Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

જો તમે ઘરમાં આર્થિક તંગીથી પરેશાન છો તો આ સરળ ઉપાયો કરો

સામાન્ય રીતે વ્યક્તિના જીવનમાં પૈસાનું ખૂબ મહત્વ  હોય છે. પોતાની રોજિંદી જરૂરિયાતો પૂરી કરવા માટે પૈસાની જરૂર છે. પરંતુ જીવનમાં એવો સમય પણ આવે છે જ્યારે વ્યક્તિને આર્થિક તંગીનો સામનો કરવો પડે છે. ઘણા પ્રયત્નો પછી પણ તે નિરાશ થઈ જતો  હોય છે ત્યારે આવી સ્થિતિમાં વાસ્તુશાસ્ત્ર અનુસાર તે વાસ્તુ દોષનું કારણ પણ બની શકે છે. પરંતુ આનાથી ગભરાવાની જરૂર નથી, પરંતુ જીવનમાં કેટલાક ઉપાયો અપનàª
જો તમે ઘરમાં આર્થિક તંગીથી પરેશાન છો તો આ સરળ ઉપાયો કરો
સામાન્ય રીતે વ્યક્તિના જીવનમાં પૈસાનું ખૂબ મહત્વ  હોય છે. પોતાની રોજિંદી જરૂરિયાતો પૂરી કરવા માટે પૈસાની જરૂર છે. પરંતુ જીવનમાં એવો સમય પણ આવે છે જ્યારે વ્યક્તિને આર્થિક તંગીનો સામનો કરવો પડે છે. ઘણા પ્રયત્નો પછી પણ તે નિરાશ થઈ જતો  હોય છે ત્યારે આવી સ્થિતિમાં વાસ્તુશાસ્ત્ર અનુસાર તે વાસ્તુ દોષનું કારણ પણ બની શકે છે. પરંતુ આનાથી ગભરાવાની જરૂર નથી, પરંતુ જીવનમાં કેટલાક ઉપાયો અપનાવવાની જરૂર છે, જેનાથી આ સમસ્યા દૂર થઈ શકે છે.

યોગ્ય દિશામાં તિજોરીને રાખો :
વાસ્તુ અનુસાર તિજોરીને યોગ્ય દિશામાં રાખવાથી ઘણો બદલાવ આવી શકે છે. એ  વાતનું  ચોક્કસ  ધ્યાન  રાખજો કે તમારી તિજોરી દક્ષિણ દિશામાં હોવી જોઈએ અને તેનો દરવાજો હંમેશા ઉત્તર દિશામાં ખુલવો જોઈએ. આવું કરવાથી  દેવી લક્ષ્મી પ્રસન્ન થાય છે અને ઘરમાં પૈસાની સમસ્યા દૂર થાય છે.
ઘરની દરેક દિશામાં અલગ-અલગ રંગોનું મહત્વ છે:
વાસ્તુશાસ્ત્રમાં કહેવામાં આવ્યું છે કે ઘરની દિવાલો પર ઘણીવાર યોગ્ય રંગોનો ઉપયોગ ન કરવાને કારણે વ્યક્તિને અનેક પ્રકારની સમસ્યાઓનો સામનો કરવો પડી શકે છે. તેથી હંમેશા રંગોને ધ્યાનમાં રાખો. રૂમની પૂર્વમાં સફેદ રંગ, પશ્ચિમમાં વાદળી, ઉત્તરમાં લીલો અને દક્ષિણમાં લાલ રંગનો ઉપયોગ કરો. જેનાથી ઘરમાં સકારાત્મક ઉર્જાનો પ્રવાહ સતત રહે છે.
ઘરને સાફ રાખવું જોઈએ :
ઘરમાં ગંદકી ન હોવાને કારણે માતા લક્ષ્મી ક્રોધિત થાય છે જેમ કે કરોળિયાના જાળા, ગંદા કપડા વગેરે. તમારે આર્થિક સમસ્યાઓથી છૂટકારો મેળવવા માટે, ઘરને સાફ રાખો. ઘરમાં સ્વચ્છતા રાખવાથી વાસ્તુ દોષનો ખતરો પણ ઓછો થાય છે.
Advertisement
Tags :
Advertisement

.