Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

બર્મામાં આજે સવારે ભૂકંપના તીવ્ર ઝટકાથી લોકોનો જીવ તાળવે ચોંટ્યો

મ્યાનમારના બર્મામાં આજે સવારે 3.52 કલાકે 6.1ની તીવ્રતાનો ભૂકંપ આવ્યો હતો. ભૂકંપની ઊંડાઈ જમીનથી 140 કિમી નીચે હતી. નેશનલ સેન્ટર ફોર સિસ્મોલોજી અનુસાર, 6.1ની તીવ્રતાનો ભૂકંપ સામાન્ય જીવનને અસર કરે છે. જોકે મ્યાનમારમાંથી અત્યાર સુધી કોઈ જાનહાનીના અહેવાલ નથી.ભૂકંપની ઊંડાઈ જમીનથી 140 કિમી નીચેમ્યાનમારમાં છેલ્લા ઘણા સમયથી પરિસ્થિતિ ખૂબ જ ખરાબ છે. લશ્કરી બળવા પછી લાંબા સમયથી ગૃહયુદ્ધની આગમાàª
બર્મામાં આજે સવારે ભૂકંપના તીવ્ર ઝટકાથી લોકોનો જીવ તાળવે ચોંટ્યો
મ્યાનમારના બર્મામાં આજે સવારે 3.52 કલાકે 6.1ની તીવ્રતાનો ભૂકંપ આવ્યો હતો. ભૂકંપની ઊંડાઈ જમીનથી 140 કિમી નીચે હતી. નેશનલ સેન્ટર ફોર સિસ્મોલોજી અનુસાર, 6.1ની તીવ્રતાનો ભૂકંપ સામાન્ય જીવનને અસર કરે છે. જોકે મ્યાનમારમાંથી અત્યાર સુધી કોઈ જાનહાનીના અહેવાલ નથી.
ભૂકંપની ઊંડાઈ જમીનથી 140 કિમી નીચે
મ્યાનમારમાં છેલ્લા ઘણા સમયથી પરિસ્થિતિ ખૂબ જ ખરાબ છે. લશ્કરી બળવા પછી લાંબા સમયથી ગૃહયુદ્ધની આગમાં સળગી રહેલા મ્યાનમારમાં શુક્રવારની સવાર ખૂબ જ ડરામણી હતી. મ્યાનમારની ધરતીને સૂર્યના કિરણોએ બરાબર સ્પર્શ પણ કર્યો ન હતો કે ત્યાં અચાનક વસ્તુઓ ધ્રૂજવા લાગી. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, મ્યાનમારમાં સવારે 4 વાગ્યાની આસપાસ જોરદાર ભૂકંપના આંચકા અનુભવાયા હતા. રિક્ટર સ્કેલ પર તેની તીવ્રતા 6.1 માપવામાં આવી હતી. ભૂકંપની ઊંડાઈ જમીનથી 140 કિમી નીચે હતી.
Advertisement

જાન-માલનું નુકસાન નહીં
ભૂકંપના આંચકા અનુભવાતા લોકો ગભરાઈને ઘરની બહાર નીકળી ગયા હતા. જોકે, રાહતની વાત એ છે કે આટલી તીવ્રતાના ભૂકંપ પછી પણ હજુ સુધી કોઈ જાન-માલનું નુકસાન થયું નથી. ગુરુવારે વહેલી સવારે દક્ષિણ સેન્ડવિચ ટાપુઓ પર ભૂકંપના તીવ્ર આંચકા અનુભવાયા હતા. નેશનલ સેન્ટર ફોર સિસ્મોલોજી અનુસાર, રિક્ટર સ્કેલ પર ભૂકંપની તીવ્રતા 7.0 હતી. ભૂકંપની ઊંડાઈ જમીનથી 10 કિમી નીચે હતી. જો કે, તે ભૂકંપમાં પણ કોઈ જાનહાનિના અહેવાલ નથી. 
ભારતના દક્ષિણમાં સ્થિત આંદામાન અને નિકોબાર દ્વીપસમૂહમાં ભૂકંપ પહેલા, ઉત્તર પૂર્વ રાજ્ય મણિપુરમાં ગયા શુક્રવારે સવારે જ ભૂકંપના આંચકા અનુભવાયા હતા. મણિપુરના મોઇરાંગથી 100 કિમી દક્ષિણપૂર્વમાં શુક્રવારે સવારે 10.02 કલાકે જોરદાર આંચકા અનુભવાયા હતા. રિક્ટર સ્કેલ પર તેની તીવ્રતા 4.5 હતી. આ ભૂકંપના જોરદાર આંચકાના કારણે લોકો ભયભીત થઈ ગયા હતા અને ઘરોમાંથી બહાર આવીને રસ્તા પર ઉભા થઈ ગયા હતા. જોકે, કોઇપણ પ્રકારનું મોટું નુકસાન થયું ન હતું. સ્થાનિક રહેવાસીઓના જણાવ્યા અનુસાર, જ્યારે આંચકા અનુભવાયા ત્યારે ઘરોમાં રાખવામાં આવેલી ઘણી વસ્તુઓ ધ્રૂજવા લાગી હતી.
Tags :
Advertisement

.