Top Newsરાષ્ટ્રીય.એક્સક્લુઝીવઆંતરરાષ્ટ્રીય
ગુજરાત | વડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદસુરત
ધર્મ ભક્તિ.મનોરંજનબિઝનેસસ્પોર્ટ્સટેક & ઓટોઓલમ્પિક 2024લાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલ

ટ્રેનમાં સૂવા માટે સીટ ન મળી તો કાકાએ કર્યો કંઈક આવો જુગાડ ..

આપણા ભારતીયો જે પણ જગ્યાએ જશે ત્યાં તેઓ પોતાનો જુગાડ કરી લેતા હોય છે .તેમાં પણ જુગાડ કરવાની  કળામાં  ભારતીયોની માસ્ટરી  વધુ જોવા  છે.ત્યારે સોશિયલ  મીડિયા પર  આ  ફોટો  ખૂબ  જ વાયરલ  થઇ રહ્યો છે.વાયરલ ફોટામાં  કાકા  કઈ  રીતે  ટ્રેનની ભીડમાં પોતાનો  સૂવા માટેનો  જે જુગાડ  કરે છે તે જોઈને લોકો આશ્ચર્યચકિત  થઇ જાય  છે . આ ફોટો ઉત્તર પ્રદેશના ADG દ્વારા ટ્વિટર પર શેર કરવામાં આવ્યો છે. આ ફોટા પ
01:06 PM May 20, 2022 IST | Vipul Pandya
આપણા ભારતીયો જે પણ જગ્યાએ જશે ત્યાં તેઓ પોતાનો જુગાડ કરી લેતા હોય છે .તેમાં પણ જુગાડ કરવાની  કળામાં  ભારતીયોની માસ્ટરી  વધુ જોવા  છે.ત્યારે સોશિયલ  મીડિયા પર  આ  ફોટો  ખૂબ  જ વાયરલ  થઇ રહ્યો છે.
વાયરલ ફોટામાં  કાકા  કઈ  રીતે  ટ્રેનની ભીડમાં પોતાનો  સૂવા માટેનો  જે જુગાડ  કરે છે તે જોઈને લોકો આશ્ચર્યચકિત  થઇ જાય  છે . આ ફોટો ઉત્તર પ્રદેશના ADG દ્વારા ટ્વિટર પર શેર કરવામાં આવ્યો છે. આ ફોટા પાર ઘણા લોકો  કમેન્ટ પણ કરી રહ્યા  છે .
આ અદ્દભુત  ફોટો બુધવારે ટ્વિટર યુઝર @navsekera દ્વારા શેર  કરવામાં  આવ્યો હતો . તેણે મજાકમાં હેશટેગ 'Incredible India' સાથે લખ્યું – મારી પાસે આ જુગાડ માટે શબ્દો નથી. તેમના ટ્વીટને 37 હજારથી વધુ લાઈક્સ અને 2 હજારથી વધુ રીટ્વીટ મળ્યા  છે . 
આ  ફોટામાં  જોઈ શકાય છે કે  ઘણા મુસાફરો ભારતીય રેલવેમાં મુસાફરી કરી રહ્યા છે. તેમાં આ કાકા  કંઈક અલગ રીતે જ સૂતા જોવા મળી રહ્યા છે . સામાન્ય રીતે  આપણે જ્યારે આપણે બેસીને સૂવા મંડીએ છીએ, ત્યારે આપણી ગરદન એક તરફ નમવા લાગે છે. જેના કારણે ક્યારેક જોરથી ધક્કો લાગે છે અને માણસ ઊંઘમાંથી જાગી જાય છે. એવામાં આ વ્યક્તિએ ગમછાની મદદથી એવું કારનામું કર્યું કે ઈન્ટરનેટ પબ્લિક તેના જુગાડને જોતી જ રહી ગઈ આ અદ્ભુત જુગાડ માટે ઘણા  લોકો  તેને નમન કરવા  કરવા લાગ્યા હતા.
 
પોલીસ અધિકારીએ ટ્વિટર પર આ ફોટો શેર કરતાની સાથે જ આ મામલો ઈન્ટરનેટ પર વાયરલ થઈ ગયો. આ વ્યક્તિના જુગાડ વિશે યુઝર્સ અલગ-અલગ વાતો કરી રહ્યા છે. જેમ કે એક વ્યક્તિએ લખ્યું - મારું ભારત મહાન છે! જ્યારે બીજાએ કહ્યું- મોડર્ન ઈન્ડિયાના આઈપીએસ, સ્કૂલના બાળક વોટ્સએપ ફોરવર્ડ ટ્વિટર પર પોસ્ટ કરતા હતા. 
Tags :
aseattosleepGujaratFirstinthetrainViralPhoto
Next Article