2 વર્ષમાં રાજયમાં માત્ર 1278 બેરોજગારોને જ સરકારી નોકરી મળી !
એક તરફ સરકાર યુવાનોને રોજગારી આપવાની વાતો કરે છે અને તેના માટે વિવિધ યોજનાઓની જાહેરાતો કરે છે પણ ખુદ સરકારે વિધાનસભામાં સ્વીકાર્યું છે કે છેલ્લા બે વર્ષમાં માત્ર 1278 બેરોજગારોને સરકારી નોકરી મળી છે. કેટલાક ઔધ્યોગીક એકમો પણ સ્થાનિકોને નોકરી આપતા ના હોવાનો પણ ખુલાસો થયો છે. સૌથી વધુ બેરોજગારો વડોદરા જીલ્લામાં રાજયમાં છેલ્લા 2 વર્ષમાં માત્ર 1278 બેરોજગારોને સરકારી નોકરી મળી હોવાનો
એક તરફ સરકાર યુવાનોને રોજગારી આપવાની વાતો કરે છે અને તેના માટે વિવિધ યોજનાઓની જાહેરાતો કરે છે પણ ખુદ સરકારે વિધાનસભામાં સ્વીકાર્યું છે કે છેલ્લા બે વર્ષમાં માત્ર 1278 બેરોજગારોને સરકારી નોકરી મળી છે. કેટલાક ઔધ્યોગીક એકમો પણ સ્થાનિકોને નોકરી આપતા ના હોવાનો પણ ખુલાસો થયો છે.
સૌથી વધુ બેરોજગારો વડોદરા જીલ્લામાં
રાજયમાં છેલ્લા 2 વર્ષમાં માત્ર 1278 બેરોજગારોને સરકારી નોકરી મળી હોવાનો ચોંકાવનારો ખુલાસો થયો છે. રાજ્યમાં 3.46 લાખ શિક્ષિત બેરોજગાર નોંધાયા છે અને 17816 અર્ધ શિક્ષિત બેરોજગારો નોંધાયા છે. આ આંકડા જાહેર થતાં જ લાખો યુવાનોને નોકરી આપવાના રાજ્ય સરકારના દાવાઓ પોકળ સાબિત થયા હોવાનો કોંગ્રેસે આરોપ લગાવ્યો છે. રાજયમાં સૌથી વધુ બેરોજગારો વડોદરા જિલ્લામાં 26921 છે જયારે અમદાવાદ જિલ્લામાં 26628 અને આણંદ જીલ્લામાં 222515 તથા રાજકોટ જિલ્લામાં 18977 બેરોજગાર હોવાનો રાજ્ય સરકારે સ્વીકાર કર્યો છે. એ વાતનો પણ ખુલાસો થયો છે કે ભરૂચ, નર્મદા, તાપી સહિત 16 જિલ્લામાં એક પણ બેરોજગારને સરકારી નોકરી મળી નથી. કોંગ્રેસના ધારાસભ્યએ પુછેલા પ્રશ્નોમાં સરકારે આ લેખીત જવાબ આપ્યો હતો.
16 જીલ્લાના બેરોજગારોને સરકારી નોકરી ના મળી
કોંગ્રેસના ધારાસભ્યોએ કરેલ પ્રશ્નમાં સરકારે જવાબ આપ્યો હતો કે છેલ્લા બે વર્ષમાં રાજ્યમાં કુલ 364252 બેરોજગારો નોંધાયેલા છે, જેમાં 346436 શિક્ષીત બેરોજગાર અને 17816 અર્ધશિક્ષીત બેરોજગાર છે. બે વર્ષમાં ભરૂચ, નર્મદા, તાપી, સુરત, નવસારી, વલસાડ, મોરબી, ખેડા, દાહોદ, જૂનાગઢ, મહીસાગર, પંચમહાલ, વડોદરા, ડાંગ, કચ્છ અને ડાંગ એમ કુલ 16 જીલ્લાઓમાં એક પણ સરકારી નોકરી આપવામાં આવી નથી. 10 વર્ષીય ભરતી કેલેન્ડર મુજબ ભરતીના દાવાઓ પણ ખોટા સાબિત થયા હોવાનો આરોપ લગાવાયો છે.
34 એકમોએ સ્થાનિકોને નોકરી ના આપી
બીજી તરફ અમદાવાદ શહેર અને જિલ્લામાં આવેલા ઔધોગિક એકમોએ વર્ષે 2020 માં 1 લાખ 78 હજાર 7843 સ્થાનિકોને રોજગારી આપી હોવાનું પણ સરકારે જણાવ્યું છે જયારે 2021ના વર્ષમાં 1 લાખ 97 હજાર 301 સ્થાનિકોને રોજગારી આપાઈ. જોકે વર્ષ 2020માં 16 ઔધોગિક એકમો અને વર્ષે 2021 માં 18 ઔધોગિક એકમોએ સ્થાનિકોને રોજગારી આપવાનો નિયમ તોડયા છે. નિયમ ભંગ કરનાર ઔધોગિક એકમો સામે શ્રમ કૌશલ્ય અને રોજગાર વિભાગ દ્વારા પગલાં લેવાયા છે.
Advertisement