Top Newsરાષ્ટ્રીય.એક્સક્લુઝીવઆંતરરાષ્ટ્રીય
ગુજરાત | વડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદસુરત
ધર્મ ભક્તિ.મનોરંજનબિઝનેસસ્પોર્ટ્સટેક & ઓટોઓલમ્પિક 2024લાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલ

૭૨ કલાકમાં ૮ પરિણીતાઓએ નોંધાવી ફરિયાદ, જાણો શું છે મામલો

બેટી બચાવો બેટી પઢાવોની વાત કરવામાં આવે છે પરંતુ  પરિણિત સ્ત્રીઓ સુરક્ષિત નથી તેવી ફરિયાદો સામે આવી રહી છે ત્યારે ભરૂચ મહિલા પોલીસ મથકમાં માત્ર ૭૨ કલાકના ટૂંકા ગાળામાં ૮ ફરિયાદ નોંધાઈ છે . જેમાં ૮ સાસરીયાઓના ૪૧ આરોપીઓ સામે શારીરિક માનસિક ત્રાસ તથા ઘરેલુ હિંસા અને દહેજ ધારા હેઠળ ગુનાઓ દાખલ કરવામાં આવ્યા છે.ભરૂચ મહિલા પોલીસ મથકમાં નોંધાયેલી ફરિયાદમાં ફરિયાદી નજરાના પટેલે સાસરિ
02:09 PM Jul 30, 2022 IST | Vipul Pandya
બેટી બચાવો બેટી પઢાવોની વાત કરવામાં આવે છે પરંતુ  પરિણિત સ્ત્રીઓ સુરક્ષિત નથી તેવી ફરિયાદો સામે આવી રહી છે ત્યારે ભરૂચ મહિલા પોલીસ મથકમાં માત્ર ૭૨ કલાકના ટૂંકા ગાળામાં ૮ ફરિયાદ નોંધાઈ છે . જેમાં ૮ સાસરીયાઓના ૪૧ આરોપીઓ સામે શારીરિક માનસિક ત્રાસ તથા ઘરેલુ હિંસા અને દહેજ ધારા હેઠળ ગુનાઓ દાખલ કરવામાં આવ્યા છે.

ભરૂચ મહિલા પોલીસ મથકમાં નોંધાયેલી ફરિયાદમાં ફરિયાદી નજરાના પટેલે સાસરિયાંઓ સામે દહેજ ધારા અને ઘરેલુ હિંસાની ફરિયાદ નોંધાવી છે જેમાં પોતાના પતિ જાહીદ દાઉદ પટેલ સહિત મોહસીના જુબેર પટેલ, જુબેર દાઉદ પટેલ, હમીદા દાઉદ પટેલ, જીયાઉલ દાઉદ પટેલ, રાબિયા જાવીદ પટેલ, જાવીદ દાઉદ પટેલ, તમામ રહે દાઉદી મંઝિલ સ્કૂલ સ્ટ્રીટ નંદેલાવનાઓએ ભેગા મળી ફરિયાદીને શારીરિક માનસિક ત્રાસ આપવા સાથે ગાળો ભાંડી વારંવાર ઝઘડા કરી દહેજની માંગણી કરતા હોવાના આક્ષેપ સાથે ભરૂચ મહિલા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી છે.

મહિલા પોલીસ મથકમાં નજરાના રસીદનાઓએ પોતાના સાસરિયાંઓ સામે ઘરેલુ હિંસાની ફરિયાદ નોંધાવી છે. જેમાં તેણીએ સાસરિયાંઓ સામે આક્ષેપ કર્યા છે કે પતિ રસીદ આદમ આકકુ, આદમ ઈબ્રાહીમ અકકુ, શરીફા આદમ અકકુ, રહીમા આદમ અકકુ, મુનાફ આદમ અકકુ, સાજીદ આદમ અકકુ, તમામ રહે મોટા ટંકારીયા અગર કોલોની ગોળી રોડ પાલેજ ભરૂચનાઓ સામે ફરિયાદીએ શારીરિક અને માનસિક ત્રાસ આપવા સાથે ઘરેલુ હિંસાની ફરિયાદ નોંધવામાં આવી છે

ભરૂચ મહિલા પોલીસ મથકમાં ફરહીન સલીમ મનસુરીએ પોતાના સાસરિયાંઓ સામે ઘરેલુ હિંસા અને દહેજ ધારા હેઠળ ફરિયાદ નોંધાવી છે જેમાં તેના પતિ સલીમ નુરમોહમ્મદ મન્સુરી, સહિત સાસરિયાઓમાં અફીજાબેન નુર મહંમદ વોરા, નૂર મહંમદ ઇબ્રાહીમ વોરા, સમીર નૂરમહંમદ વોરા, ઇમરાન સમીર વોરા, પરીન સલીમ મન્સુરીની, સલીમ નૂર મહંમદ મન્સુરી, સોહીના વસીમ વોરા, વસીમ યુનુસ વોરા તમામ રહે ફાટક પાસે નૂરાની કોલોની અબરાર સોસાયટી આણંદ સામે ફરિયાદ નોંધવામાં આવી છે જેમાં પરણીતાને શારીરિક માનસિક ત્રાસ આપી કાઢી મુકવામાં આવી હોવાના આક્ષેપો કરતા પોલીસે ફરિયાદની તપાસ હાથ ધરી છે

