ગુજરાત | સુરતવડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદ
રાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયમનોરંજનસ્પોર્ટ્સધર્મ ભક્તિએક્સક્લુઝીવબિઝનેસટેક & ઓટોલાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલક્રાઈમઆઈપીએલ
Advertisement

રસોઇને વધુ સ્વાદિષ્ટ બનાવતી Tips, વધારશે ભોજનનો સ્વાદ

ઘીમાં થોડી ખાંડ ભેળવી દેવાથી લાંબા સમય સુધી ઘીનો રંગ અને સ્વાદ એવો જ જળવાઈ રહેશે.ભાત બનાવતી વખતે ચોખામાં એક ચમચી તેલ અને 1 ચમચી લીંબુનો રસ મિક્સ કરવાથી ભાતના દાણા છુટ્ટા અને સફેદ રહેશે.મરચાના ડબ્બામાં થોડી હીંગ નાખવાથી મરચા વધારે સમય સુધી તાજા રહેશે.કેળાને તાજા રાખવા એને એક ભીના કપડામાં બાંધી પ્લાસ્ટિકની થેલીમાં રાખો.લસણને હળવું ગરમ કર્યા પછી છોલશો તો સરળતાથી છાલ નીકળી જશે.આલુ àª
10:35 AM Apr 20, 2022 IST | Vipul Pandya
  • ઘીમાં થોડી ખાંડ ભેળવી દેવાથી લાંબા સમય સુધી ઘીનો રંગ અને સ્વાદ એવો જ જળવાઈ રહેશે.
  • ભાત બનાવતી વખતે ચોખામાં એક ચમચી તેલ અને 1 ચમચી લીંબુનો રસ મિક્સ કરવાથી ભાતના દાણા છુટ્ટા અને સફેદ રહેશે.
  • મરચાના ડબ્બામાં થોડી હીંગ નાખવાથી મરચા વધારે સમય સુધી તાજા રહેશે.
  • કેળાને તાજા રાખવા એને એક ભીના કપડામાં બાંધી પ્લાસ્ટિકની થેલીમાં રાખો.
  • લસણને હળવું ગરમ કર્યા પછી છોલશો તો સરળતાથી છાલ નીકળી જશે.
  • આલુ પરાંઠા બનાવતી વખતે બટાકાને મિકક્ષરમાં થોડી કસૂરી મેથી નાખીને અધકચરા ક્રશ કરી લો. અને પછી તેમાં મસાલો કરો. જો તમે આ પ્રોસેસથી આલુ પરોઠા બનાવશો તો તેનો સ્વાદ ડબલ થઇ જશે.
  •  દાળ બનાવતા સમયે તેમાં એક ચપટી હળદર અને બદામ તેલના ટીપા નાખવાથી દાળ જલ્દી ચઢી જાય છે અને સ્વાદ પણ સારો લાગે છે.
  • ઇડલીને મુલાયમ બનાવવા ચોખા પલાળતી વખતે 8-10 દાણા મેથીના નાખવા.
  • બિસ્કિટ કે સુકા નાસ્તા વગેરેના પેકેટને બંધ ડબ્બામાં અને કિચન કેબિનેટમાં રાખવાથી ઝીણા વંદા કે જીવડાં તેના પર નહીં ફરે .
  • કેળાંની વેફર ફટકડીના પાણીમાં પલાળીને તળવાથી સફેદ અને પોચી બનશે.
આ નાની વાતોને ઉપયોગમાં લો છો તો તમે રસોડામાં હાઇજિનનું ધ્યાન પણ સારી રીતે રાખી શકો છો. 
Tags :
cookingGujaratFirstkitchenTips
Next Article