Top Newsરાષ્ટ્રીય.એક્સક્લુઝીવઆંતરરાષ્ટ્રીય
ગુજરાત | વડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદસુરત
ધર્મ ભક્તિ.મનોરંજનબિઝનેસસ્પોર્ટ્સટેક & ઓટોઓલમ્પિક 2024લાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલ

'હું કિન્નર છું, મારૂ જીવન કેવું છે એ હું જાણું પણ મેં જે કર્યું એનો મને સંતોષ છે '

'મારુ સપનું પુરુ થયું તેની ખુશી છે. હું કિન્નર છું જો હું આ કરી શકુ તો સમાજના ભાઈઓ બહેનો શું ન કરી શકે. મને જ ખબર છે હું કિન્નર છું, મે કેવું જીવન વિતાવ્યું છે પણ એક વાતની ખુશી છે ભાઈચારા સાથે કોમી એકતા સાથે સમુહલગ્ન નિકાહ પઢાયા .આ કાર્યથી ચોકકસ એકતા ભાઈચારો અને સમાજમા કિન્નર પ્રત્યેનો દ્રષ્ટીકોણ બદલાશે' આ શબ્દો છે અંજારના કિન્નર જયશ્રી દે પ્રેમિલા દે નાયક ના કિન્નર સમાજ દ્વારા યોજાàª
06:00 AM Feb 05, 2023 IST | Vipul Pandya
'મારુ સપનું પુરુ થયું તેની ખુશી છે. હું કિન્નર છું જો હું આ કરી શકુ તો સમાજના ભાઈઓ બહેનો શું ન કરી શકે. મને જ ખબર છે હું કિન્નર છું, મે કેવું જીવન વિતાવ્યું છે પણ એક વાતની ખુશી છે ભાઈચારા સાથે કોમી એકતા સાથે સમુહલગ્ન નિકાહ પઢાયા .આ કાર્યથી ચોકકસ એકતા ભાઈચારો અને સમાજમા કિન્નર પ્રત્યેનો દ્રષ્ટીકોણ બદલાશે' આ શબ્દો છે અંજારના કિન્નર જયશ્રી દે પ્રેમિલા દે નાયક ના 
કિન્નર સમાજ દ્વારા યોજાયા સમુહ લગ્ન
અંજારમાં  કિન્નર  જયશ્રી દેના આર્થિક સહયોગથી 25 સમૂહ લગ્નનું આયોજન કરવામાં આવ્યું હતું. સમગ્ર કચ્છમાંથી  20 મુસ્લીમ દિકરીઓના નિકાહ કરાવાયાં હતા તેમજ  પાંચ હિન્દુ દિકરીઓના લગ્ન કરાવાયા હતા  

કોમી એકતાના દર્શન 
અંજાર  શહેરના ટાઉનહોલના વિશાળ મેદાનમાં ચાલી રહેલા લગ્ન માહોલમાં કચ્છની કોમી એકતાના દર્શન જોવા મળ્યા હતા. જ્યાં તમામ સમાજના લોકો આ વિરલ ઘટનાના સાક્ષી બનવા ઉમટી પડ્યા હતા.
કરિયાવર આપ્યું
સવારે લગ્ન ગીત અને રસમ સાથે વર કન્યા અને દુલ્હા દુલહન સાથે પરિજનો આનંદ ભાવ સાથે ઉજવણીમાં સામેલ થયા હતા. ત્યાર બાદ શુભ મુહૂર્તએ હિંદુ શાસ્ત્રોકત વિધિ સાથે લગ્ન સાથે મુસ્લિમ રીતિ મુજબ નિકાહ પઢાવવાની રસમ અદા કરવામાં આવી હતી. તમામ દિકરીઓને કરીયાવર સાથે જયશ્રી દે એ ઉપસ્થિત રહેલા અને તમામ રીતે સહયોગ આપનારને મોમેન્ટોથી સન્માનિત કરયા હતા. આ કન્યાદાનનો લાભ લેવાનો વિચાર વ્યકત કરતાની સાથે દોઢ મહિના સુધી મહેનત કરનાર તમામ નામી અનામી લોકોનો તેમણે આભાર માન્યો હતો.
સમાજમાં એકતા ભાઈચારો વધશે
ગુજરાત ફર્સ્ટ સાથે વાત કરતા જયશ્રી દે એ કહયું હતું કે કિન્નર સમાજની આ પ્રેરણાથી ચોકકસ નવા સંદેશ સાથે સમાજમા એકતા ભાઈચારો વધશે. તેમણે કહયુ કે હું ઘરે ઘરે ગઈ છું મેં જોયું છે દિકરીઓના લગ્નની ચિંતા માતા પિતાને હોય છે. દિકરીઓના સપના હોય છે. અમારા કિન્નરો પ્રત્યેની લાગણી ધિકકાર કે અન્ય નજર અનુભવી છે પણ આ કાર્ય થકી સપના પુરા કરી શકવાનો સંતોષ છે

અમારા પ્રત્યેનો દ્રષ્ટિકોણ ચોકકસથી બદલાશે
જયશ્રી દે સાથી એવા નિશા દે કિન્નરે્ ગુજરાત ફર્સ્ટને જણાવ્યું હતું કે અમે દરગાહ આવે તો ચુમી લઈએ ,  મંદિર આવે તો હાથ જોડી નમી લઈએ છીએ. અમે સર્વધર્મભાવમા  માનીએ છીએ. કિન્નરો પ્રત્યેની  લાગણીઓ જુદી જ નજર અમે અનુભવી પણ આજે આ કાર્ય થકી અમારા પ્રત્યેનો દ્રષ્ટિકોણ ચોકકસથી બદલાશે . 
આ પણ વાંચો--દેશમાં પ્રથમવાર સુરતમાં લેબગ્રોન ડાયમંડ મીટ યોજાશે, દેશ-વિદેશના ટોપ લેવલના બાયર્સ સુરત આવશે
ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે
ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) - જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ.
Tags :
AnjarGujaratFirstKinnarSamajMarriages
Next Article