Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

IMAએ નાગરિકોને કોવિડ પ્રોટોકોલ પાલન કરવાની કરી અપીલ, આપ્યા આ સુચનો

જુદા જુદા દેશોમાં કોવિડના કેસોમાં અચાનક થયેલા વધારાને ધ્યાનમાં રાખીને, ઇન્ડિયન મેડિકલ એસોસિએશને ચેતવણી આપી છે અને લોકો માટે ગાઈડલાઇન્સ પણ જારી કરી છે. લોકોને તાત્કાલિક અસરથી COVID ગાઇડલાઇન્સ નું પાલન કરવા અપીલ કરવામાં આવી છે. USA, જાપાન, દક્ષિણ કોરિયા, ફ્રાન્સ અને બ્રાઝિલ જેવા મોટા દેશોમાંથી છેલ્લા 24 કલાકમાં લગભગ 5.37 લાખ નવા કેસ નોંધાયા છે. તો ભારતમાં છેલ્લા 24 કલાકમાં 145 નવા કેસ નોંધાયા
imaએ નાગરિકોને કોવિડ પ્રોટોકોલ પાલન કરવાની કરી અપીલ  આપ્યા આ સુચનો
જુદા જુદા દેશોમાં કોવિડના કેસોમાં અચાનક થયેલા વધારાને ધ્યાનમાં રાખીને, ઇન્ડિયન મેડિકલ એસોસિએશને ચેતવણી આપી છે અને લોકો માટે ગાઈડલાઇન્સ પણ જારી કરી છે. લોકોને તાત્કાલિક અસરથી COVID ગાઇડલાઇન્સ નું પાલન કરવા અપીલ કરવામાં આવી છે.
 USA, જાપાન, દક્ષિણ કોરિયા, ફ્રાન્સ અને બ્રાઝિલ જેવા મોટા દેશોમાંથી છેલ્લા 24 કલાકમાં લગભગ 5.37 લાખ નવા કેસ નોંધાયા છે. તો ભારતમાં છેલ્લા 24 કલાકમાં 145 નવા કેસ નોંધાયા છે જેમાંથી ચાર કેસ નવા ચાઇના વેરિઅન્ટ -BF.7 ના છે. 2021 માં જોવા મળેલી કટોકટીની પરિસ્થિતિ  દવાઓ, ઓક્સિજનનો પુરવઠો અને એમ્બ્યુલન્સ સેવાઓ ઉપલબ્ધ કરાવવા સંબંધિત મંત્રાલયો અને વિભાગોને પણ ima દ્વારા જાણ કરાઇ છે.
ઈન્ડિયન મેડિકલ એસોસિએશને તેની રાજ્ય અને સ્થાનિક શાખાઓને જરૂરી પગલાં લેવા માટે એડવાઈઝરી જારી કરી છે. સાથે જ કહ્યું છે કે હાલમાં, પરિસ્થિતિ ચિંતાજનક નથી અને તેથી ગભરાવાની જરૂર નથી. જોકે સાવચેતી જરૂરી બને છે.
ઇન્ડિયન મેડિકલ એસોસિએશન દ્વારા જારી કરવામાં આવેલી ગાઈડલાઇન્સ
1. તમામ જાહેર સ્થળોએ ફેસ માસ્કનો ઉપયોગ કરવાનો છે.
2. સામાજિક અંતર જાળવવાનું છે.
3. સાબુ અને પાણી અથવા સેનિટાઈઝર વડે નિયમિત હાથ ધોવા.
4. લગ્ન, રાજકીય કે સામાજિક સભાઓ વગેરે જેવા જાહેર મેળાવડા ટાળવા.
5. આંતરરાષ્ટ્રીય પ્રવાસ ટાળો.
6. તાવ, ગળામાં દુખાવો, ઉધરસ, છૂટક ગતિ વગેરે જેવા કોઈપણ લક્ષણોના કિસ્સામાં ડૉક્ટરની સલાહ લો.
7. વહેલી તકે સાવચેતીના ડોઝ સહિત તમારું COVID રસીકરણ મેળવો.
8. સમયાંતરે જારી કરાયેલી સરકારી સલાહનું પાલન કરો.
ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે
ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) - જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ.
Advertisement
Tags :
Advertisement

.