Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

7 વર્ષમાં રાજયની 10 લાખ મહિલાઓએ 181 અભયમ્ હેલ્પલાઇનની મદદ મેળવી

રાજયમાં 2015થી 181 અભયમ્ મહિલા સુરક્ષા હેલ્પલાઇનને 976000 જેટલા મદદ માટેના ફોન કોલ મળ્યા હતા, જેમાં અભયમે્ 2 લાખ કરતા વધુ મુશ્કેલીમાં મુકાયેલી મહિલાઓને ત્વરીત મદદ પુરી પાડી હતી. 2021માં રાજયના અમદાવાદ, વડોદરા, રાજકોટ અને સુરત શહેરમાંથી 181 મહિલા સુરક્ષા હેલ્પલાઇનને 165964 ફોન કોલ મળ્યા હતા. અભયમ્ ની મદદ આંતરરાષ્ટ્રીય મહિલા દિવસની ઉજવણી થઇ રહી છે ત્યારે રાજયમાં મહિલાઓની સુરક્ષા અને મદદ માટે હંમ
7 વર્ષમાં રાજયની 10 લાખ મહિલાઓએ 181 અભયમ્ હેલ્પલાઇનની મદદ મેળવી
રાજયમાં 2015થી 181 અભયમ્ મહિલા સુરક્ષા હેલ્પલાઇનને 976000 જેટલા મદદ માટેના ફોન કોલ મળ્યા હતા, જેમાં અભયમે્ 2 લાખ કરતા વધુ મુશ્કેલીમાં મુકાયેલી મહિલાઓને ત્વરીત મદદ પુરી પાડી હતી. 2021માં રાજયના અમદાવાદ, વડોદરા, રાજકોટ અને સુરત શહેરમાંથી 181 મહિલા સુરક્ષા હેલ્પલાઇનને 165964 ફોન કોલ મળ્યા હતા. 
અભયમ્ ની મદદ 
આંતરરાષ્ટ્રીય મહિલા દિવસની ઉજવણી થઇ રહી છે ત્યારે રાજયમાં મહિલાઓની સુરક્ષા અને મદદ માટે હંમેશા કાર્યરત રહેલી 181 મહિલા સુરક્ષા હેલ્પલાઇન અભયમ્ ટીમે મહિલાઓને કરેલી મદદના આંકડા બહાર આવ્યા છે. છેલ્લા સાત વર્ષમાં  રાજયની 976000 મહિલાઓએ અભયમની વિવિધ મુદ્દા પર મદદ મેળવી હતી. 2021ના વર્ષની વાત કરીએ તો અમદાવાદમાંથી 269996 મહિલાઓએ, રાજકોટની 12877 મહિલાઓએ તથા સુરતની 11957 મહિલાઓ ઉપરાંત વડોદરાની 15041 મહિલાઓએ અભયમની મદદ માંગી હતી. 
મહિલાઓને લગતા મુદ્દા પર મદદ 
મહિલાઓની હેરાનગતી, મારપીટ, ઘરેલું હિંસા, જાતિય સતામણી , મિલકત સબંધી બાબતો , ફોન પર પજવણી, લગ્નેત્તર સબંધો સહિતના અનેક મુદ્દા પર ત્વરીત મદદ મળી રહે તે માટે 181 મહિલા સુરક્ષા હેલ્પલાઇન અભયમ્ ની  શરુઆત કરવામાં આવી હતી. 2021ના આંકડા મુજબ ઘરેલું હિંસાનો ભોગ બનેલી અમદાવાદની 12275 મહિલાઓ, રાજકોટની 6366 મહિલાઓ, સુરતની 5737 મહિલાઓ અને વડોદરાની 6631 મહિલાઓએ અભયમ્ ની મદદ મેળવી હતી, જયારે માનસિક, શારિરીક ત્રાસનો ભોગ બનેલી અમદાવાદની 3736 મહિલા, રાજકોટની 1747 મહિલા, સુરતની 1511 મહિલા અને વડોદરાની 1507 મહિલાઓએ મદદ માંગી હતી. લગ્નેત્તર સંબંધનો ભોગ બનેલી અમદાવાદની 1410 મહિલા, રાજકોટની 547 મહિલા, સુરતની 462 મહિલા અને વડોદરાની 495 મહિલાઓએ અભયમની મદદ માંગી હતી. જયારે રિલેશનશીપના મુદ્દા પર અમદાવાદની 623 મહિલાઓએ, રાજકોટની 248 મહિલા તથા સુરતની 284 મહિલા અને વડોદરાની 267 મહિલાઓએ અભયમને ફરિયાદ કરી હતી. ટેલીફોનીક પજવણીમાં અમદાવાદની 390, રાજકોટની 180, સુરતની 140 અને વડોદરાની 245 મહિલાઓએ ફરિયાદ કરી હતી. 

 એપ્લીકેશનમાં 132827 મહિલાઓએ રજીસ્ટ્રેશન કરાવ્યું 
181 અભયમ્ મહિલા હેલ્પલાઇન દ્વારા ફેબ્રુઆરી 2014થી 7 જાન્યુઆરી 2022 સુધીની કામગીરીની વિગતો આપતાં ચીફ ઓપરેટીંગ ઓફિસર જશવંત પ્રજાપતિએ જણાવ્યું કે, ટુંકા સમયગાળામાં જ  990323 કરતાં વધારે મહિલાઓએ  વિકટ પરિસ્થિતિમાં કાઉન્સિલિંગ, બચાવ, માર્ગદર્શન અને માહિતી મેળવવા માટે 181 હેલ્પ લાઇનની મદદ લીધી છે.  તાકીદની પરીસ્થિતિમાં ઘટના સ્થળ ઉપર અભયમ રેસક્યુવાન સાથે કાઉન્સિલર જઇને 203335 જેટલી મહિલાને કાઉન્સેલિંગ કરીને મદદ પુરી પાડી  હતી જયારે 126473   પીડિત મહિલાના કિસ્સામાં સ્થળ ઉપર જ સમસ્યાનું સમાધાન કરી કેસનો નિકાલ પણ કર્યો છે. વિવિધ જીલ્લાઓમાં 61443 જેટલી મહિલાઓને રેસક્યું કરીને પોલીસ સ્ટેશન, હોસ્પિટલ, નારીગૃહ, વૃદ્ધાશ્રમ, ફેમેલી કાઉન્સિલિંગ સેન્ટર, નારી અદાલત વગેરે જેવી સંસ્થાઓ સુધી પહોચાડી હતી. આ ઉપરાંત  ઇન્ટિગ્રેટેડ 181 અભયમ મોબાઈલ એપ્લિકેશન  પણ બનાવાઇ છે જેમાં 132827 મહિલાઓએ રજીસ્ટ્રેશન કરાવ્યું છે અને એપ્લીકેશન ડાઉનલોડ કરી છે.  મહિલાઓએ રજીસ્ટ્રેશન કરાવ્યું છે અને એપ્લીકેશન ડાઉનલોડ કરી છે. 
Advertisement
Tags :
Advertisement

.