Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

શું તમે મોંની દુર્ગંધથી છૂટકારો મેળવા માંગો છે, તો આ રહ્યાં ઘરેલુ ઉપાય

ઘણાં લોકોના મોંમાંથી વિચિત્ર ગંધ આવચતી હોય છે. શ્વાસની દુર્ગંધનું મુખ્ય કારણ બેક્ટેરિયા છે, જે દાંતની વચ્ચે વધે છે. જો શ્વાસની દુર્ગંધની સમસ્યા પર સમયસર ધ્યાન આપવામાં ન આવે તો આ સમસ્યા પાયોરિયામાં પરિણમે છે.  જાણો તેનાથી કેવી રીતે બચી શકાય.જો રોજ બ્રશ કર્યા પછી પણ તમારા મોંમાંથી દુર્ગંધ આવતી હોય, જે ક્યારેક તમારા માટે બીજાની સામે વાત કરવામાં શરમનું કારણ બની જાય છે, ઘણાં ખાધ્ પદારà
શું તમે મોંની દુર્ગંધથી છૂટકારો મેળવા માંગો છે  તો આ રહ્યાં ઘરેલુ ઉપાય
ઘણાં લોકોના મોંમાંથી વિચિત્ર ગંધ આવચતી હોય છે. શ્વાસની દુર્ગંધનું મુખ્ય કારણ બેક્ટેરિયા છે, જે દાંતની વચ્ચે વધે છે. જો શ્વાસની દુર્ગંધની સમસ્યા પર સમયસર ધ્યાન આપવામાં ન આવે તો આ સમસ્યા પાયોરિયામાં પરિણમે છે.  જાણો તેનાથી કેવી રીતે બચી શકાય.
જો રોજ બ્રશ કર્યા પછી પણ તમારા મોંમાંથી દુર્ગંધ આવતી હોય, જે ક્યારેક તમારા માટે બીજાની સામે વાત કરવામાં શરમનું કારણ બની જાય છે, ઘણાં ખાધ્ પદાર્થો ખાવાથી પણ મોંમાંથી ખરાબ વાસ આવતી હોય છે. જેમાં કાચી ડુંગળી,મૂળા ખાવાનું લોકો ટાળતા હોય છો. આવી સ્થિતિમાં જો તમે પણ આ સમસ્યાથી પરેશાન છો તો કેટલાક ઘરેલું ઉપાય અપનાવીને તમે મોઢાની દુર્ગંધથી છુટકારો મેળવી શકો છો ભારતીય ઘરોમાં જમ્યા પછી ખોરાકની દુર્ગંધને રોકવા તેમજ ખોરાક સુપાચ્ય રીતે પચાવવા માટે માઉથ ફ્રેશનર તરીકે વિવિધ મુખવાસ કે પાન ખાવાની પરંપરા પણ છે.તો ટેન્શન છોડીને આ ઘરેલું ઉપાયોને અપનાવો, શ્વાસની દુર્ગંધનું મુખ્ય કારણ બેક્ટેરિયા છે, જે દાંતની વચ્ચે વધે છે. જો સમયસર શ્વાસની દુર્ગંધની સમસ્યા પર ધ્યાન આપવામાં ન આવે તો આ સમસ્યાથી પાયોરિયા રોગ થવાની સંભાવના વધી જાય છે.    
આ ઘરગથ્થુ નુસખા મોઢાની દુર્ગંધથી છુટકારો અપાવશે

તજ
તજ માત્ર ખોરાક માટે સ્વાદ વર્ધક નથી, પરંતુ તે સ્વાસ્થ્ય માટે પણ ઘણી રીતે ફાયદાકારક છે. તજમાં રહેલું સિનામિક એલ્ડીહાઈડ નામનું તત્વ શ્વાસની દુર્ગંધ દૂર કરવામાં મદદ કરે છે. આ માટે તમે તજની ચા અથવા તજના પાવડરના પાણીથી ગાર્ગલ કરી શકો છો.

વરીયાળી
વરિયાળીમાં રહેલા એન્ટીબેક્ટેરિયલ ગુણો શ્વાસની દુર્ગંધ દૂર કરવામાં મદદ કરે છે. આ માટે તમે દિવસમાં 3-4 વખત વરિયાળી ખાઇ શકો છો. તે મોઢામાં ચાવવાથી દુર્ગંધથી છુટકારો મેળવવામાં મદદરૂપ થઈ શકે છે.
માઉથવોશ
આજકાલ બજારમાં ઘણા પ્રકારના માઉથવોશ ઉપલબ્ધ છે જે શ્વાસની દુર્ગંધથી છુટકારો મેળવવામાં મદદ કરી શકે છે. પરંતુ રોજ માઉથવોશનો ઉપયોગ કરશો નહીં. તેમાં રહેલ ક્લોરહેક્સિડિનનો લાંબા સમય સુધી ઉપયોગ દાંતને નુકસાન પહોંચાડી શકે છે.

આ ઉપાયો પણ ખૂબ અસરકારક છે-
દાડમની છાલને પાણીમાં ઉકાળીને આ પાણીથી ગાર્ગલ કરવાથી મોંની દુર્ગંધ દૂર થાય છે.
 સવારમાં થોડી હળદળ, મીઠું અને લીંબુનો રસથી બ્રશ કરવામાં આવે તો મોંમાં તાજગી રહે છે.
લીંબુના રસ હળદળ અને મીઠાંના પાણીના ગાર્ગલ કરવાથી પણ મોંંઢામાં તાજગી આવે છે.
સૂકી કોથમીર કે એલચી પણ માઉથ ફ્રેશનર તરીકે કામ કરે છે. તેને ચાવવાથી શ્વાસની દુર્ગંધ દૂર થાય છે.
તુલસીના પાન ખાવાથી મોઢાની દુર્ગંધ દૂર થાય છે.
ફુદીનાના પાનનો ઉપયોગ મોંની દુર્ગંધને દૂર કરવામાં પણ મદદ કરે છે.
દરરોજ સરસવના તેલમાં એક ચપટી મીઠું ભેળવીને પેઢાની માલિશ કરવાથી પેઢા સ્વસ્થ રહે છે અને મોંની દુર્ગંધ દૂર કરવામાં મદદ મળે છે.
લવિંગને મોંમાં રાખીને ચૂસવાથી દુર્ગંધ ઓછી થાય છે અને દાંતના દુખાવામાં પણ આરામ મળે છે.
Advertisement
Tags :
Advertisement

.