ગુજરાત | સુરતવડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદ
રાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયમનોરંજનસ્પોર્ટ્સધર્મ ભક્તિએક્સક્લુઝીવબિઝનેસટેક & ઓટોલાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલક્રાઈમઆઈપીએલ
Advertisement

જો તમે ઘરના કામ સાથે નોકરી પણ કરો છો, તો તમને કામ લાગશે આ Tips

જો તમે વર્કિગ વુમન છો અને સવાર સવારમાં ટિફિન તૈયાર કરવાનુ હોય પણ ટાઈમ ઓછો હોય ત્યારે તમે આવી કેટલીક Tips, જે તમારા કામ ઝટપટ પતાવી આપશે....સવારે ઓફિસ જવાની જલ્દીમાં સૌથી વધુ સમય શાકભાજીને કાપવા છોલવામાં લાગતો હોય છે. પણ તમે વિકેન્ડ પર આ તૈયારી કરી શકો છો. આમ તમે મટર પહેલાથી જ ફોલીને એયરટાઈટ કન્ટેનરમાં મુકી દો. આ રીતે ધાણા અને ફુદીનાને પણ ટાઈમ મળવા પર સાફ કરી લો.મોટાભાગની રેસીપીમાં આપણે ડુ
03:27 PM Apr 15, 2022 IST | Vipul Pandya
featuredImage featuredImage
જો તમે વર્કિગ વુમન છો અને સવાર સવારમાં ટિફિન તૈયાર કરવાનુ હોય પણ ટાઈમ ઓછો હોય ત્યારે તમે આવી કેટલીક Tips, જે તમારા કામ ઝટપટ પતાવી આપશે....
  • સવારે ઓફિસ જવાની જલ્દીમાં સૌથી વધુ સમય શાકભાજીને કાપવા છોલવામાં લાગતો હોય છે. પણ તમે વિકેન્ડ પર આ તૈયારી કરી શકો છો. આમ તમે મટર પહેલાથી જ ફોલીને એયરટાઈટ કન્ટેનરમાં મુકી દો. આ રીતે ધાણા અને ફુદીનાને પણ ટાઈમ મળવા પર સાફ કરી લો.
  • મોટાભાગની રેસીપીમાં આપણે ડુંગળીને આછા ગુલાબી રંગની થાય ત્યાં સુધી શેકીએ છીએ. પણ તેનાથી કુકિંગમાં વધુ સમય લાગે છે. આ માટે જો તમે પહેલાથી જ એક સાથે ડુંગળીને શેકીની ફ્રિજમાં મુકી રાખશો તો તમને સરળ રહેશે.
  • આજકાલ સ્પ્રાઉટ્સના પણ પેકેટ્સ મળવા લાગ્યા છે. પણ આ બે મિનિટનું કામ તમે ઘરે જ સહેલાઈથી કરી શકો છો. તમારી પસંદગીના બીન્સ જેવા કે મગ, ચણાને અંકુરિત કરી લો અને ફ્રીઝરમાં સ્ટોર કરી મુકી રાખો. જ્યારે પણ સમય ઓછો હોય અને ભૂખ લાગે તો તેના દ્વારા હેલ્ધી સ્નેક્સ તૈયાર કરી શકો છો.
  • મોટાભાગની રેસીપિમાં ડુંગળી, આદુ, લસણ, ટામેટાની પ્યુરી અને સોસની જરૂર ખૂબ પડે છે. જો કે દરેક વખત જુદી-જુદી પ્યુરી બનાવવામાં તમારો સમય પણ ખૂબ બરબાદ થાય છે. આમ જો તમને થોડો સમય મળે અને તમે ડુંગળી, ટામેટા, આદુ, લસણને વાટીને તેની પ્યુરી બનાવીને ફ્રીઝમાં મુકી રાખશો તો આ ખૂબ જ સારુ રહેશે. જો તેનો સામાન ન હોય તો બજારમાં મળનારી રેડિમેડ પ્યુરી લાવીને ફ્રિજમાં મુકી શકો છો.
Tags :
GujaratFirstTips