હિંમત હોય તો તાજમહેલ અને લાલ કિલ્લાને મંદિર બનાવીને બતાવો, મહેબૂબા મુફતીની ભાજપને ચેલેન્જ
વારાણસીની જ્ઞાનવાપી મસ્જિદ બાદ હવે આગ્રા સ્થિત તાજમહેલના સર્વેની પણ માંગ ઉઠી છે. સર્વેની માગ કરનારા લોકો અને સંગઠનોનું માનવું છે કે તાજમહેલના 22 બંધ ઓરડાઓ ખોલવા જોઈએ કારણ કે તેમાં હિંદુ દેવી-દેવતાઓની મૂર્તિઓ છે. આ તમામ સ્થિતિ વચ્ચે જમ્મુ-કાશ્મીરના પૂર્વ મુખ્યમંત્રી અને પીડીપીના અધ્યક્ષ મહેબૂબા મુફતીએ આ મુદ્દે ભાજપને મોટો પડકાર ફેંકયો છે.તાજમહેલને મંદિર બનાવીને બતાવોમહેબૂબા
વારાણસીની જ્ઞાનવાપી મસ્જિદ બાદ હવે આગ્રા સ્થિત તાજમહેલના સર્વેની પણ માંગ ઉઠી છે. સર્વેની માગ કરનારા લોકો અને સંગઠનોનું માનવું છે કે તાજમહેલના 22 બંધ ઓરડાઓ ખોલવા જોઈએ કારણ કે તેમાં હિંદુ દેવી-દેવતાઓની મૂર્તિઓ છે. આ તમામ સ્થિતિ વચ્ચે જમ્મુ-કાશ્મીરના પૂર્વ મુખ્યમંત્રી અને પીડીપીના અધ્યક્ષ મહેબૂબા મુફતીએ આ મુદ્દે ભાજપને મોટો પડકાર ફેંકયો છે.
તાજમહેલને મંદિર બનાવીને બતાવો
મહેબૂબા મુફ્તીએ કહ્યું કે જો તમારામાં હિંમત હોય તો તાજમહેલ અને લાલ કિલ્લાને મંદિર બનાવીને બતાવો અને પછી જોઈએ કે ભારતમાંથી કેટલા લોકો તેને જોવા માટે આવે છે. તેમણે કહ્યું કે દુર્ભાગ્યપૂર્ણ છે કે ભાજપ લોકોને રોજગારી આપી શકતું નથી. મોંઘવારી પર અંકુશ લાવવામાં અસમર્થ છે અને દેશની સંપત્તિ વેચાઈ રહી છે. આજે આપણો દેશ બાંગ્લાદેશ, પાકિસ્તાન અને નેપાળથી પણ પાછળ રહી ગયો છે, પરંતુ આ લોકોને તેની કોઇ ચિંતા નથી. મહેબૂબાએ કહ્યું કે લોકોને મુસ્લિમોની પાછળ લગાવવામાં આવી રહ્યા છે. તેમાં મસ્જિદોથી લઈને તાજમહેલ સુધીની દરેક વસ્તુનો સમાવેશ થાય છે. દેશના પૈસા લૂંટીને ભાગી ગયેલા લોકોને પાછા લાવવાને બદલે આ લોકો મુઘલ કાળમાં બનેલી મિલકતોનો નાશ કરવા માગે છે.
તાજમહેલના સર્વેની માગ
ઉલ્લેખનીય છે કે તાજમહેલમાં હિંદુ મૂર્તિઓ હોવાના દાવા સાથે લખનૌ બેંચમાં એક અરજી દાખલ કરવામાં આવી છે. આ સાથે તાજમહેલનો સર્વે કરાવવાની પણ માગ કરવામાં આવી છે. એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે તાજમહેલ એક શિવ મંદિર હતું અને ઈમારતના 22 બંધ રૂમમાં હિન્દુ દેવી-દેવતાઓની મૂર્તિઓ છે, એટલા માટે આ રૂમો ખોલવાની વાત આ અરજીમાં કહેવામાં આવી છે. એકતરફ જ્ઞાનપવી મસ્જિદના સર્વેને લઈને દેશમાં વિવાદ ચાલી રહ્યો છે. ત્યારે હવે તાજમહેલને લઈને પણ રાજનીતિ શરૂ થઈ ગઈ છે. ભાજપની માગ છે કે જ્ઞાનવાપીનો સર્વે સાચો છે અને તેનું સત્ય લોકો સમક્ષ આવવું જોઈએ કે મંદિર તોડીને અહીં કેવી રીતે મસ્જિદ બનાવવામાં આવી છે.
Advertisement