Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

ઈન્ચાર્જ DGPનો સપાટો, બે PI અને એક PSIને કર્યા સસ્પેન્ડ

રાજ્યના ઈન્ચાર્જ ડીજીપી વિકાસ સહાયે (Incharge DGP Vikas Sahay) એક જ દિવસમાં બે પીઆઈ અને એક પીએસઆઈને સસ્પેન્ડ કરવાનો હુકમ કરતા પોલીસ બેડામાં સોંપો પડી ગયો છે. ગુજરાતમાં દારૂ-જુગાર, કેમિકલ ચોરી, ગેરકાયદે ખનન, ગેસ ચોરી સહિતના અનેક અપરાધો આચરતી ટોળકીઓ સક્રિય છે અને મોટાભાગની ગેંગને પોલીસના આર્શીવાદ છે. ગેરકાયદેસર પ્રવૃત્તિ ચલાવતી પોલીસ સામે ઈન્ચાર્જ ડીજીપી સહાયે લાલ આંખ કરી છે. પૂર્વ ડીજીપી આશિષ à
ઈન્ચાર્જ dgpનો સપાટો  બે pi અને એક psiને કર્યા સસ્પેન્ડ
રાજ્યના ઈન્ચાર્જ ડીજીપી વિકાસ સહાયે (Incharge DGP Vikas Sahay) એક જ દિવસમાં બે પીઆઈ અને એક પીએસઆઈને સસ્પેન્ડ કરવાનો હુકમ કરતા પોલીસ બેડામાં સોંપો પડી ગયો છે. ગુજરાતમાં દારૂ-જુગાર, કેમિકલ ચોરી, ગેરકાયદે ખનન, ગેસ ચોરી સહિતના અનેક અપરાધો આચરતી ટોળકીઓ સક્રિય છે અને મોટાભાગની ગેંગને પોલીસના આર્શીવાદ છે. ગેરકાયદેસર પ્રવૃત્તિ ચલાવતી પોલીસ સામે ઈન્ચાર્જ ડીજીપી સહાયે લાલ આંખ કરી છે. પૂર્વ ડીજીપી આશિષ ભાટિયાની કાર્યરિતીના કારણે રાજ્યમાં ગેરકાયદેસર પ્રવૃત્તિઓએ માઝા મૂકી હતી.
ગેસ ચોરીમાં દાહોદ LCB PI સસ્પેન્ડ
હિન્દુસ્તાન પેટ્રોલિયમ (Hindustan Petroleum) અને ઈન્ડિયન ઓઈલ (Indian Oil) ના ટેન્કરોમાંથી ગેસ ચોરી કરવાના રેકેટનો સ્ટેટ મોનિટરિંગ સેલે (State Monitoring Cell) દરોડો પાડી પર્દાફાશ કર્યો હતો. 80 લાખના મુદ્દામાલ સાથે પકડાયેલા પંકડ ભરવાડ સહિતના ચાર આરોપીઓના કબજે લેવાયેલા મોબાઈલ ફોનની તપાસમાં ચોંકાવનારી વિગતો સામે આવી હતી. દાહોદ પોલીસની પરવાનગીથી ગેસ ચોરીનું કૌભાંડ ચાલતું હોવાના પૂરાવાઓ SMC ને હાથ લાગ્યા હતા. આ મામલે SMC એ ઈન્ચાર્જ ડીજીપી સહાયને રિપોર્ટ કરી સમગ્ર હકિકતથી વાકેફ કર્યા હતા. જેના પગલે દાહોદ એલસીબી પીઆઈ આર. સી. કાનમીયા (Dahod LCB PI R C Kanamiya) ને ગઈકાલે સસ્પેન્ડ (Suspend) કરી દેવાનો હુકમ કર્યો હતો. આ ઉપરાંત દાહોદ એસઓજી (Dahod SOG) ના ASI નવઘણને સસ્પેન્ડ કરવા જિલ્લા પોલીસ વડા (Dahod SP) ને આદેશ કર્યો છે.

કચ્છના દારૂ કેસમાં PI PSI સસ્પેન્ડ
સ્ટેટ મોનિટરિંગ સેલે એકાદ સપ્તાહ પહેલાં ભચાઉ જીઆઈડીસી (Bhachau GIDC) ના બંધ ગોડાઉનમાંથી કુખ્યાત બુટલેગર મામાનો 50.66 લાખનો વિદેશી દારૂ પકડ્યો હતો. પકડાયેલા આરોપીઓની પૂછપરછમાં સ્થાનિક પોલીસની મહેરબાની છતી થઈ ગઈ હતી. લિસ્ટેડ બુટલેગર કચ્છ જિલ્લા પોલીસની રહેમનજર હેઠળ વિદેશી દારૂનો વેપલો કરતો હોવાનો રિપોર્ટ થતાં વિકાસ સહાયે ભચાઉ પોલીસ સ્ટેશનના પીઆઈ ઝેડ. એન. ઘાસુરા (PI Z N Ghasura) અને પીએસઆઈ કે. એન. સોલંકી (PSI K N Solanki) ને ફરજ મોકૂફ કરી દેવા હુકમ કરી દીધો હતો.
કેમ મળ્યો હતો છૂટો દોર
સરકાર દારૂ-જુગારની પ્રવૃત્તિ પર અંકુશ લગાવવા આદેશો પર આદેશ કરતી રહી, પરંતુ રાજ્યમાં દારૂની ક્યારેય પણ અછત સર્જાઈ નથી. સ્ટેટ મોનિટરિંગ સેલ, સીઆઈ સેલ સહિતની જુદીજુદી એજન્સીઓએ દરોડા પાડી છેલ્લાં એકાદ વર્ષમાં અનેક ગેરકાયદેસર પ્રવૃત્તિનો પર્દાફાશ કર્યો છે. ગુનેગારો સાથે પોલીસની સંડોવણી અને ફરજમાં બેદરકારીના દેખીતા પૂરાવાઓ મળવા છતાં પૂર્વ ડીજીપી આશિષ ભાટિયા (IPS Ashish Bhatia) એ મોટાભાગના જવાબદાર પોલીસ અધિકારી-કર્મચારીઓને સસ્પેન્ડ કરવામાં પાછીપાની કરી હતી. જવાબદાર અધિકારીઓ પર ભાટિયાના આશિષ હરહંમેશ રહેતા હોવાની ચર્ચાઓ પણ અનેક વખત ઊઠી ચૂકી છે. રાજ્યમાં દારૂ-જુગાર સહિતની ગેરકાયદે પ્રવૃત્તિઓ ચલાવવામાં સ્ટેટ મોનિટરિંગ સેલના પૂર્વ પીઆઈ (SMC Ex PI) સહિતની એક ટુકડી સક્રિય હતી અને આ ગેંગ જવાબદાર અધિકારીઓને રક્ષણ અપાવવામાં પણ મહત્વની ભૂમિકાઓ ભજવતી હતી.
ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે
ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) - જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ.
Advertisement
Tags :
Advertisement

.