Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

ગુજરાત વિધાનસભામાં ઈમ્પેક્ટ ફી બિલ સર્વાનુમતે પસાર, નક્કી ફી ચુકવી બાંધકામ નિયમિત થશે

ગુજરાત વિધાનસભાનું  આજે પહેલું સત્ર મળ્યું હતું જેમાં બિનઅધિકૃત બાંધકામોને નિયમિત કરવા માટેનું વિધેયક રજૂ કરાયું હતું. જેમાં મંત્રીશ્રી ઋષિકેશભાઈ પટેલ દ્વારા ઇમ્પેક્ટ ફી બિલ રજૂ કર્યું હતું. ગુજરાત વિધાનસભામાં રજુ થયેલું ‘ગુજરાત અનઅધિકૃત બાંઘકામ નિયમિત કરવા બાબત વિધેયક, 2022’ સર્વાનુમતે પસાર થયું હતું.નીચે પ્રમાણે ફી ચૂકવવી પડશે50 ચોરસ મીટર સુધીના બાંધકામ માટે રૂ. 3000 ચો.મી. દીઠ5
ગુજરાત વિધાનસભામાં ઈમ્પેક્ટ ફી બિલ સર્વાનુમતે પસાર  નક્કી ફી ચુકવી બાંધકામ નિયમિત થશે
ગુજરાત વિધાનસભાનું  આજે પહેલું સત્ર મળ્યું હતું જેમાં બિનઅધિકૃત બાંધકામોને નિયમિત કરવા માટેનું વિધેયક રજૂ કરાયું હતું. જેમાં મંત્રીશ્રી ઋષિકેશભાઈ પટેલ દ્વારા ઇમ્પેક્ટ ફી બિલ રજૂ કર્યું હતું. ગુજરાત વિધાનસભામાં રજુ થયેલું ‘ગુજરાત અનઅધિકૃત બાંઘકામ નિયમિત કરવા બાબત વિધેયક, 2022’ સર્વાનુમતે પસાર થયું હતું.

નીચે પ્રમાણે ફી ચૂકવવી પડશે
  • 50 ચોરસ મીટર સુધીના બાંધકામ માટે રૂ. 3000 ચો.મી. દીઠ
  • 50થી 100 ચો. મીટર સુધી રૂ. 6000 ચો.મી. દીઠ
  • 100થી 200 ચો.મી. માટે રૂ. 12000 ચો.મી. દીઠ
  • 200 ચો.મી. થી 300 ચો.મી. માટે રૂ. 18,000 ચો.મી. દીઠ 
  • 300 ચો.મી. વધુ 18,000 તથા વધારાના માટે રૂ.150 રૂપિયા દર ચોરસ મીટર ચુકવવા પડશે
  • રહેણાંક માટે પાર્કિંગ જગ્યા જંત્રીના 15% રહેણાંક સિવાયના હેતુ માટે જંત્રીના 30%
આ અંગે મંત્રીશ્રી ઋષિકેશભાઈ પટેલે જણાવ્યું હતું કે, રાજયની દરેક મહાનગરપાલિકાઓ, શહેરી વિકાસ સત્તામંડળો અને નગરપાલિકા વિસ્તારમાં તા. 01 ઓક્ટોબર 2022 પહેલા થયેલા અનઅધિકૃત બાંધકામો નિયમિત કરી શકાશે. વટહુકમની તારીખ 17 ઓક્ટોબર 2022થી ચાર માસમાં આ બાંધકામો નિયમિત કરવા મકાન  માલિક-કબજેદારોએ e-nagar પોર્ટલ પર અરજી કરવી પડશે ઉપરાંત માર્જિન, બીલ્‍ટઅપ, મકાનની ઊંચાઈ, ઉપયોગમાં ફેરફાર, કવર્ડ પ્રોજેક્શન, ફકત 50% માટે ફી લઈ પાર્કિગ, 50% કવરેજની મર્યાદાને આધીન અને માત્ર મળવા પાત્ર ઉપયોગ  કોમન પ્‍લોટ, સેનિટરી સુવિધા ફી લઈ નિયમબધ્‍ધ થશે.
મંત્રીએ કહ્યુ હતું કે, ગેરકાયદે બાંધકામો અને બી.યુ. પરવાનગી વગરના બાંધકામોને મોટા પાયા પર તોડી પાડવા કે ફેરફાર કરવાથી અસંખ્ય માણસો ઘરવિહોણા અને બેરોજગાર થવાની શક્યતા જોતા તથા કાયદો અને વ્યવસ્થા કથળવાની પણ શક્યતા હતી. તેમજ સામાન્ય માણસને મુશ્કેલી પડી શકે તેમ હોઇ જે ઇચ્છનિય નહી હોવાથી આ પ્રકારની સ્થિતિનું નિર્માણ થાય નહી તે માટે રાજય સરકાર માટે સમગ્ર રાજયના શહેરોમાં આવા અનઅધિકૃત મકાનો અને બાંધકામોને નિયમિત કરવા માટે યોગ્ય કાયદો ઘડી, કમ્પાઉન્ડીંગ ફી વસુલ કરી, આવા બાંધકામોને નિયમિત કરવા જરૂરી બન્યા હતા.
ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે
ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) - જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ.
Advertisement
Tags :
Advertisement

.