Top Newsરાષ્ટ્રીયએક્સક્લુઝીવઆંતરરાષ્ટ્રીય
ગુજરાત | વડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદસુરત
ધર્મ ભક્તિમનોરંજનબિઝનેસસ્પોર્ટ્સટેક & ઓટોઓલમ્પિક 2024લાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલ

અશ્મિત કેરિયરથી લઈને રિલેશનશિપ સુધી રહ્યા વિવાદોમાં, આ પાકિસ્તાની સુંદરી સાથે જોડાયું હતું નામ

બોલિવૂડ એક્ટર અશ્મિત પટેલ (ashmit patel) આજે પોતાનો જન્મદિવસ ઉજવી રહ્યો છે. અશ્મિતનો પરિચય એવો પણ છે કે તે બોલિવૂડ અભિનેત્રી અમીષા પટેલ (ameesha patel)નો ભાઈ છે. અશ્મિતે નાના પડદાથી લઈને ફિલ્મો સુધી દરેક જગ્યાએ અભિનય કૌશલ્ય બતાવ્યું છે. તેણે વર્ષ 2003માં ફિલ્મ 'ઈંતહા'થી પોતાની એક્ટિંગ કરિયરની શરૂઆત કરી હતી. આ પછી તેણે ઘણી ફિલ્મોમાં કામ કર્યું. પરંતુ તે તેના અભિનય કરતાં વધુ વિવાદોને કારણે હેડલાઇન્સમા
02:48 AM Jan 13, 2023 IST | Vipul Pandya
બોલિવૂડ એક્ટર અશ્મિત પટેલ (ashmit patel) આજે પોતાનો જન્મદિવસ ઉજવી રહ્યો છે. અશ્મિતનો પરિચય એવો પણ છે કે તે બોલિવૂડ અભિનેત્રી અમીષા પટેલ (ameesha patel)નો ભાઈ છે. અશ્મિતે નાના પડદાથી લઈને ફિલ્મો સુધી દરેક જગ્યાએ અભિનય કૌશલ્ય બતાવ્યું છે. તેણે વર્ષ 2003માં ફિલ્મ 'ઈંતહા'થી પોતાની એક્ટિંગ કરિયરની શરૂઆત કરી હતી. આ પછી તેણે ઘણી ફિલ્મોમાં કામ કર્યું. પરંતુ તે તેના અભિનય કરતાં વધુ વિવાદોને કારણે હેડલાઇન્સમાં રહ્યો હતો. ઈન્ડસ્ટ્રીમાં ડેબ્યુ સાથે જ તેના સંબંધો વિવાદોમાં ફસાઈ ગયા. આવો જાણીએ અશ્મિતના જીવન સાથે જોડાયેલા વિવાદો વિશે...
અશ્મિત અને વિના મલિકનો રોમાંસ 

અશ્મિત પટેલ (ashmit patel) વર્ષ 2010માં વિવાદાસ્પદ રિયાલિટી શો 'બિગ બોસ 4'માં જોવા મળ્યો હતો. આ શોમાં અશ્મિતનું નામ પાકિસ્તાનની કોન્ટ્રોવર્સી ક્વીન વીણા મલિક (VEENA MALIK)સાથે જોડાયું હતું. બંને પોતાના રોમાંસના કારણે ચર્ચામાં રહ્યા હતા. ત્યારે બીગ બોસના કારણે વીણા મલિકે (VEENA MALIK) પણ દેશમાં ઘણી હેડલાઈન્સ બનાવી હતી. બિગ બોસમાં બંનેનો રોમાંસ એટલો પ્રબળ હતો કે ઘણા ફૂટેજ ટીવી પર બતાવવા યોગ્ય નહોતા અને નિર્માતાઓએ તેમને કાપવા પડ્યા હતા. શો ખતમ થયા બાદ વીણા મલિકે (VEENA MALIK) પણ ઘણા સનસનીખેજ ખુલાસા કર્યા છે. વીણા મલિકે (VEENA MALIK) બાદમાં એક ઈન્ટરવ્યુમાં જણાવ્યું હતું કે બિગ બોસ સીઝન 4 દરમિયાન અશ્મિત પટેલ (ashmit patel) તેના ઇનરવેર ધોતો હતો. વીણાએ કહ્યું હતું કે, 'જ્યારે તમે કોઈને મળો છો, થોડો સમય સાથે રહો છો, તો ચોક્કસ સંબંધ બને છે. પણ મેં અશ્મિતને ક્યારેય પ્રેમ નથી કર્યો, બલ્કે તે મારી પાછળ પડ્યો હતો.

અશ્મિત અને મહેક ચહલની સગાઇ અને રીયા સેન સાથે MMS
અશ્મિત પટેલ (ashmit patel)નું નામ અભિનેત્રી રિયા સેન (riya sen) સાથે પણ જોડાયું હતું. રિયા સાથેનો તેમનો સનસનાટીભર્યો MMS લીક થયો હતો. જોકે, બાદમાં બંનેએ તેને નકલી ગણાવ્યો હતો. આ વીડિયોમાં બંને શંકાસ્પદ હાલતમાં જોવા મળ્યા હતા. ત્યારે રિયા સેને (riya sen) કહ્યું કે આ MMSને કારણે તેને ઘણું સહન કરવું પડ્યું છે, જ્યારે અશ્મિત પટેલ (ashmit patel) પર ફિલ્મના પ્રમોશન માટે આ પગલું ભરવાનો આરોપ છે. આ ઉપરાંત અશ્મિત પટેલ (ashmit patel) ચાર વર્ષ પહેલા ટીવી અભિનેત્રી અને મોડલ મહેક ચહલ (mahek chahal) સાથેની સગાઈને કારણે પણ ચર્ચામાં આવ્યો હતો. બંને થોડા વર્ષો લિવ-ઈન રિલેશનશિપમાં પણ હતા, પરંતુ પરસ્પર વિવાદને કારણે બંને અલગ થઈ ગયા અને સંબંધ તૂટી ગયો.

અશ્મિત પટેલ (ashmit patel)ના ફિલ્મી કરિયરની વાત કરીએ તો તેણે આસિસ્ટન્ટ ડિરેક્ટર તરીકે કરિયરની શરૂઆત કરી હતી. તેણે વિક્રમ ભટ્ટ સાથે 'આપ મુઝે અચ્છે લગને લગે', 'આવારા પાગલ દિવાના', 'રાઝ', 'ફૂટપાથ' જેવી ફિલ્મોમાં કામ કર્યું હતું. આ પછી, તેણે વિક્રમ ભટ્ટ દ્વારા નિર્દેશિત ફિલ્મ 'ઇન્તહા' થી અભિનયની શરૂઆત કરી. આ પછી અશ્મિત 'મર્ડર', 'સિલસિલે', 'ફાઇટ ક્લબ', 'દિલ દિયા હૈ', 'કુડી કા હૈ જમાના', 'ટોસ', 'નઝર', 'જય હો', 'ડોંગરી કા રાજા'માં જોવા મળ્યો હતો. ' અને 'ઈન્દોષ' જેવી ફિલ્મોમાં તે જોવા મળ્યો છે.
આ પણ વાંચો - ભગવાનના રૂપમાં અરૂણના નામની માળા જપે છે લોકો, પરંતુ રામના પાત્ર માટે અભિનેતાએ ચૂકવી ભારે કિંમત
ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે
ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) - જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ.
Tags :
AshmitPatelassociatedbirthdayControversiesGujaratFirstPakistan'sBeautyRelationaship
Next Article