ભરૂચ જિલ્લામાં શનિ જયંતિ નિમિત્તે શનિદેવ મંદિર ભક્તોથી ઉભરાયું
સોમવતી અમાસ એટલે શનિ જયંતિ અને આ દિવસનું મહત્વ વધુ પ્રમાણમાં હોય છે. શનિદેવની જન્મ જયંતી ભરૂચમાં દાંડિયા બજાર સહિત નવ ચોકી સ્થિત રહેલ ભગવાન શનિદેવની પૂજા અર્ચના અને દર્શન માટે સવારથી જ ભક્તોનું ઘોડાપુર ઉમટ્યું હતું.શનિજયંતિ નિમિત્તે વિવિધ ધાર્મિક કાર્યક્રમોના પણ આયોજન કરવામાં આવ્યા હતા.ભરૂચની પવિત્ર ભૃગુ ઋષિની તપોભૂમિ એટલે ભરૂચ નગરી આ નગરીમાં દાંડિયાબજાર સ્થિત ભૃગુ ઋષિના àª
સોમવતી અમાસ એટલે શનિ જયંતિ અને આ દિવસનું મહત્વ વધુ પ્રમાણમાં હોય છે. શનિદેવની જન્મ જયંતી ભરૂચમાં દાંડિયા બજાર સહિત નવ ચોકી સ્થિત રહેલ ભગવાન શનિદેવની પૂજા અર્ચના અને દર્શન માટે સવારથી જ ભક્તોનું ઘોડાપુર ઉમટ્યું હતું.શનિજયંતિ નિમિત્તે વિવિધ ધાર્મિક કાર્યક્રમોના પણ આયોજન કરવામાં આવ્યા હતા.
ભરૂચની પવિત્ર ભૃગુ ઋષિની તપોભૂમિ એટલે ભરૂચ નગરી આ નગરીમાં દાંડિયાબજાર સ્થિત ભૃગુ ઋષિના મંદિરમાં સ્થાપિત ભગવાન શનિદેવ ની પ્રતિમા સ્થાપિત કરાયેલ છે.જ્યાં મોટી માત્રામાં ભક્તો દર્શન કરી ધન્યતા અનુભવી રહ્યા છે.આજે શનિ જયંતિ નિમિતે સવારથી જ ભક્તો દર્શનાર્થે ઉમટ્યા અને શનિ જયંતિ નિમિત્તે મંદિરે વિશેષ શણગાર કરવામાં આવ્યો હતો. જન્મ જયંતી નિમિત્તે શનિ ભક્તોએ શનિદેવને તેલ કાળા તલ સહિત શનિદેવને ધરાવી શનિજયંતિ નિમિત્તે દર્શન કરી ધન્યતા અનુભવી હતી સાથે જ મંદિરમાં વિશેષ ધાર્મિક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતું.
શનિ જયંતિ નિમિતે સવારથી જ મોડી રાત સુધી વિવિધ ધાર્મિક કાર્યક્રમોનું પણ આયોજન કરવામાં આવ્યું છે.અને સવારથી જ ભક્તોનું ઘોડાપુર પણ શનિદેવ મંદિરે ઉમટી પડ્યું હતું ભરૂચના કસક મંદિર અને નવ ચોકી સ્થિત પણ ભગવાન શનિદેવની વિશેષ પૂજા-અર્ચના કરવા માટે ભકતો ઉમટયા હતા.
Advertisement