Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

જો રોજ ખાશો આ ચીજ, તો સ્કિન બનશે ચમકદાર અને દૂર થવા લાગશે ડાઘ

ઉનાળામાં ગરમીનું પ્રમાણ વધતા ચામડીને તડકા અને પરસેવાના કારણે ઘણું સહન કરવું પડે છે. આ સ્થિતિમાં કાળજી લેવી ખૂબ જરૂરી બને છે. વધુ પડતી ગરમીના કારણે ત્વચા પણ બગડી જાય છે. તેમજ ચહેરા પર ખીલ, ડાઘ, બ્લેક હેડ જેવી ઘણી સમસ્યાઓ થતી હોય છે. ત્યારે ત્વચાને સુંદર રાખવા કેટલાક પ્રયત્નો કરવાથી ત્વચા સ્વસ્થ અને ગ્લોઈંગ રહે છે.ટામેટાસ્વસ્થ અને સુંદર ત્વચા મેળવવા માટે ટામેટા ખૂબ જ અસરકારક છે. જો ત
જો રોજ ખાશો આ ચીજ  તો સ્કિન બનશે ચમકદાર અને દૂર થવા લાગશે ડાઘ
ઉનાળામાં ગરમીનું પ્રમાણ વધતા ચામડીને તડકા અને પરસેવાના કારણે ઘણું સહન કરવું પડે છે. આ સ્થિતિમાં કાળજી લેવી ખૂબ જરૂરી બને છે. વધુ પડતી ગરમીના કારણે ત્વચા પણ બગડી જાય છે. તેમજ ચહેરા પર ખીલ, ડાઘ, બ્લેક હેડ જેવી ઘણી સમસ્યાઓ થતી હોય છે. ત્યારે ત્વચાને સુંદર રાખવા કેટલાક પ્રયત્નો કરવાથી ત્વચા સ્વસ્થ અને ગ્લોઈંગ રહે છે.
  • ટામેટા
સ્વસ્થ અને સુંદર ત્વચા મેળવવા માટે ટામેટા ખૂબ જ અસરકારક છે. જો તમે દરરોજ એક ટામેટું ખાશો તો શરીરને વિટામિન એ, વિટામિન સી અને પોટેશિયમ સારી માત્રામાં મળશે. ગ્લોઈંગ સ્કિન માટે ડાયટમાં ટામેટાંને અવશ્ય સામેલ કરો.

  • ફળો અને બેરી
ત્વચાને સ્વસ્થ રાખવા માટે તમારે ડાયટમાં ખાટાં ફળો અને બેરીનો સમાવેશ કરવો જ જોઈએ.સાઇટ્રસ ફળો શરીરને વિટામિન સી પ્રદાન કરે છે તે ત્વચાને કોમળ અને યંગ રાખવામાં મદદ કરે છે. બેરીમાં હાજર એન્ટિઓક્સિડન્ટ્સ વધતી જતી શરીર પરની અસરને ઘટાડે છે.

Beauty Tips For Glowing Skin | Natural Beauty Tips for Glowing Skin
  • બદામ અને સીડ્સ
સ્વસ્થ ત્વચા મેળવવા માટે તમારે ખોરાકમાં બદામનો ડાયટમાં સમાવેશ કરવો જોઈએ.આહારમાં બદામ, કાજુ, કિસમિસ, અખરોટનો સમાવેશ કરવો જોઈએ.આ સિવાય ફ્લેક્સ સીડ્સ, કોળાના બીજ, ચિયા સીડ્સને પણ તમારા આહારનો ભાગ બનાવવો જોઈએ. 

  • દહીં અને ઓટમીલ
આહારમાં વિટામિન બી થી ભરપૂર દહીં અને ઓટ્સ જેવી વસ્તુઓ પણ સામેલ કરવી જોઈએ. ત્વચામાં મોશ્ચર જાળવી રાખવા માટે  વિટામિન બી ખૂબ જ જરૂરી છે. આ માટે નિયમિત એક વાટકી  દહીં ખાવું જ જોઈએ.
Advertisement
Tags :
Advertisement

.