ભરૂચ મહિલા પોલીસ મથકમાં ફરિયાદી મનિષાબેન અમિતભાઈ દુબેએ પોતાના સાસરિયાંઓ સામે ફરિયાદ નોંધાવી છે જેમાં પતિ અમિત રાજેન્દ્ર દુબે, સહિત રમાબેન રાજેન્દ્રભાઈ દુબે પ્રશાંતભાઈ રાજેન્દ્રભાઈ દુબે,રંજનાબેન દેવેન્દ્રભાઈ શુક્લા, દેવેન્દ્રભાઈ શુક્લા, નાઓ સામે ફરિયાદ નોંધવામાં આવી છે જેમાં ઘરેલુ હિંસા તથા દહેજ ધારા હેઠળ ફરિયાદ કરવામાં આવી છે જેમાં ફરિયાદી જ્યારે ઘરમાં ઊંઘે છે ત્યારે પતિ એસી બંધ કરી દેતા હોય અને તેના સાસરીયાઓ તેને ત્રાસ આપતા હોય અને મારા મારી કરતા હોવાના આક્ષેપ કરતાં પોલીસે સાસરીયાઓ સામે ઘરેલુ હિંસા અને દહેજ ધારા હેઠળ ગુનો દાખલ કરી કાર્યવાહી આરંભે છે

ભરૂચ મહિલા પોલીસ મથકમાં શહેરીનબાનુ વસીમ પટેલે પોતાના સાસરિયાંઓ સામે ઘરેલુ હિંસા અને દહેજ ધારા હેઠળ ફરિયાદ નોંધાવી છે જેમાં ફરિયાદી એ પોતાના પતિ વસીમ નજીર ઉંમરજી પટેલ, નહેરુ નિશા નઝીર ઉમરજી પટેલ, નજીર ઉંમરજી પટેલ, સના સલીમ વોરા, મલીહા હબી પટેલ, તમામ રહે હજીરા ની પોળ કાલુપુર ટાવર પાસે અમદાવાદ સામે ફરિયાદ નોંધવામાં આવી છે જેમાં ફરિયાદીએ આક્ષેપ કર્યા છે કે પતિ સહિત સાસરીયાઓએ તેણીને માર મારી જપાજપી કરી કાઢી મૂકી હોય અને રાખવા તૈયાર ન હોવાના આક્ષેપ કરતા મહિલા પોલીસ એ ફરિયાદીની ફરિયાદના આધારે તપાસનો દોર લંબાવ્યો છે

મહિલા પોલીસ મથકમાં વધુ એક ઘરેલુ હિંસાની ફરિયાદ નોંધાય છે જેમાં ફરિયાદી સ્નેહલ કશ્યભાઈ મોદી ના હોય એ પોતાના સાસરીયાઓ સામે ફરિયાદ નોંધાવી છે જેમાં પતિ કશ્યપભાઈ હેમંતભાઈ મોદી તથા જયશ્રીબેન હેમંતભાઈ મોદીનાઓએ ફરિયાદીને ગાળો બોલી માનસિક ત્રાસ આપી. માર ઝુડ કરતાં હોવાના આક્ષેપ કરતા કામકાજ બાબતે મેણા ટોણા મારતા હોય અને પતિ તેને ત્રાસ ગુજરાત હોવાના આક્ષેપ કરતાં પોલીસે પતિ સહિત સાસુ સામે ફરિયાદ દાખલ કરી કાર્યવાહી આરંભી છે

ભરૂચ મહિલા પોલીસ મથકમાં સુલતાના હસન ખાન પઠાણનાઓએ પોતાના સાસરિયાઓ સામે ઘરેલુ હિંસા અને મારામારી તથા જાનથી મારી નાખવાની ધમકી અંગેની ફરિયાદ નોંધાવી છે જેમાં પતિ અલફેજખા ઈકબાલ ખાન પઠાણ, સહિત મુમતાઝબેન ઈકબાલખા વલ્લી પઠાણ, ઈકબાલ વલી પઠાણ તમામ રહે નવીનગરી ક્રિયા ગામ કરજણ નવો સામે પણ ફરિયાદીએ ગંભીર આક્ષેપ કર્યા છે ફરિયાદીને જા તું ચાલવા માંડ મારે તને રાખવી નથી સહિત સાસુએ પણ મારો છોકરો જુગાર બી રમશે બીજા બૈરા પણ કરશે તારે રહેવું હોય તો રે તેવી ધમકી સાથે શારીરિક અને માનસિક ત્રાસ આપતા આખરે ફરિયાદીએ સાસરિયાંઓ સામે ઘરેલુ હિંસાની ફરિયાદ નોંધાવી છે

ભરૂચ મહિલા પોલીસ મથકમાં રિઝવાના યાકુબ ઈસ્માઈલ નારબનનાઓએ પણ પોતાના સાસરિયાઓ સામે ફરિયાદ નોંધાવી છે જેમાં આક્ષેપ કરવામાં આવ્યા છે તે તેનો પતિ મિનહાજ હબીબ પટેલ, સહિત મુમતાઝ હબીબ પટેલ, ફરહીન હબીબ પટેલ, આફીયા હબીબ પટેલ તમામ રહે બસેરા કોમ્પ્લેક્સ આંગણ બંગ્લોઝ તાંદલજા વડોદરાનાઓ ઘરમાં રૂપિયા ગુમ થાય તો પણ ફરિયાદી ઉપર આક્ષેપ કરતાં હોય તેમજ ફરિયાદીને શારીરિક માનસિક ત્રાસ આપવા સાથે પિયરમાંથી રૂપિયા લઇ આવ એવી ધમકીઓ આપવા સાથે હેરાનગતિ કરી કાઢી મુકવામાં આવતા ફરિયાદી આખરે મહિલા પોલીસમાં ફરિયાદ નોંધાવી છે
Tags :
filedacomplaintGujaratFirstwomen
Next Article