના આ વિસ્તારમાં દોઢ સોથી બસો લોકો રહે છે અને તેઓ નગરપાલિકાના તમામ વેરાઓ પણ ભરી રહયા છે પણ પીવાના પાણીની કોઇ સુવિધા તંત્ર દ્વારા કરાઇ નથી. પીવા ના પાણી માટે લોકોએ ઘણુ દુર સુધી જવું પડે છે. રેલવે ટ્રેક ઓળંગીને જાનના જોખમે લોકોને પાણી મેળવવા જવું પડે છે.
વૃદ્ધાઓ અને મહિલાઓ તથા નાના બાળકો છેલ્લા વીસ વર્ષથી આ જીવનું જોખમ ખેડીને પાણી ભરવા માટે જાય છે સ્થાનિક લોકોએ જણાવ્યું કે અનેકવાર લેખીત રજુઆત કરી પણ આજ દિન સુધી પીવાના પાણી કે પ્રાથમિક સુવિધાઓ તેમને આપવામાં આવી નથી. સ્થાનિક તંત્રની લાપરવાહીના વિરોધમાં લોકોએ ઉગ્ર નારાજગી પણ પ્રગટ કરી હતી અને તત્કાળ પાણી આપવાની માગ કરાઇ હતી.
બીજી તરફ ધોરાજી નગરપાલિકાના વોટર વર્કસ વિભાગના ચેરમેન અમીષ અંટાળાએ જણાવ્યું હતું કે રેલવે ટ્રેકની પાછળ રહેતા લોકોને પાણી પહોંચાડવા માટે પાણીની લાઇન નાંખવી જરુરી છે પણ તે માટે રેલવેની મંજૂરી મેળવવાની પ્રક્રીયા કરાઇ છે પણ રેલવે તંત્ર તરફથી હજું મંજૂરી મળી નથી.