Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

હોમવર્ક ના કરતા ધોમધખતા તાપમાં બાળકીને હાથ-પગ બાંધી ધાબા પર સુવડાવી, દિલ્હીનો વિડીયો વાયરલ

શું કોઈ માતા એટલી નિર્દયી હોઈ શકે કે હોમવર્ક ના કરવા બદલ તે પોતાની જ દીકરીને હાથ-પગ બાંધીને ધાબા પર નાંખી દે? તમને થોડીવાર માટે વિશ્વાસ નહીં થાય, પરંતુ દિલ્હીમાં આવી જ એક ઘટના સામે આવી છે. બાળકોને હોમવર્ક ન કરવા બદલ માતા અને શિક્ષકો દ્વારા દરરોજ શિક્ષા કરવામાં આવે છે. પરંતુ હોમવર્ક ન કરવા બદલ દિલ્હીની એક માતા જે પ્રકારે પોતાની જ દીકરીને જે ક્રુર શિક્ષા કરી છે તે જોઇને લોકો ગુસ્સે થઇ
હોમવર્ક ના કરતા ધોમધખતા તાપમાં બાળકીને હાથ પગ બાંધી ધાબા પર સુવડાવી  દિલ્હીનો વિડીયો વાયરલ
શું કોઈ માતા એટલી નિર્દયી હોઈ શકે કે હોમવર્ક ના કરવા બદલ તે પોતાની જ દીકરીને હાથ-પગ બાંધીને ધાબા પર નાંખી દે? તમને થોડીવાર માટે વિશ્વાસ નહીં થાય, પરંતુ દિલ્હીમાં આવી જ એક ઘટના સામે આવી છે. બાળકોને હોમવર્ક ન કરવા બદલ માતા અને શિક્ષકો દ્વારા દરરોજ શિક્ષા કરવામાં આવે છે. પરંતુ હોમવર્ક ન કરવા બદલ દિલ્હીની એક માતા જે પ્રકારે પોતાની જ દીકરીને જે ક્રુર શિક્ષા કરી છે તે જોઇને લોકો ગુસ્સે થઇ રહ્યા છે. આ ઘટનાનો વિડીયો સોશિયલ મીડિયા પર વાયરલ થતાં મામલો પોલીસ સુધી પહોંચ્યો છે.
શું છે વાયરલ વીડિયોમાં?
વાયરલ વિડીયોમાં જોઈ શકાય છે કે સિમેન્ટની છત પર એક નાની છોકરી પીડાઈ રહી છે. નજીકથી જોતા ખબર પડી કે તેના હાથ-પગ દોરડાથી બાંધેલા છે. જ્યારે તેની પીઠ છતની ગરમીને કારણે બળે છે, ત્યારે તે તેની કમર ઉંચી કરે છે, ક્યારેક જમણી બાજુ અને ક્યારેક ડાબી બાજુ. ત્યારબાદ બાળકીએ ચીસો પાડવાનું શરૂ કર્યું હતું. આ વિડીયો એટલો દર્દનાક છે કે તેને જોઈને લોકોને આંસુ આવી ગયા. આ વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ ગયો. દિલ્હી પોલીસે પણ આ મામલે તપાસ શરૂ કરી છે.
Advertisement

માતાએ સ્વીકર્યું કે હોમવર્ક ના કરવા બદલ સજા આપી
આ વાયરલ વિડીયો એક વ્યક્તિએ પોલીસ સાથે શેર કર્યો હતો. શરૂઆતમાં એવું કહેવામાં આવ્યું હતું કે આ વિડીયો કરવલ નગરનો છે. તપાસમાં જાણવા મળ્યું કે આવી કોઈ ઘટના ત્યાં બની નથી. ત્યારબાદ પોલીસને જાણવા મળ્યું કે આ વિડીયો ખજુરી ખાસ વિસ્તારની તુકમીરપુર ગલી નંબર-2નો છે. પોલીસની પૂછપરછ દરમિયાન બાળકીની માતાએ જણાવ્યું હતું કે બાળકીએ શાળાનું હોમવર્ક કર્યું ન હતું, તેથી તેણે તેના હાથ-પગ બાંધીને તેને સખત ગરમીમાં છત પર બેસાડી દીધી હતી અને તેને 5 થી 7 મિનિટની સજા આપી હતી. બાદમાં બાળકીને છત પરથી નીચે લઇ ાવી હતી.
પોલીસનું શું કહેવું છે?
દિલ્હી મહિલા આયોગના અધ્યક્ષ સ્વાતિ માલીવાલે આ મામલે સંજ્ઞાન લઈને દિલ્હી પોલીસને નોટિસ મોકલી છે અને આ મામલે FIR નોંધવાની માંગ કરી છે. ઉત્તર-પૂર્વ પોલીસ અધિકારીઓનું કહેવું છે કે તપાસ બાદ આરોપી મહિલા વિરુદ્ધ યોગ્ય કાર્યવાહી કરવામાં આવશે. મહિલાના આ કૃત્યથી આસપાસના લોકો આશ્ચર્યમાં પડી ગયા છે અને સવાલ ઉઠાવી રહ્યા છે કે એક માતા પોતાની દીકરીને આવી સજા કેવી રીતે આપી શકે?
Tags :
Advertisement

.