Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

થોડીક ક્ષણોમાં શક્તિશાળી ગણાતું અમેરિકા હચમચી ઉઠ્યું હતું, જાણો શું થયું હતું

આજથી 21 વર્ષ પહેલા 11 સપ્ટેમ્બર 2001ના રોજ વિશ્વની સૌથી મોટી શક્તિ અમેરિકા આતંકવાદી હુમલા (Terrorist Attack)થી હચમચી ગયું હતું. આ કાળો દિવસ હજુ પણ લોકોના મગજમાં તાજો છે અને તે દિવસને યાદ કરીને મોટાભાગના લોકો ડરી જાય છે. 11 સપ્ટેમ્બર, 2001  (9/11 Attack) ના રોજ અમેરિકામાં જે બન્યું તે ભાગ્યે જ ભૂલી શકાય તેમ છે. આજના દિવસે દુનિયાએ લોહિયાળ આતંક અને ગભરાટનું સૌથી ભયાનક સ્વરૂપ જોયું હતું. એક જ ક્ષણમાં અનેક પરિવારો બà
થોડીક ક્ષણોમાં શક્તિશાળી ગણાતું અમેરિકા હચમચી ઉઠ્યું હતું  જાણો શું થયું હતું
આજથી 21 વર્ષ પહેલા 11 સપ્ટેમ્બર 2001ના રોજ વિશ્વની સૌથી મોટી શક્તિ અમેરિકા આતંકવાદી હુમલા (Terrorist Attack)થી હચમચી ગયું હતું. આ કાળો દિવસ હજુ પણ લોકોના મગજમાં તાજો છે અને તે દિવસને યાદ કરીને મોટાભાગના લોકો ડરી જાય છે. 11 સપ્ટેમ્બર, 2001  (9/11 Attack) ના રોજ અમેરિકામાં જે બન્યું તે ભાગ્યે જ ભૂલી શકાય તેમ છે. આજના દિવસે દુનિયાએ લોહિયાળ આતંક અને ગભરાટનું સૌથી ભયાનક સ્વરૂપ જોયું હતું. એક જ ક્ષણમાં અનેક પરિવારો બરબાદ થઈ ગયા હતા.
આતંકવાદી સંગઠન અલ-કાયદા (Al-Qaeda)એ 11 સપ્ટેમ્બર 2001ના રોજ બે હાઈજેક કરેલા વિમાનો દ્વારા વર્લ્ડ ટ્રેડ સેન્ટર (World Trade Centre) પર હવાઈ હુમલો કર્યો હતો અને તેનાથી ભારે વિનાથ સર્જાયો હતો.
વિશ્વનો સૌથી ખતરનાક આતંકવાદી હુમલો  11 સપ્ટેમ્બરે અમેરિકામાં થયો હતો. ન્યૂયોર્કનું ગૌરવ ગણાતું વર્લ્ડ ટ્રેડ સેન્ટર આતંકવાદીઓની ખતરનાક યોજનાથી ક્ષણભરમાં ધ્વસ્ત થઈ ગયું. અલ કાયદાના આતંકવાદી હુમલામાં સેંકડો નિર્દોષ અમેરિકન નાગરિકોએ જીવ ગુમાવ્યા. 
11 સપ્ટેમ્બર, 2001નો દિવસ માત્ર અમેરિકા માટે જ નહીં પરંતુ સમગ્ર વિશ્વ માટે ગભરાટ અને દહેશતથી ભરેલો હતો. વિસ્ફોટોથી વિશ્વનો સૌથી શક્તિશાળી દેશ હચમચી ઉઠ્યો હતો. આતંકવાદી સંગઠન અલ કાયદાએ 11 સપ્ટેમ્બર 2001ના રોજ વર્લ્ડ ટ્રેડ સેન્ટર પર બે વિમાનો દ્વારા હુમલો કરીને ગભરાટ ફેલાવ્યો હતો. સવારે લગભગ 8.30 વાગ્યાની આસપાસ અંદાજે 45 મિનિટમાં 110 માળની વર્લ્ડ ટ્રેડ સેન્ટરની બે ઇમારતો પત્તાના મહેલની જેમ ધરાશાઇ થઈ ગઈ હતી.
