Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

હનુમાન ચાલીસાનો પાઠ કરવો હોય તો ઘરે આવો, જો દાદાગીરી કરી તો... : ઉદ્ધવ ઠાકરે

મહારાષ્ટ્રમાં લાઉડસ્પીકર બાદ હવે હનુમાન ચાલીસાને લઇને વિવાદ શરુ થયો છે. આ વિવાદ અંતર્ગત જ અમરાવતીથી અપક્ષ સાંસદ નવનીત રાણા તથા તેમના પતિ ધારાસભ્ય રવિ રાણાની ધરપકડ કરવામાં આવી છે. તો બીજી તરફ ભાજપ દ્વારા પણ આ અંગે ઉગ્ર વલણ અપનાવવામાં આવ્યું છે. આ બધા વચ્ચે હવે મહારાષ્ટ્રના મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરેનું આ મામલે નિવેદન સામે આવ્યું છે. ઉદ્ધવ ઠાકરે એ પણ આ અંગે ચેતવણીના સ્વરમાં વાત કરી àª
હનુમાન ચાલીસાનો પાઠ કરવો હોય તો ઘરે આવો  જો દાદાગીરી કરી તો      ઉદ્ધવ ઠાકરે
મહારાષ્ટ્રમાં લાઉડસ્પીકર બાદ હવે હનુમાન ચાલીસાને લઇને વિવાદ શરુ થયો છે. આ વિવાદ અંતર્ગત જ અમરાવતીથી અપક્ષ સાંસદ નવનીત રાણા તથા તેમના પતિ ધારાસભ્ય રવિ રાણાની ધરપકડ કરવામાં આવી છે. તો બીજી તરફ ભાજપ દ્વારા પણ આ અંગે ઉગ્ર વલણ અપનાવવામાં આવ્યું છે. આ બધા વચ્ચે હવે મહારાષ્ટ્રના મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરેનું આ મામલે નિવેદન સામે આવ્યું છે. ઉદ્ધવ ઠાકરે એ પણ આ અંગે ચેતવણીના સ્વરમાં વાત કરી છે.
શિવસેના નેતા અને મુખ્યમંત્રીએ કહ્યું કે જો તમારે હનુમાન ચાલીસા બોલવી હોય તો ઘરે આવીને વાંચો. તેની એક રીત છે, પરંતુ દાદાગીરી કરીને નહીં. જો તમે દાદાગીરી કરશો તો દાદાગીરી કેવી રીતે તોડવી તે બાલાસાહેબે અમને શીખવ્યું છે. તેમણે કહ્યું કે અમે હિન્દુત્વ નહીં, પરંતુ ગદાધારી હિન્દુત્વનું પાલન કરીએ છીએ. હું ટૂંક સમયમાં એક રેલી કરીશ, જ્યાં દરેકની ખબર લેવામાં આવશે. આ નબળા હિન્દુત્વવાદીઓ આવ્યા છે. આ નકલી નવા હિન્દુત્વવાદીઓ છે. તેમની વચ્ચે હરીફાઈ ચાલી રહી છે કે બીજાનો શર્ટ મારા કરતાં વધારે ભગવો કેવી રીતે? કેટલાક લોકોના પેટમાં એસિડિટી થઇ છે. તેમની પાસે કોઈ કામ નથી. વગર કામે ઢોલ વગાડવો તેમનું કામ છે. હું તેમને મહત્વ નથી આપતો.
ઉલ્લેખનીય છે કે અપક્ષ સાંસદ નવનીત રાણા અને તેમના પતિ રવિ રાણાએ શુક્રવારે ઉદ્ધવ ઠાકરેના ઘર 'માતોશ્રી'ની બહાર હનુમાન ચાલીસા વાંચવાની જાહેરાત કરી હતી. રાણા દંપતીની આ જાહેરાત બાદ સવારથી જ તેમના ઘરની બહાર શિવસૈનિકો મોટી સંખ્યામાં એકઠા થયા હતા. શિવસૈનિકોએ રાણા દંપતી પર ધાર્મિક ભાવનાઓને ઠેસ પહોંચાડવાનો આરોપ લગાવ્યો હતો. પોલીસમાં નોંધાવેલી ફરિયાદમાં શિવસૈનિકોએ કહ્યું કે માતોશ્રી તેમના માટે મંદિર સમાન છે. રાણા દંપતીએ તેમની ભાવનાઓને ઠેસ પહોંચાડી છે.
રાણા દંપતીને હાઈકોર્ટમાંથી કોઈ રાહત નથી
આ કેસમાં ધરપકડ કરાયેલા અમરાવતીના સાંસદ નવનીત રાણાને બોમ્બે હાઈકોર્ટમાંથી પણ રાહત મળી નથી. તેમની સામે એફઆઈઆર રદ્દ કરવાની અરજીને ફગાવીને હાઈકોર્ટે તેમને ઠપકો પણ આપ્યો હતો. કોર્ટે કહ્યું કે જે લોકો જાહેર જીવનમાં છે તેમની જવાબદારી વધુ હોય છે. તો સામે પક્ષે નવનીત રાણાના વકીલે હવે સુપ્રીમ કોર્ટમાં જવાની વાત કરી છે.
ભાજપનું પ્રતિનિધિમંડળ દિલ્હી પહોંચ્યું
આ વિવાદને લઈને ભાજપનું પ્રતિનિધિમંડળ સોમવારે દિલ્હી પહોંચ્યું હતું. કિરીટ સોમૈયા પણ ભાજપના આ સંમેલનમાં સામેલ હતા. પ્રતિનિધિમંડળ ગૃહ સચિવને મળ્યું છે. ઉલ્લેખનીય છે કે કિરીટ સોમૈયા પર ખાર પોલીસ સ્ટેશનમાં હુમલો કરવામાં આવ્યો હતો. આ અંગે ભાજપ દ્વારા પ્રશ્ન ઉઠાવવામાં આવ્યો હતો. દિલ્હી પહોંચ્યા બાદ ભાજપ નેતા કિરીટ સોમૈયાએ કહ્યું કે મુંબઈ પોલીસ કમિશનરના કહેવાથીર મારી વિરુદ્ધ FIR નોંધવામાં આવી છે. તેમણે કહ્યું કે શિવસેનાના પ્રવક્તા ધમકીઓ આપે છે.
Advertisement
Tags :
Advertisement

.