Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

તિરંગાને જ્યાં ત્યા ફેંક્યો તો જવું પડી શકે છે જેલ, જાણો શું છે કાયદો

ભારતની આઝાદીને 75 વર્ષ પુર્ણ થઈ ચુક્યાં છે. આ અવસરે સમગ્ર દેશમાં આઝાદીનો અમૃત મહોત્સવ (Amrit Mahotsav) મનાવવામાં આવી રહ્યો છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીની (Narendra Modi) અપીલ પર 13 ઓગસ્ટથી દેશભરમાં હર ઘર તિરંગા (Har Ghar Triranga) અભિયાન ચાલ્યું, પરંતુ તિરંગો ધ્વજ લહેરાવવાની સાચી પદ્ધતિ અને તેમાં ભૂલ માટેની સજાની પણ જોગવાઈ છે.તિરંગો લહેરાવવાની સાચી રીત અને તેના અપમાન પર સજાનો ઉલ્લેખ મળે છે ફ્લેગ કોડ ઓફ ઈન્ડિયા 2022à
તિરંગાને જ્યાં ત્યા ફેંક્યો તો જવું પડી શકે છે જેલ  જાણો શું છે કાયદો
ભારતની આઝાદીને 75 વર્ષ પુર્ણ થઈ ચુક્યાં છે. આ અવસરે સમગ્ર દેશમાં આઝાદીનો અમૃત મહોત્સવ (Amrit Mahotsav) મનાવવામાં આવી રહ્યો છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીની (Narendra Modi) અપીલ પર 13 ઓગસ્ટથી દેશભરમાં હર ઘર તિરંગા (Har Ghar Triranga) અભિયાન ચાલ્યું, પરંતુ તિરંગો ધ્વજ લહેરાવવાની સાચી પદ્ધતિ અને તેમાં ભૂલ માટેની સજાની પણ જોગવાઈ છે.
તિરંગો લહેરાવવાની સાચી રીત અને તેના અપમાન પર સજાનો ઉલ્લેખ મળે છે ફ્લેગ કોડ ઓફ ઈન્ડિયા 2022માં, તેના અપમાન સાથે જોડાયેલી કાર્યવાહી પ્રિવેંશન ઓફ ઈંસલ્ટ્સ ટૂ નેશનલ ઓનર એક્ટ 1971 મુજબ કરવામાં આવે છે. 26 જાન્યુઆરી 2002ના ફ્લેગ કોડના નિયમ 2.2 પ્રમાણે કોઈ પણ વ્યક્તિ, સંસ્થા, શૈક્ષણિક સંસ્થાન અને ખાનગી-સરકારી સંસ્થા તિરંગા ઝંડાને સમ્માન સાથે કોઈ પણ દિવસે કે કોઈ પણ અવસરે લહેરાવી શકે છે.
ભારતીય ઝંડો (Indian Flag) હાથથી કાંતેલો, હાથથી વણેલા ઉન, સુતરાઉ, સિલ્ક, પોલિસ્ટર કે ખાદીના કપડાથી બનેલો હોવો જોઈએ. ઝંડાની લંબાઈ અને પહોળાઈ 3:2 હોવી જોઈએ. એટલે કે ધ્વજ લંબચોરસ આકારનો હોવો જોઈએ. આ અગાઉ મશીનથી બનેલા અને પોલિસ્ટરથી બનેલા રાષ્ટ્રીય ધ્વજના ઉપયોગને મંજુરી નહોતી.
નિયમો પ્રમાણે રાષ્ટ્રીય ધ્વજમાં કોઈ પણ પ્રકારની તસવીર, પેઈન્ટિંગ કે ફોટોગ્રાફનો ઉપયોગ થવો જોઈએ નહી. ફાટેલા અને મેલો ધ્વજ પ્રદર્શિત કરી શકીએ નહી. ધ્વજ સાથે કોઈ પણ પ્રકારની છેડછાડ કરવી જોઈએ નહી. જ્યાં તિરંગો ફરકાવવામાં આવી રહ્યો છે, ત્યાં આ સૌથી ઉપર હોવો જોઈએ. એટલે કે તિરંગાથી ઉંચો બીજો કોઈ ધ્વજ હોવો જોઈએ નહી.
દેશમાં કાગળના ઝંડાનું ચલણ સૌથી વધારે છે પરંતુ કાગળના ઝંડાને પછીથી લોકો ફેંકી દે છ. જે રાષ્ટ્ર ધ્વજનું અપમાન છે. તિરંગાના ઉપયોગ કર્યાં બાદ તેને મર્યાદિત રીતે એકાંતમાં રાખવો જરૂરી છે. ફ્લેગ કોડ પ્રમાણે દેશના ઝંડાનો સંપર્ક કોઈ પણ સ્થિતિમાં જમીન કે પાણી સાથે થવો જોઈએ નહી. કોઈ વ્યક્તિ રાષ્ટ્રીય ધ્વજનુ અપમાન કરે, તેને સળગાવે, દુષિત કરે કે નિયમ વિરૂદ્ધ ધ્વજારોહણ કરે તો તેને ત્રણ વર્ષની જેલ કે દંડની સજા મળી શકે છે. તેમજ વ્યક્તિને જેલ અને દંડ બંન્ને થઈ શકે છે.
Advertisement
Tags :
Advertisement

.