બડગામના Waterhail વિસ્તારમાં એન્કાઉન્ટર, લશ્કરે ત્રણ આતંકવાદીઓને ઘેરી લીધા
જમ્મુ-કાશ્મીરમાં આતંકવાદીઓ વિરુદ્ધ સતત ઓપરેશન ચાલી રહ્યું છે. તાજેતરનો મામલો બડગામ જિલ્લાનો છે, અહીંના વોટરહેલ ગામમાં એન્કાઉન્ટર શરૂ થયું છે. આ એન્કાઉન્ટરમાં લશ્કરના 3 આતંકીઓ ઘેરાયા હોવાના સમાચાર છે. આતંકવાદી લતીફ રાથર ઘેરાયેલો હોવાની વાત પણ સામે આવી રહી છે. આતંકવાદી લતીફ જે રાહુલ ભટ અને અમરીન ભટ સહિત અનેક નાગરિકોની હત્યામાં સામેલ છે. ADGP કાશ્મીરે આ જાણકારી આપી છે. બડગામ પોલીસ, આàª
04:56 AM Aug 10, 2022 IST
|
Vipul Pandya
જમ્મુ-કાશ્મીરમાં આતંકવાદીઓ વિરુદ્ધ સતત ઓપરેશન ચાલી રહ્યું છે. તાજેતરનો મામલો બડગામ જિલ્લાનો છે, અહીંના વોટરહેલ ગામમાં એન્કાઉન્ટર શરૂ થયું છે. આ એન્કાઉન્ટરમાં લશ્કરના 3 આતંકીઓ ઘેરાયા હોવાના સમાચાર છે. આતંકવાદી લતીફ રાથર ઘેરાયેલો હોવાની વાત પણ સામે આવી રહી છે. આતંકવાદી લતીફ જે રાહુલ ભટ અને અમરીન ભટ સહિત અનેક નાગરિકોની હત્યામાં સામેલ છે.
ADGP કાશ્મીરે આ જાણકારી આપી છે. બડગામ પોલીસ, આર્મી અને CRPF આ આતંકીઓ વિરુદ્ધ સંયુક્ત રીતે અભિયાન ચલાવી રહ્યા છે. મે મહિનામાં કાશ્મીરી પંડિત રાહુલ ભટની હત્યામાં સામેલ લતીફ રાથર સહિત ત્રણ લશ્કર-એ-તૈયબાના આતંકવાદીઓને જમ્મુ અને કાશ્મીરના બડગામમાં સુરક્ષા દળો સાથે ચાલી રહેલા એન્કાઉન્ટરમાં ઘેરી લેવામાં આવ્યા છે. જણાવી દઇએ કે, રાહુલ ભટ સરકારી કર્મચારી હતા.
પોલીસ પ્રવક્તાએ બુધવારે સવારે જણાવ્યું હતું કે, આતંકવાદીઓની હાજરીની માહિતી મળ્યા બાદ સુરક્ષા દળોએ જિલ્લાના ખાનસાહિબ વિસ્તારમાં વોટરહોલમાં ઘેરાબંધી અને સર્ચ ઓપરેશન શરૂ કર્યું હતું. તેમણે કહ્યું કે, જ્યારે આતંકવાદીઓએ સુરક્ષા દળો પર ગોળીબાર શરૂ કર્યો ત્યારે સર્ચ ઓપરેશન એન્કાઉન્ટરમાં ફેરવાઈ ગયું. કાશ્મીરના એડિશનલ ડાયરેક્ટર જનરલ ઓફ પોલીસ (કાશ્મીર ડિવિઝન) વિજય કુમારે જણાવ્યું કે, વોન્ટેડ આતંકવાદી લતીફ રાથર સહિત લશ્કરના ત્રણ આતંકીઓને એન્કાઉન્ટરમાં ઘેરી લેવામાં આવ્યા છે. કુમારે ટ્વીટ કર્યું, 'આતંકવાદી લતીફ રાથર સહિત આતંકવાદી સંગઠન લશ્કર-એ-તૈયબાના ત્રણ આતંકવાદીઓને એન્કાઉન્ટરમાં ઘેરી લેવામાં આવ્યા છે. આતંકવાદી લતીફ રાહુલ ભટ અને અમરીન ભટ સહિત અનેક નાગરિકોની હત્યામાં સામેલ છે. એન્કાઉન્ટરમાં હજુ સુધી કોઈ જાનહાનિના અહેવાલ નથી.
ઉલ્લેખનીય છે કે, થોડા દિવસો પહેલા જમ્મુ-કાશ્મીરના પુલવામા જિલ્લામાં આતંકવાદીઓએ ગ્રેનેડ હુમલો કર્યો હતો. આ હુમલામાં એક પરપ્રાંતિય મજૂરનું મોત થયું હતું, જ્યારે અન્ય બે મજૂરો ઘાયલ થયા હતા. જમ્મુ-કાશ્મીર પોલીસે આ માહિતી આપી હતી. ઘાયલ મજૂરોને સારવાર માટે નજીકની હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. ગ્રેનેડ હુમલામાં માર્યા ગયેલા મજૂરની ઓળખ મોહમ્મદ મુમતાઝ તરીકે થઈ છે, જે બિહારના સકવા પરસાનો રહેવાસી છે. વળી, ઘાયલ થયેલા બંને મજૂરોની ઓળખ મોહમ્મદ આરીફ અને મોહમ્મદ મજબૂલ તરીકે થઈ છે, જેઓ બિહારના રામપુરના રહેવાસી છે.
Next Article