Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

જમ્યા પછી ઠંડુ પાણી પીવાની આદત હોય તો થઇ જાવ સાવધાન, થઇ શકે છે નુકસાન

જો તમે પણ એવા લોકોમાંથી છો કે જેઓ જમતી વખતે ઠંડુ પાણી સાથે લઇ બેસે છે, તો આ આદતને તરત જ બદલી નાખો. ઠંડુ પાણી પીવાની તમારી આદત તમારા સ્વાસ્થ્યને નુકસાન પહોંચાડી શકે છે. ઠંડુ પાણી પીવાથી તમારી પાચન શક્તિ પર ખરાબ અસર પડે છે અને તમારી રોગપ્રતિકારક શક્તિ નબળી પડવા લાગે છે. એટલું જ નહીં ઠંડુ પાણી પીવાથી પિત્તાશયને પણ નુકસાન થાય છે. સામાન્ય  રીતે આપણા શરીરનું સામાન્ય તાપમાન 98.6 ડિગ્રી ફેરનહà
જમ્યા પછી ઠંડુ પાણી પીવાની આદત હોય તો થઇ જાવ સાવધાન  થઇ શકે  છે નુકસાન
જો તમે પણ એવા લોકોમાંથી છો કે જેઓ જમતી વખતે ઠંડુ પાણી સાથે લઇ બેસે છે, તો આ આદતને તરત જ બદલી નાખો. ઠંડુ પાણી પીવાની તમારી આદત તમારા સ્વાસ્થ્યને નુકસાન પહોંચાડી શકે છે. ઠંડુ પાણી પીવાથી તમારી પાચન શક્તિ પર ખરાબ અસર પડે છે અને તમારી રોગપ્રતિકારક શક્તિ નબળી પડવા લાગે છે. એટલું જ નહીં ઠંડુ પાણી પીવાથી પિત્તાશયને પણ નુકસાન થાય છે. 
સામાન્ય  રીતે આપણા શરીરનું સામાન્ય તાપમાન 98.6 ડિગ્રી ફેરનહીટ એટલે કે 37 ડિગ્રી સેલ્સિયસ છે. આ જ કારણ છે કે 20-22 ડિગ્રી સેલ્સિયસ તાપમાન ધરાવતું પાણી આપણા શરીર માટે યોગ્ય છે.  વધુ ઠંડુ પાણી પીવું નુકસાનકારક છે.  તો  ચાલો જાણીએ વધુ પડતું ઠંડુ પાણી પીવાથી સ્વાસ્થ્યને શું નુકસાન થાય છે.
ઠંડુ પાણી પીવાના ગેરફાયદા:

કબજિયાતની સમસ્યા
ઠંડુ પાણી પીવાથી કબજિયાતની સમસ્યા થઇ શકે છે. ઠંડુ પાણી પેટ સુધી પહોંચે છે અને મળને સખત બનાવે છે અને જ્યારે તમે વોશરૂમમાં જાઓ છો, ત્યારે તમારે સમસ્યાનો સામનો કરવો પડે છે. વધુ પડતું ઠંડુ પાણી પીવાથી પેટનું મોટું આંતરડું પણ સંકોચાઈ જાય છે, જે કબજિયાતનું મુખ્ય કારણ છે. જે લોકોને વારંવાર કબજિયાતની સમસ્યા રહેતી હોય તેમણે ઠંડુ પાણી પીવાનું ટાળવું જોઈએ.
હાર્ટ એટેકનું જોખમ
ખોરાક ખાધા પછી તરત જ ઠંડુ પાણી પીવાની આદત તમારા હૃદય માટે ખતરનાક બની શકે છે. એક વૈજ્ઞાનિક સંશોધનમાં સામે આવ્યું છે કે જમ્યા પછી ઠંડુ પાણી પીવાથી હાર્ટ એટેકનો ખતરો વધી જાય છે.આંતરરાષ્ટ્રીય વૈજ્ઞાનિકોના જૂથે ચીન અને જાપાનના લોકો પર આ સંશોધન કર્યુ હતું. ચીન અને જાપાનના લોકો ખાધા પછી ઠંડુ પાણી પીતા નથી. આ લોકો જમ્યા પછી ગરમ ચા પીવે છે. સંશોધકોએ શોધી કાઢ્યું કે આ લોકોમાં હાર્ટ એટેકની સમસ્યા નહિવત જોવા મળી.
ચરબીમાં  વધારો 
જ્યારે ઠંડુ પાણી ખોરાક સાથે ભળે છે અને પેટમાં રહેલા એસિડના સંપર્કમાં આવે છે, ત્યારે તે ચરબીમાં ફેરવાય છે. જે ઘણી ગંભીર સમસ્યાઓનું કારણ બની શકે છે.
કફની સમસ્યા
જમ્યા પછી ઠંડુ પાણી પીવાથી શરીરમાં કફ બને છે. આ સિવાય તમારી રોગપ્રતિકારક શક્તિ પણ ઓછી થવા લાગે છે. ઠંડુ પાણી પીવાથી  શરદી થવાનું જોખમ વધી જાય છે. આ જ કારણ છે કે જમ્યા પછી ક્યારેય ઠંડુ પાણી ન પીવું.
Advertisement
Tags :
Advertisement

.