Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

અમદાવાદમાં 12મા ધોરણના વિદ્યાર્થીને ચાલુ પરીક્ષાએ આવ્યો હાર્ટ એટેક, સારવારમાં મોત

રાજ્યમાં આજથી ધોરણ 10 અને 12ની પરીક્ષાઓ શરુ થઇ છે. આ બંને ધોરણના આજે પહેલા જ પેપર હતા. તેવામાં આજે એક અણબનાવ બન્યો છે. આજે અમદાવાદમાં ચાલુ પરીક્ષા દરમિયાન એક વિદ્યાર્થીને હાર્ટ એટેક આવ્યો છે. શહેરના રખિયાલ વિસ્તારમાં આવેલી શેઠ સી. એલ. પટેલ હાઇસ્કૂલમાં એક વિદ્યાર્થીની ચાલુ પરીક્ષાએ તબિયત બગડી હતી. ત્યારબાદ તેને શારદાબેન હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યો હતો. જ્યાં સારવાર દરમàª
અમદાવાદમાં 12મા ધોરણના વિદ્યાર્થીને ચાલુ પરીક્ષાએ આવ્યો હાર્ટ એટેક  સારવારમાં મોત
રાજ્યમાં આજથી ધોરણ 10 અને 12ની પરીક્ષાઓ શરુ થઇ છે. આ બંને ધોરણના આજે પહેલા જ પેપર હતા. તેવામાં આજે એક અણબનાવ બન્યો છે. આજે અમદાવાદમાં ચાલુ પરીક્ષા દરમિયાન એક વિદ્યાર્થીને હાર્ટ એટેક આવ્યો છે. શહેરના રખિયાલ વિસ્તારમાં આવેલી શેઠ સી. એલ. પટેલ હાઇસ્કૂલમાં એક વિદ્યાર્થીની ચાલુ પરીક્ષાએ તબિયત બગડી હતી. ત્યારબાદ તેને શારદાબેન હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યો હતો. જ્યાં સારવાર દરમિયાન તેનું મોત થયું છે.
ધોરણ 12ના આ વિદ્યાર્થીનું નામ અમાન આરીફ શેખ છે. આ વિદ્યાર્થી ગોમતીપુરની એચ.જી.પટેલ હાઇસ્કૂલમાં અભ્યાસ કરતો હતો. જે રખિયાળની શાળામાં 12મા ધોરણનું એકાઉન્ટનું પેપર લખી રહ્યો હતો ત્યારે તેને હાર્ટ એટેક આવ્યો હતો. જ્યારે પરીક્ષા શરુ થઇ ત્યારે  તેને ઉલ્ટી થઇ હતી. જેના થોડા સમય બાદ તેને  છાતીમાં દુઃખાવો શરુ થયો અને પરસેવો પણ વળ્યો હતો. જેથી તેને તાત્કાલિક સારવાર માટે ખસેડવામાં આવ્યો હતો. 
શારદાબેન હોસ્પિટલની અંદર વિદ્યાર્થીને વેન્ટીલેટર પર રાખવામાં આવ્યો હતો. જે પ્રાથમિક માહિતિ સામે આવી છે તે પ્રમાણે બીપી વધી જવાના કારણે વિદ્યાર્થીને હાર્ટ એટેક આવ્યો હતો. જેનું ટૂંકી સારવાર બાદ મોત થયું છે. 

ઘટનાક્રમ
- વિદ્યાર્થીને પરીક્ષા શરુ થયા બાદ 4:30 કલાકે ઉલટી થઇ
- ઉલટી થયા બાદ વિદ્યાર્થી ફરી વખત પરીક્ષા આપવા બેઠો
- થોડીવાર બાદ વિદ્યાર્થીને પરસેવો થયો
- આચાર્યએ વિદ્યાર્થીની સ્થિતિ જોઇને 4:38 કલાકે 108ને ફોન કર્યો
- 4:45 કલાકે 108 પરીક્ષા કેન્દ્ર પર પહોંચી
- વિદ્યાર્થીની તપાસ કરતા તેનું બીપી હાઇ હતું
- ત્યારબાદ તેને શારદાબેન હોસ્પિટલમાં લઇ જવાયો
- વિદ્યાર્થીની તબિયત ગંભીર હોવાના કારણે વેન્ટીલેટર પર રખાયો
- સારવાર દરમિયાન મોત થયું
Advertisement
Tags :
Advertisement

.