Top Newsરાષ્ટ્રીય.એક્સક્લુઝીવઆંતરરાષ્ટ્રીય
ગુજરાત | વડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદસુરત
ધર્મ ભક્તિ.મનોરંજનબિઝનેસસ્પોર્ટ્સટેક & ઓટોઓલમ્પિક 2024લાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલ

ચીખલીમાં મોબાઈલ શોપમાં થયેલી 27 લાખના મુદ્દામાલની ચોરીનો ભેદ ઉકેલાયો, ત્રણ આરોપીઓ ઝડપાયા

નવસારીનાં ચીખલીમાં બે દિવસ પહેલા મોબાઈલ શોપમાં થયેલી ચોરીનો ભેદ ઉકેલાયો છે. અમદાવાદ ગ્રામ્ય એલસીબીએ ચોરી કરનારા ત્રણ આરોપીની ધરપકડ કરી છે. મોબાઈલ શોપમાંથી ચોરી કરેલા 30 લાખનો મુદ્દામાલ પણ પકડી પાડવા આવ્યો છે. નવસારી જિલ્લાના ચીખલી શહેરમાં બે દિવસ પહેલા મોબાઈલના શો રૂમમાં ચોરીનો બનાવ બન્યો હતો. મોબાઈલનાં શો રૂમમાં દીવાલમાં બાકોરું પાડીને ચોર ગેંગ દ્વારા લાખો રૂપિયાના મોબાઈલ અà
12:23 PM Feb 01, 2023 IST | Vipul Pandya
નવસારીનાં ચીખલીમાં બે દિવસ પહેલા મોબાઈલ શોપમાં થયેલી ચોરીનો ભેદ ઉકેલાયો છે. અમદાવાદ ગ્રામ્ય એલસીબીએ ચોરી કરનારા ત્રણ આરોપીની ધરપકડ કરી છે. મોબાઈલ શોપમાંથી ચોરી કરેલા 30 લાખનો મુદ્દામાલ પણ પકડી પાડવા આવ્યો છે. નવસારી જિલ્લાના ચીખલી શહેરમાં બે દિવસ પહેલા મોબાઈલના શો રૂમમાં ચોરીનો બનાવ બન્યો હતો. મોબાઈલનાં શો રૂમમાં દીવાલમાં બાકોરું પાડીને ચોર ગેંગ દ્વારા લાખો રૂપિયાના મોબાઈલ અને એસેસરીઝ ની ચોરીને અંજામ આપ્યો હતો. જોકે નવસારીનાં ચીખલીમાં થયેલી ચોરીના આરોપી અમદાવાદ તરફ હોવાની માહિતીને આધારે જિલ્લા એલસીબી દ્વારા ત્રણ ચોરને પકડી પાડવા આવ્યા છે. 

27 લાખથી વધુની કિંમતનો મુદામાલ  ચોરી કર્યો હતો 
મોબાઈલના શો રૂમમાં ચોરીને અંજામ આપનાર આરોપી પૈકી રોનક ઝાલા જે ધોળકા વિસ્તારમાં રહે છે તો બીજો આરોપો આસિફ રઝા જે ઉતરપ્રદેશના માં રહે છે અને ત્રીજો આરોપી રિયાઝ ઉલ બિહારમાં રહે છે. ત્રણ્યે આરોપીએ  મોબાઈલ નાં શો રૂમ માંથી 147 મોબાઈલ ફોન, 3 ટેબ્લેટ, 6 સ્માર્ટ વોચ, 90 ચાર્જર એડેપ્ટર, 68 ચાર્જર કેબલ, 8 હેન્ડ્સ ફ્રી, 37 કેબલ સાથેના કાળા કલરના ચાર્જર, 33 કી પેડ મોબાઈલ ફોનની બેટરી સહિત 27 લાખથી વધુની કિંમતનો મુદામાલ  ચોરી કર્યો હતો. આ તમામ મુદ્દામાલ કબ્જે કરાયો છે.. ચોર ટોળકીએ આઇફોન, સેમસંગ, વન પ્લસ સહિતની કંપનીઓના મોબાઈલ અને એસેસરીઝની ચોરી કરી હતી.
અગાઉ અનેક નાની-મોટી ચોરીને અંજામ આપી ચૂક્યા છે 
અમદાવાદ ગ્રામ્ય એલસીબીની ટીમે ત્રણેય આરોપીની પૂછપરછ કરી જેમાં સામે આવ્યું કે આરોપીઓ અગાઉ પણ અનેક નાની નાની ચોરીને અંજામ આપી ચૂક્યા છે. ભાવનગર પાસેના બે મંદિરોમાં દાનપેટી માથી રોકડા અને સોના ચાંદીના દાગીનાની ચોરી કરી હતી. આ ઉપરાંત ફૂટપાથ પર સૂતેલા લોકોના મોબાઈલ ફોન પણ ચોરીઓ કરતા હતા. બીજી તરફ આરોપી આસિફ રઝાએ બેંગલોર ખાતે એક કપડાના શોપ માંથી 70 જેટલા પેન્ટ અને ટી શર્ટની ચોરી કરી હોવાનું સામે આવ્યું છે. ત્યારે પોલીસે આરોપીને ચીખલી પોલીસને સોંપી વધુ કાર્યવાહી હાથ ધરી છે. ચીખલી પોલીસ હવે આરોપીની વધુ પૂછપરછ હાથ ધરશે અને આ ચોર ગેંગ વધુ કોઈ ગુનામાં સામેલ છે કે કેમ અને અગાઉ કોઈ ચોરીને અંજામ આપ્યો છે કે કેમ તે અંગે તપાસ હાથ ધરશે.
આ પણ વાંચોઃ  અમદાવાદમાં સોના-ચાંદીના વેપારી સાથે છેતરપીંડી , 30 લાખનું સોનું ખરીદ્યુ, 29 લાખની નકલી નોટો આપી
ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે
ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) - જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ.
Tags :
accusedChikhliGujaratFirstMobileShopNavsarisolvedtheft
Next Article