અલ કાયદાના આતંકવાદીઓએ 4 પેસેન્જર પ્લેન હાઇજેક કર્યા હતા. ચારમાંથી બે પ્લેન ન્યૂયોર્ક સિટીના વર્લ્ડ ટ્રેડ સેન્ટર સાથે અથડાયા હતા, જ્યારે ત્રીજું વિમાન પેન્ટાગોન પર અને ચોથું એક ખેતરમાં ક્રેશ થયું હતું. સવારે 8.46 કલાકે આતંકવાદીઓએ અમેરિકન પ્લેન નંબર 11ને વર્લ્ડ ટ્રેડ સેન્ટરના નોર્થ ટાવર સાથે અથડાવીને વિનાશ મચાવ્યો હતો. સવારે 9.03 કલાકે આતંકવાદીઓએ ફ્લાઈટ નંબર 175ને હાઈજેક કરીને વર્લ્ડ ટ્રેડ સેન્ટરના સાઉથ ટાવર સાથે ટકરાવી હતી, જેથી સમગ્ર અમેરિકા હચમચી ઉઠ્યું હતું. વર્લ્ડ ટ્રેડ સેન્ટર પર બે વિમાનો અથડાયા બાદ આતંકવાદીઓએ ત્રીજું પ્લેન યુએસ ડિપાર્ટમેન્ટ ઓફ ડિફેન્સના હેડક્વાર્ટર પેન્ટાગોન પર સવારે 10.03 વાગ્યે અથડાવ્યુ હતું.
આ આતંકવાદી હુમલામાં 2974 લોકોએ જીવ ગુમાવ્યા હતા. અમેરિકા સહિત વિવિધ 70 દેશોના નિર્દોષ નાગરિકો આતંકવાદીઓની લોહિયાળ હિંસાનો શિકાર બન્યા. આ આતંકવાદી હુમલામાં જીવ ગુમાવનારાઓમાં 343 ફાયર બ્રિગેડ અને 60 પોલીસ અધિકારીઓ સામેલ હતા. હુમલા સમયે WTC પરિસરમાં લગભગ 18,000 લોકો હાજર હતા. મોટાભાગના લોકોને ઝડપથી જગ્યામાંથી બહાર કાઢવામાં આવ્યા હતા. તે દિવસે ન્યુયોર્કમાં કુલ 2,753 લોકો મૃત્યુ પામ્યા હતા. આ ભયાનક ઘટનાને અંજામ આપનારા 19 આતંકવાદીઓ પણ માર્યા ગયા હતા.
અમેરિકામાં આતંકવાદી હુમલો કરીને આખી દુનિયાને ચોંકાવનારા આ આતંકવાદીઓ અલ-કાયદાના સભ્યો હતા. અલ કાયદાના નેતા ઓસામા બિન લાદેનના 19 હાઈજેકરોઓએ આ ભયાનક હુમલો કર્યો હતો, તેમાંથી 15 સાઉદી અરેબિયાના હતા. આ સિવાય બાકીના આતંકવાદીઓ યુએઈ, ઈજિપ્ત અને લેબનોનના રહેવાસી હતા. મીડિયા રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે આ 19 આતંકવાદીઓનો લીડર મોહમ્મદ અટ્ટા હતો, જે ઇજિપ્તનો  પાઇલટ પણ હતો. તે પણ અન્ય આતંકવાદીઓ સાથે માર્યો ગયો હતો.
તપાસમાં બહાર આવ્યું છે કે 9/11નો માસ્ટરમાઇન્ડ ખાલિદ શેખ મોહમ્મદ હતો, જે ઓસામા બિન લાદેનનો નજીકનો મિત્ર હતો. બાદમાં અમેરિકાએ એક ઓપરેશનમાં ઓસામા બિન લાદેનને મારી નાખ્યો હતો.
Advertisement
Tags :
Advertisement

.