Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

બંધારણ બચાવવું હોય તો PM મોદીની હત્યા કરવા તત્પર રહો... : કોંગ્રેસ નેતા

વડાપ્રધાન મોદી ઘણીવાર જાહેર મંચ પરથી બોલી ચુક્યા છે કે તેમના માટે ઘણા લોકો અપશબ્દોનું ઉચ્ચારણ કરે છે. તેમની આ વાતમાં કેટલી સચ્ચાઈ છે તે તાજેતરમાં કોંગ્રેસના નેતાના એક ભાષણ પરથી સ્પષ્ટ રીતે સમજી શકાય છે. જીહા, તાજેતરમાં મળી રહેલી માહિતી અનુસાર, મધ્યપ્રદેશમાં એક નિવેદન બાદ રાજ્યનું રાજકારણ ગરમાયું છે. અહીં કોંગ્રેસ નેતા રાજા પટેરિયાએ વડાપ્રધાન નરેન્દ્ર મોદીની હત્યાને લઈને એક સà
બંધારણ બચાવવું હોય તો pm મોદીની હત્યા કરવા તત્પર રહો      કોંગ્રેસ નેતા
વડાપ્રધાન મોદી ઘણીવાર જાહેર મંચ પરથી બોલી ચુક્યા છે કે તેમના માટે ઘણા લોકો અપશબ્દોનું ઉચ્ચારણ કરે છે. તેમની આ વાતમાં કેટલી સચ્ચાઈ છે તે તાજેતરમાં કોંગ્રેસના નેતાના એક ભાષણ પરથી સ્પષ્ટ રીતે સમજી શકાય છે. જીહા, તાજેતરમાં મળી રહેલી માહિતી અનુસાર, મધ્યપ્રદેશમાં એક નિવેદન બાદ રાજ્યનું રાજકારણ ગરમાયું છે. અહીં કોંગ્રેસ નેતા રાજા પટેરિયાએ વડાપ્રધાન નરેન્દ્ર મોદીની હત્યાને લઈને એક સભામાં નિવેદન આપ્યું છે. દેશના કરોડો લોકોના ચહિતા નેતા એવા વડાપ્રધાન મોદી વિશે જાહેરમાં આ પ્રકારના શબ્દોનું ઉચ્ચારણ કરી હવે આ નેતા ફસાઇ ગયા છે. આ નિવેદન બાદ તેમની સામે કેસ દાખલ કરવાની તૈયારી ચાલી રહી છે. આનો એક વીડિયો સામે આવ્યો છે. મામલો ઉગ્ર બન્યા બાદ પટેરિયાએ કહ્યું છે કે હું ગાંધીના માર્ગ પર ચાલનાર વ્યક્તિ છું. મારા નિવેદનને ખોટી રીતે રજુ કરવામાં આવ્યું છે. 
કોંગ્રેસ નેતાનું વિવાદિત નિવેદન
દેશમાં જ્યાં એક તરફ વડાપ્રધાન નરેન્દ્ર મોદીના માર્ગદર્શન હેઠળ પાર્ટીએ ગુજરાતમાં રેકોર્ડબ્રેક જીત હાંસલ કરી, તો બીજી તરફ કોંગ્રેસના નેતાઓ વડાપ્રધાનને મારવાની વાતો કરી રહ્યા છે. પૂર્વ મંત્રી રાજા પટેરિયાનું એક નિવેદન વાયરલ થયું છે. પટેરિયાએ મધ્યપ્રદેશના પન્નામાં 'વડાપ્રધાનને મારી નાખવા'ની વાત કરી છે. આમ કહીને તેઓ દેશના નિશાના પર આવી ગયા છે. જોકે, આ મામલે વિવાદ વધતાં રાજા પટેરિયાએ સ્પષ્ટતા કરી હતી કે તેમણે હત્યાની વાત નથી કરી, પરંતુ આગામી ચૂંટણીમાં મોદીને હરાવવાની વાત કરી છે. વળી તેમણે તે પણ કહ્યું કે, પ્રવાહમાં આવું થઇ ગયું છે. મધ્યપ્રદેશના ગૃહમંત્રી નરોત્તમ મિશ્રાએ પોલીસને આ મામલે તેમની સામે FIR નોંધવાની સૂચના આપી છે. 
જાણો શું નિવેદન આપ્યું
રાજા પટેરિયા રવિવારે પન્નામાં કોંગ્રેસના એક કાર્યક્રમમાં કાર્યકરો સાથે વાત કરી રહ્યા હતા. વાયરલ વીડિયો અનુસાર, આમાં તે કહી રહ્યા છે કે 'મોદી ચૂંટણી ખતમ કરશે'. મોદી ધર્મ, જાતિ, ભાષાના આધારે ભાગલા પાડશે. દલિતો, આદિવાસીઓ અને લઘુમતીઓનું જીવન ભારે જોખમમાં છે. બંધારણ બચાવવું હોય તો મોદીની હત્યા કરવા માટે તૈયાર રહો, હત્યા એટલે કે હરાવવાનું કામ કરો. આ મામલે ગૃહમંત્રી નરોત્તમ મિશ્રાએ કહ્યું કે તેમણે આદરણીય પટેરિયાના નિવેદનો સાંભળ્યા.
FIR નોંધવા માટેની સૂચનાઓ
તેનાથી સ્પષ્ટ થાય છે કે, આ મહાત્મા ગાંધીની કોંગ્રેસ નથી. આ ઇટાલીની કોંગ્રેસ છે. ઇટાલીની માનસિકતા મુસોલિનીની જ રહે છે. જે રીતે સ્વરા ભાસ્કર, કન્હૈયા કુમાર, સુશાંત જી તેમની (રાહુલ ગાંધીની) યાત્રામાં ચાલી રહ્યા છે. આનાથી એ પણ સ્પષ્ટ છે કે, માનનીય વડાપ્રધાન સામે આ ખૂબ જ વાંધાજનક નિવેદન, જે માનનીય પટેરિયા દ્વારા કરવામાં આવેલું છે, હું તાત્કાલિક એસપીને FIR દાખલ કરવા માટે સૂચના આપી રહ્યો છું. 
આ વીડિયોને ટ્વિટર પર શેર કરતા ભાજપના પ્રદેશ અધ્યક્ષ વીડી શર્માએ લખ્યું છે કે, પૂર્વ મંત્રી રાજા પટેરિયાએ જનતા અને કોંગ્રેસના કાર્યકરોને વડાપ્રધાન નરેન્દ્ર મોદીને મારવા માટે ઉશ્કેર્યા હતા. આ ખૂબ જ ગંભીર અને નિંદનીય છે. તાજેતરમાં મધ્યપ્રદેશથી નીકળેલી રાહુલ ગાંધીની 'ભારત જોડો યાત્રા'માં આ ષડયંત્રની કોઈ તૈયારી હતી? આની તપાસ થવી જોઈએ. આવતા વર્ષે મધ્યપ્રદેશમાં વિધાનસભાની ચૂંટણી યોજાવાની છે. તે પહેલા કોંગ્રેસ પાર્ટી ભારત જોડો યાત્રા દ્વારા લોકોને પોતાની સાથે લઈ જવાનો પ્રયાસ કરી રહી છે. વડાપ્રધાન વિરુદ્ધના આવા નિવેદનો બાદ કોંગ્રેસ પણ સ્પષ્ટીકરણ આપવામાં વ્યસ્ત છે.

ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે
ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) - જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ.
Advertisement
Tags :
Advertisement

.