Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

જો પતિ-પત્ની વચ્ચે વાત-વાતમાં થાય છે ઝઘડો તો ફોલો કરો આ 3 Tips

હિંદુ ધર્મમાં જે રીતે વાસ્તુ શાસ્ત્રનું મહત્વ છે, તે જ રીતે ચીનના ફેંગશુઈ શાસ્ત્રનું પણ મહત્વ છે. તેમાં  જણાવવામાં આવેલ બાબતોને અપનાવીને તમે તમારી જીવનશૈલી બદલી શકો છો. લગ્નજીવનને ખુશ રાખવાની ટિપ્સ પણ આપવામાં આવી છે. જો તમે ફેંગશુઈની ટિપ્સ ફોલો કરશો તો તમે તમારા સંબંધોમાં મધુરતા લાવી શકશો. તમે પરસ્પર મતભેદો અને ઝઘડાની સમસ્યામાંથી છુટકારો મેળવી શકશો. આવો અમે તમને ફેંગશુઈમાં જણા
જો પતિ પત્ની વચ્ચે વાત વાતમાં  થાય છે ઝઘડો તો ફોલો કરો આ 3 tips
હિંદુ ધર્મમાં જે રીતે વાસ્તુ શાસ્ત્રનું મહત્વ છે, તે જ રીતે ચીનના ફેંગશુઈ શાસ્ત્રનું પણ મહત્વ છે. તેમાં  જણાવવામાં આવેલ બાબતોને અપનાવીને તમે તમારી જીવનશૈલી બદલી શકો છો. લગ્નજીવનને ખુશ રાખવાની ટિપ્સ પણ આપવામાં આવી છે. જો તમે ફેંગશુઈની ટિપ્સ ફોલો કરશો તો તમે તમારા સંબંધોમાં મધુરતા લાવી શકશો. તમે પરસ્પર મતભેદો અને ઝઘડાની સમસ્યામાંથી છુટકારો મેળવી શકશો. આવો અમે તમને ફેંગશુઈમાં જણાવેલા કેટલાક ઉપાયો વિશે જણાવીએ 
બેડરૂમનો રંગ
કહેવાય છે કે પતિ-પત્નીના સંબંધોને મજબૂત બનાવવામાં રૂમના રંગની પણ ખાસ ભૂમિકા હોય છે. ફેંગશુઈમાં પણ એવું જ કહેવામાં આવે છે. આ હિસાબે બેડરૂમમાં ક્યારેય ડાર્ક કલર ન કરવો જોઈએ. રંગ જેટલો હળવો હોય છે તેટલો જ સંબંધ મજબૂત બને છે. બંને વચ્ચે પરસ્પર પ્રેમ જળવાઈ રહે છે. તેનાથી ઘરમાં સકારાત્મકતા પણ આવશે.
ગોલ્ડન ફિશ
ફેંગશુઈ અનુસાર ગોલ્ડન ફિશ  ખૂબ જ ભાગ્યશાળી હોય છે. તેથી જો તેને ઘરમાં રાખવામાં આવે તો પતિ-પત્નીના સંબંધો સારા રહે છે. જો તમે ઇચ્છો તો, તમે ગોલ્ડન ફિશ ની મૂર્તિ અથવા ફોટો પણ રાખી શકો છો અથવા તમે માછલીઘરમાં ગોલ્ડન ફિશ લાવીને પણ રાખી શકો છો. આ તમારા ઘરમાં સકારાત્મકતા રહેવા દેશે.
બેડરૂમમાં લવબર્ડનું ચિત્ર
જો પતિ-પત્ની વચ્ચે બહુ ઝઘડો થાય તો તેણે પોતાના રૂમમાં લવબર્ડની તસવીર રાખવી જોઈએ.ફેંગશુઈ અનુસાર દાંપત્યજીવનમાં મધુરતા આવે છે અને ખટાશ દૂર થાય છે. આ સિવાય સકારાત્મક ઉર્જા પણ ઘરમાં રહે છે.
Advertisement
Tags :
Advertisement

.