જો ટ્રમ્પનું એકાઉન્ટ બ્લોક કરી શકો, તો હિંદુ દેવી વિરુદ્ધ પોસ્ટ કરનારનું કેમ નહીં? દિલ્હી હાઇકોર્ટનો ટ્વિટરને સવાલ
દિલ્હી હાઈકોર્ટે સોમવારે ટ્વિટર વિરુદ્ધ કડક ટિપ્પણી કરી છે. કોર્ટે માઈક્રોબ્લોગિંગ સાઈટ ટ્વિટરને પૂછ્યું કે જો ડોનાલ્ડ ટ્રમ્પનું એકાઉન્ટ બ્લોક કરી શકો છો, તો પછી હિન્દુ દેવી-દેવતાઓ વિરુદ્ધ ટિપ્પણી કરનારાઓ સામે કાર્યવાહી કેમ નથી થઈ રહી? આ કેસ એક ટ્વિટર એકાઉન્ટ સાથે જોડાયેલો છે જેના પર હિન્દુ દેવી વિરુદ્ધ વાંધાજનક સામગ્રી પોસ્ટ કરવામાં આવી હતી. હાઈકોર્ટે ટ્વિટરને સવાલ કર્યો હ
04:50 PM Mar 28, 2022 IST
|
Vipul Pandya
દિલ્હી હાઈકોર્ટે સોમવારે ટ્વિટર વિરુદ્ધ કડક ટિપ્પણી કરી છે. કોર્ટે માઈક્રોબ્લોગિંગ સાઈટ ટ્વિટરને પૂછ્યું કે જો ડોનાલ્ડ ટ્રમ્પનું એકાઉન્ટ બ્લોક કરી શકો છો, તો પછી હિન્દુ દેવી-દેવતાઓ વિરુદ્ધ ટિપ્પણી કરનારાઓ સામે કાર્યવાહી કેમ નથી થઈ રહી? આ કેસ એક ટ્વિટર એકાઉન્ટ સાથે જોડાયેલો છે જેના પર હિન્દુ દેવી વિરુદ્ધ વાંધાજનક સામગ્રી પોસ્ટ કરવામાં આવી હતી. હાઈકોર્ટે ટ્વિટરને સવાલ કર્યો હતો કે તેને અન્ય વિસ્તારોના લોકો અને તેમની ભાવનાઓની ચિંતા નથી?
ટ્વિટરે વધુ સંવેદનશીલ થવું જોઈએ
મા કાળી પર એથિસ્ટ રિપબ્લિક નામના ટ્વિટર એકાઉન્ટ દ્વારા કરવામાં આવેલી વિવાદિત પોસ્ટના સંબંધમાં ચીફ જસ્ટિસ વિપિન સાંઘી અને જસ્ટિસ નવીન ચાવલાની બેંચ સુનાવણી કરી રહી હતી. તેમણે ટ્વિટરને નિર્દેશ આપ્યો કે તે સમજાવે કે કેટલાક લોકોને બ્લોક કરવામાં આવ્યા છે. જ્યારે અન્ય ધર્મોને ઠેસ પહોંચે તેવી સામગ્રી હોવા છતાં કેટલાક એકાઉન્ટ સામે કાર્યવાહી કરવામાં આવી નથી.
કોર્ટે ટ્વિટરને વધુ સાવધાન અને સંવેદનશીલ રહેવા જણાવ્યું છે. રિપોર્ટ પ્રમાણે જ્યારે ટ્વિટરે એવી દલીલ કરી હતી કે યૂઝર્સ અહીં કોઈપણ પ્રકારની પોસ્ટ કરી શકે છે. તે તમામ એકાઉન્ટ્સને બ્લોક કરી નથી શકતા. જે અંગે કોર્ટે પૂછ્યું કે તો પછી તમે ટ્રમ્પનું એકાઉન્ટ કેવી રીતે બ્લોક કર્યું?
કોર્ટે આ નિર્દેશ આપ્યા છે
સુનવણી દરમિયાન કોર્ટે એમ પણ કહ્યું કે ટ્વિટરનું આવું કહેવું કે તે એકાઉન્ટને બ્લોક ન કરી શકે તે બિલકુલ યોગ્ય નથી. ટ્વિટર તરફથી હાજર થયેલા સિદ્ધાર્થ લુથરાએ કહ્યું કે આ કેસમાં વાંધાજનક પોસ્ટ હટાવી દેવામાં આવી છે. તેમજ એફઆઈઆર પણ નોંધવામાં આવી છે. સરકારી વકીલ હરીશ વૈદ્યનાથે કહ્યું કે જે ખાતા વિરુદ્ધ ફરિયાદ મળી છે તેને બ્લોક કરવાની પ્રક્રિયા ચાલી રહી છે.
ત્યારબાદ કોર્ટે સરકારને હાલના કેસમાં સામગ્રીની તપાસ કરવા અને આઈટી એક્ટ હેઠળ એકાઉન્ટને બ્લોક કરવું જોઈએ કે કેમ તે નક્કી કરવા જણાવ્યું હતું. સાથે જ કોર્ટે ટ્વિટર, કેન્દ્ર સરકાર અને એથિસ્ટ રિપબ્લિક એકાઉન્ટના યૂઝર્સને પણ આ મામલે અરજદારને જવાબ આપવાનો નિર્દેશ આપ્યો છે.
Next Article