Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

જો કોલજમાં સિંદૂર, તિલક અને મંગળસૂત્ર સાથે જઇ શકાય, તો હિજાબ સાથે કેમ નહીં? : ઓવૈસી

હિજાબ વિવાદ પર આજે કર્ણાટક હાઇકોર્ટે આપેલા ચુકાદાનો કેટલાક લોકોએ વિરોધ કર્યો છે. હાઇકોર્ટે પોતાના નિર્ણયમાં કહ્યું કે હિજાબ એ ઇસ્લામનું ફરજિયાત અંગ નથી. ત્યારે હાઇકોર્ટના આ નિર્ણયને હવે સુપ્રીમમાં પડકારવમાં આવ્યો છે. ત્યારે જે લોકોએ હાઇકોર્ટના આ નિર્ણયનો વિરોધ કર્યો છે તેમાં એઆઇએમઆઇએમના પ્રમુખ અસુદ્દીન ઔવેસીનો સમાવેશ પણ થાય છે. તેમણે હાઇકોર્ટના આ નિર્ણય બાદ કેટલાક સવાલો પà«
જો કોલજમાં સિંદૂર  તિલક અને મંગળસૂત્ર સાથે જઇ શકાય  તો હિજાબ સાથે કેમ નહીં    ઓવૈસી
હિજાબ વિવાદ પર આજે કર્ણાટક હાઇકોર્ટે આપેલા ચુકાદાનો કેટલાક લોકોએ વિરોધ કર્યો છે. હાઇકોર્ટે પોતાના નિર્ણયમાં કહ્યું કે હિજાબ એ ઇસ્લામનું ફરજિયાત અંગ નથી. ત્યારે હાઇકોર્ટના આ નિર્ણયને હવે સુપ્રીમમાં પડકારવમાં આવ્યો છે. ત્યારે જે લોકોએ હાઇકોર્ટના આ નિર્ણયનો વિરોધ કર્યો છે તેમાં એઆઇએમઆઇએમના પ્રમુખ અસુદ્દીન ઔવેસીનો સમાવેશ પણ થાય છે. તેમણે હાઇકોર્ટના આ નિર્ણય બાદ કેટલાક સવાલો પુછ્યા છે. તેમણે કહ્યું છે કે જો કોલેજોની અંદર તિલક અને સિંદૂર લગાવીને જવાની પરવાનગી હોય તો હિજાબની કેમ નહીં?
બંધારણીય અધિકારોનું ઉલ્લંઘન 
એક મીડિયા હાઉસ સાથે વાત કરતી ઔવેસીએ કહ્યું કે હિજાબ પહેરવા અંગે કર્ણાટક હાઈકોર્ટનો નિર્ણય નિરાશાજનક છે. જો કોઈ છોકરી હિજાબ પહેરવા માંગે છે તો તેને રોકવાનો કોઈને અધિકાર નથી. જો કોલેજમાં કોઈ ધર્મને મહત્વ આપવામાં આવતું નથી તો દિવાળી શા માટે ઉજવવામાં આવે છે. હિજાબ પહેરવાનું બંધ કરવું એ બંધારણીય અધિકારોનું ઉલ્લંઘન છે.
સિંદૂર પર પ્રતિબંધ નથી તો હિજાબ શા માટે?
ઓવૈસીએ વધુમાં કહ્યું કે આજે મુસ્લિમ છોકરીઓ અભ્યાસ માટે આગળ આવી રહી છે, તેઓ શાળા-કોલેજોમાં જઈ રહી છે. આવી સ્થિતિમાં મુસ્લિમ છોકરીઓના બંધારણીય અધિકારો છીનવી લેવા એ તેમની સાથે અન્યાય કરવા સમાન છે. જો કોલેજમાં સિંદૂર, તિલક અને મંગળસૂત્ર પહેરવાની છૂટ છે તો હિજાબ પહેરવાને લઈને આટલો વિવાદ શા માટે થઈ રહ્યો છે. જો કોઈ છોકરી હિજાબ પહેરવા માંગે છે તો તેને કેમ રોકવામાં આવી રહી છે.
Advertisement
Tags :
Advertisement

.