ખેલૈયાઓ માટે મહત્વના સમાચાર, આ વર્ષે થઇ શકે છે ગરબાનું આયોજન
કોરોનાવાયરસના કારણે છેલ્લા બે વર્ષથી નવરાત્રીમાં ગરબાનું આયોજન થયું નથી. ત્યારે આ વર્ષે કોરોનાના કેસમાં નોંધપાત્ર ઘટાડો થયો છે, જે જોતા લાગી રહ્યું છે કે, આ વર્ષે નવરાત્રિનું આયોજન થઇ શકે છે. જેના માટે મેટ્રો શહેરના આયોજકોએ તૈયારીઓ શરૂ કરી દીધી છે. નવરાત્રિ આવે તેના બે-ત્રણ મહિના પહેલા ખેલૈયાઓ તૈયારી કરતા હોય છે. છેલ્લા બે વર્ષથી કોરોનાના કારણે નવરાત્રિમાં ગરબાનું આયોજન થઇ શક્
કોરોનાવાયરસના કારણે છેલ્લા બે વર્ષથી નવરાત્રીમાં ગરબાનું આયોજન થયું નથી. ત્યારે આ વર્ષે કોરોનાના કેસમાં નોંધપાત્ર ઘટાડો થયો છે, જે જોતા લાગી રહ્યું છે કે, આ વર્ષે નવરાત્રિનું આયોજન થઇ શકે છે. જેના માટે મેટ્રો શહેરના આયોજકોએ તૈયારીઓ શરૂ કરી દીધી છે.
નવરાત્રિ આવે તેના બે-ત્રણ મહિના પહેલા ખેલૈયાઓ તૈયારી કરતા હોય છે. છેલ્લા બે વર્ષથી કોરોનાના કારણે નવરાત્રિમાં ગરબાનું આયોજન થઇ શક્યું નથી ત્યારે એવી ચર્ચાઓ તેજ બની છે કે આ વર્ષે કોરોનાના કેસમાં નોંધપાત્ર ઘટાડો થયો છે જેથી આ નવરાત્રિમાં ગરબાનું આયોજક દ્વારા આયોજન થવાની પૂરી સંભાવનાઓ છે. રાજ્યના મેટ્રો શહેર અમદાવાદ, સુરત, વડોદરા અને રાજકોટમાં ગરબાનું આયોજન કરવા આયોજકો તૈયારી કરી રહ્યા હોવાનું સૂત્રો જણાવી રહ્યા છે. મહત્વનું છે કે, છેલ્લા ઘણા દિવસોથી કોરોનાના કેસમાં ઉતાર-ચઢાવ જોવા મળી રહ્યો છે. ત્યારે ખાસ ખેલૈયાઓ અને ગરબાના આયોજકો તેવી આશા રાખશે કે કોરોનાના કેસમાં ઘટાડો થાય. જો નવરાત્રિ આવે તે પહેલા કોરોનાના કેસમાં વધારો થાય છે તો આયોજકો અને ખેલૈયાઓને ફરી તે જ સમય જોવો પડી શકે છે જે તેઓ છેલ્લા બે વર્ષથી જોતા આવ્યા છે. જોકે, આ એક સંભાવના છે, જે રીતે દેશમાં લોકોએ સાવચેતીના ભાગરૂપે કોરોનાની વેક્સિન લીધી છે તે જોતા કોરોનાના કેસમાં વધારો થવાની સંભાવાના ઘણી ઓછી છે.
ગત વર્ષે (2021)માં કોરોનાના કેસમાં વધારો જોવા મળ્યો હતો. ગત વર્ષે નવરાત્રિને લઈને સરકારે મોટો નિર્ણય લીધો હતો. નવરાત્રિમાં રાત્રિ કરફ્યૂમાં છૂટછાટ કરવાનો સરકારે નિર્ણય લીધો હતો. આ સાથે શેરી ગરબાને મંજૂરી આપવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો. સરકારના આ નિર્ણયને ગરબા રસીકોએ વધાવી લીધો હતો. જોકે, જે ખેલૈયાઓ પાર્ટી પ્લોટમાં ગરબા રમવા વધુ જતા હોય છે તેઓ થોડા નીરાશ થયા હતા પરંતુ પરિસ્થિતિને ધ્યાનમાં રાખી તેમણે પણ આ નિર્ણયને વધાવ્યો હતો.
ઉલ્લેખનીય છે કે, નવરાત્રિ એક હિંદુ ઉત્સવ છે જેમાં શક્તિની પૂજા અને ગરબા કરવામાં આવે છે. સંસ્કૃત અને ગુજરાતીમાં નવરાત્રિ - નવ એટલે 9 અને રાત્રિ એટલે કે રાતની રીતે તેનો શાબ્દિક અર્થ નવ રાતો તેવો થાય છે. આ નવ રાત અને દસ દિવસ દરમ્યાન શક્તિ/દેવીના નવ સ્વરૂપોની પૂજા કરવામાં આવે છે. ચૈત્રી પ્રતિપદાથી નોમ સુધી અથવા આસો માસની પ્રતિપદાથી નોમ સુધીના નવ દિવસ નોરતા. આ દિવસોએ હિંદુ લોકો નવ દુર્ગાનું વ્રત, ઘટસ્થાપન તથા પૂજન વગેરે કરે છે.
હિંદુઓ નવરાત્રને પહેલે દિવસે ઘટસ્થાપન કરે છે અને દેવીનું આવાહન તથા પૂજન કરે છે. આ પૂજન નવ દિવસ સુધી ચાલે છે. નવમે દિવસે ભગવતીનું વિસર્જન થાય છે. કેટલાક લોકો નવરાત્રમાં વ્રત પણ કરે છે. ઘટસ્થાપન કરનારા આઠમ કે નોમને દિવસે કુમારીભોજન પણ કરાવે છે. આ ભોજનમાં બેથી દસ વર્ષની ઉંમરની નવ કુમારિકાઓ હોય છે. આ કુમારિઓનાં કલ્પિત નામ પણ છે. જેમકે, કુમારિકા, ત્રિમૂર્તિ, કલ્યાણી, રોહિણી, કાલી, ચંડિકા, શાંભવી, દુર્ગા અને સુભદ્રા. નવરાત્રમાં નવ દુર્ગામાંથી નિત્ય ક્રમવાર એક-એક દુર્ગાનું દર્શન કરવાનું પણ વિધાન છે.
Advertisement