Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

મહેનત કરીને પણ શરીર ન ઉતરતું હોય તો, આ રીતે ચોક્કસથી ઉતરશે

પુષ્કળ પાણી પીવોવધુ પાણી પીવાથી તમને હાઇડ્રેટેડ અને સ્વસ્થ રહેવામાં મદદ મળશે. પોતાના વજનના હિસાબે તમે કેટલું પાણી પીશો તે નક્કી કરી શકો છો. આ માટે 20 કિલો વજન દીઠ 1 લીટર પાણી પીવો. જો તમે દિવસમાં લગભગ 8 ગ્લાસ પાણી પીઓ છો, તો તે લગભગ 60-70 ઔંસ છે, તે એક સારો ઓપ્શન હોઈ શકે છે. તેથી પોતાના વજન અનુસાર પાણી પીવો.સારી ઊંઘની આદત પાડોવજન ઘટાડવા માત્ર ખોરાક અને કેલરી જ મહત્વની નથી. આ પ્રક્રિયામાં આરાàª
મહેનત કરીને પણ શરીર ન ઉતરતું હોય તો  આ રીતે ચોક્કસથી ઉતરશે
Advertisement
પુષ્કળ પાણી પીવો
વધુ પાણી પીવાથી તમને હાઇડ્રેટેડ અને સ્વસ્થ રહેવામાં મદદ મળશે. પોતાના વજનના હિસાબે તમે કેટલું પાણી પીશો તે નક્કી કરી શકો છો. આ માટે 20 કિલો વજન દીઠ 1 લીટર પાણી પીવો. જો તમે દિવસમાં લગભગ 8 ગ્લાસ પાણી પીઓ છો, તો તે લગભગ 60-70 ઔંસ છે, તે એક સારો ઓપ્શન હોઈ શકે છે. તેથી પોતાના વજન અનુસાર પાણી પીવો.
સારી ઊંઘની આદત પાડો
વજન ઘટાડવા માત્ર ખોરાક અને કેલરી જ મહત્વની નથી. આ પ્રક્રિયામાં આરામ પણ ખૂબ જ મહત્વપૂર્ણ છે. તમારું શરીર કેવી રીતે કાર્ય કરે છે અને તમારું શરીર શું ઇચ્છે છે તે માટે આરામ અને ઊંઘ ખૂબ જ મહત્વપૂર્ણ છે. જો તમે સારી રીતે સૂઈ જાવ છો, તો તમારી પાસે દિવસ દરમિયાન વધુ ઊર્જા રહે છે. તેથી કાર્બોહાઇડ્રેટ્સ અને ખાંડનું સેવન ઘટાડી દો. 
11 Weight Loss Tips That Will Get you Fast Results | Makeupandbeauty.com
તમારું ભોજન જાતે બનાવો
વજન ઘટાડવા અને સ્વસ્થ રહેવા માટે તમારું ભોજન જાતે બનાવો. જેથી કેલરીની ગુણવત્તા પર સંપૂર્ણ નિયંત્રણ રહેશે. તમારા આહાર પર ખરેખર નિયંત્રણ રાખવા તરફનું આ પ્રથમ પગલું છે. 
શું ખાવું અને શું ન ખાવું
જો તમે હેલ્ધી ફૂડ શોધી રહ્યા છો, તો તમારે શું ખાવું અને શું નહીં તેના પર પણ ધ્યાન આપવું પડશે. હંમેશા સ્વાસ્થ્યપ્રદ ખોરાક પસંદ કરો અને બિનઆરોગ્યપ્રદ વસ્તુઓ ખાવાનું ટાળો. આ સિવાય બદામ, ફળો જેવી ચીજોનું સેવન કરો.
Weight Loss Tips: You Must Do These For A Quick Weight Loss And Healthy  Living
ખાંડ ખાવાનું બને એટલું ટાળો
 સ્વસ્થ રહેવા માટે તમારા ખોરાકમાં ખાંડની માત્રા ઘટાડો. તે માટે કયા કયા પદાર્થોમાં કેટલી શુગરની માત્રા હોય છે તે જાણવું પણ એટલું જ જરૂરી છે.
Tags :
Advertisement

.

×