Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

ચોંકાવનારો બનાવ, હોકી સ્ટીક વાગી જતા ખેલાડીએ અન્ય ખેલાડીનું પકડ્યું ગળું

કોમનવેલ્થ ગેમ્સમાં તમામ ખેલાડીઓ પોતાની પ્રતિભાને બતાવવા અને મેડલ જીતી દેશનું નામ રોશન કરવાની આશાએ આવતા હોય છે. પરંતુ ક્યારેક ખેલાડીઓ Competition માં ખેલ ભાવનાને પૂરી રીતે ભૂલી જતા હોય છે. જેનો તાજો દાખલો હોકીની મેચ દરમિયાન જોવા મળ્યો હતો. કોમનવેલ્થ ગેમ્સ-2022માં ગુરૂવારે ઈંગ્લેન્ડના બર્મિંગહામમાં રમાયેલી હોકી મેચ દરમિયાન એક વિચિત્ર સ્થિતિ સર્જાઈ જ્યારે બે ખેલાડીઓ એકબીજા સામે ભીડાઇ ગ
ચોંકાવનારો બનાવ  હોકી સ્ટીક વાગી જતા ખેલાડીએ અન્ય ખેલાડીનું પકડ્યું ગળું
કોમનવેલ્થ ગેમ્સમાં તમામ ખેલાડીઓ પોતાની પ્રતિભાને બતાવવા અને મેડલ જીતી દેશનું નામ રોશન કરવાની આશાએ આવતા હોય છે. પરંતુ ક્યારેક ખેલાડીઓ Competition માં ખેલ ભાવનાને પૂરી રીતે ભૂલી જતા હોય છે. જેનો તાજો દાખલો હોકીની મેચ દરમિયાન જોવા મળ્યો હતો. 
કોમનવેલ્થ ગેમ્સ-2022માં ગુરૂવારે ઈંગ્લેન્ડના બર્મિંગહામમાં રમાયેલી હોકી મેચ દરમિયાન એક વિચિત્ર સ્થિતિ સર્જાઈ જ્યારે બે ખેલાડીઓ એકબીજા સામે ભીડાઇ ગયા. મામલો એ હદે પહોંચી ગયો કે એક ખેલાડીએ બીજાની ગરદન પકડી લીધી. આખરે મેચ રેફરીને આગળ આવવું પડ્યું હતું. કેનેડા સામે ગોલ કરવા માટે ઈંગ્લેન્ડની ટીમ સતત આક્રમક રમત બતાવી રહી હતી. ત્યારબાદ ઈંગ્લેન્ડે 4-1ની સરસાઈ મેળવી હતી. આ દરમિયાન બલરાજ પાનેસરની હોકી સ્ટિક ગ્રિફિથના હાથ પર વાગી અને ફસાઈ ગઈ. આનાથી ગ્રિફિથ ગુસ્સે થઇ ગયો અને પાનેસરને ધક્કો માર્યો. જેના કારણે પાનેસર બેકાબૂ થઈ ગયો અને તેણે ઈંગ્લેન્ડના ખેલાડીની ગરદન પકડી લીધી. ત્યારબાદ બંનેએ એકબીજાના ટી-શર્ટ ખેંચવાનું શરૂ કર્યું. થોડા સમય માટે એવું લાગી રહ્યું હતું કે અહીં હોકી નહીં પણ WWEની મેચ ચાલી રહી છે.
Advertisement

જોકે, આ દરમિયાન બંને ટીમના ખેલાડીઓ અને મેચ રેફરી પણ પહોંચી ગયા હતા. મામલો વધે કે મારામારી થાય તે પહેલા જ તેમણે દરમિયાનગીરી કરી હતી. અહીં રેફરીએ ફાઇટની પહેલ કરવા બદલ પાનેસરને રેડ કાર્ડ બતાવીને મેદાનની બહાર ફેંકી દીધો હતો. જ્યારે ગ્રિફિથને યલો કાર્ડ બતાવીને ચેતવણી આપવામાં આવી હતી.
Tags :
Advertisement

.