Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

જો કોઇ તમારી પાસેથી તમારું ઘર છીનવી લે તો...! ચાલો તેના માટે ઘર બનાવીએ

તારો વૈભવ રંગમોલ સોનું ને ચાકર ધાડું,મારે ફળીયે ચકલી બેસે તે મારું રજવાડું – રમેશ પારેખ કવિ રમેશ પારેખના આ શબ્દો સાથે ખરેખર એક પેઢી ઉછરી છે.  'ચકી બેન ચકી બેન મારી સાથે રમવા આવશો કે નહીં, બેસવાને પાટલો , સૂવાને ખાટલો આપીશ તને' જેવા જોડકણા સાંભળી ગાઇને આપણું બાળપણ જીવાયું છે. તો ક્યાંક ' મારી ચીડકલી ઉડ જાયેલા' જેવાં લોકગીતોમાં પણ ચકલી સમાઇ છે. આપણા આંગણાંનું કલરવ કરતું પંખી આ ચકલી શહેરી
જો કોઇ તમારી પાસેથી તમારું ઘર છીનવી લે તો     ચાલો તેના માટે ઘર બનાવીએ
તારો વૈભવ રંગમોલ સોનું ને ચાકર ધાડું,
મારે ફળીયે ચકલી બેસે તે મારું રજવાડું – રમેશ પારેખ
 
કવિ રમેશ પારેખના આ શબ્દો સાથે ખરેખર એક પેઢી ઉછરી છે.  'ચકી બેન ચકી બેન મારી સાથે રમવા આવશો કે નહીં, બેસવાને પાટલો , સૂવાને ખાટલો આપીશ તને' જેવા જોડકણા સાંભળી ગાઇને આપણું બાળપણ જીવાયું છે. તો ક્યાંક ' મારી ચીડકલી ઉડ જાયેલા' જેવાં લોકગીતોમાં પણ ચકલી સમાઇ છે. આપણા આંગણાંનું કલરવ કરતું પંખી આ ચકલી શહેરીકરણની હોડ વચ્ચે એવું તો ખોવાયું ગયું કે શોધ્યુ જડતું નથી. અક સમય હતો કે દરેક  ઘરમાં ચકલીની ચીં..ચીં સાંભવા મળતી ખાસ કરીને ઉનાળાની બળતી બપોરે વેકેશનના સમયે બોળકો ગીલ્લીદંડા ભમરડો કે લખોટી રમતા હોય અને ઘરની સ્ત્રીઓ નકામા કપડામાંથી ગોદડી સીવતી હોય ત્યારે ક્યાંક પાંખ ફફડાવતી એક ચકલી આંગણામાં આવે અને ચપળતાથી સુતરાઉ દોરી અને ક્યાંકથી સળીઓ ભેગી કરીને દીવાલે લટકાવેલા ફોટાની પાછળ કે દીવાલની બખોલમાં પોતાનું ઘર બનાવતી નજરે પડે પરંતુ આજે આ ચકલી આપણી વચ્ચેથી ગાયબ થઇ જાણે પોતે જ ફોટાંમાં સમાઇ ગયી હોય તેવી પરિસ્થિતિ છે. આધુનિક બહુમાળી કોંક્રિટના જંગલોમાં આ કવરવ  સંભળાતો બંધ થઇ ગયો છે આ દર્શ્યો પણ ભૂતકાળ બની ગયાં છે. આજે પણ  ઘરમાં નાના બાળકોને દાદા-દાદી એક ચકા અને ચકીની વાર્તા સંભળાવે પણ એ ચકલીને જોવી શોધવી મુશ્કેલ છે. 
 
કોઈ આપણી પાસેથી આપણું ઘર છીનવી લે તો ? 
વધતા જતા શહેરીકરણનાં કારણે આપણે જોઈએ છીએ કે દિવસે દિવસે વૃક્ષોની સંખ્યા ઓછી થતી જાય છે. જંગલો કપાતા જાય છે જેનાથી માત્ર માણસોને જ નહીં પરંતુ વન્ય જીવોને પણ નુકસાન થઈ રહ્યું છે. જો આપણે માત્ર એટલો વિચાર કરીએ કે કોઈ આપણી પાસેથી આપણું ઘર છીનવી લે તો ? એથી વિશેષ જેમની પાસે ખરેખર રહેઠાણની વ્યવસ્થા નથી એમને ફૂટપાથ પર કે જુદા જુદા સ્થળે ઝુપડી બાંધીને રહેતા આપણે જોયા છે. એમના સ્થાને ક્યારેક સ્વને અનુભવીને આપણે એમને માટે કરુણા અનુભવી શકતા હોઈએ છીએ. ખેર,આ તો મનુષ્ય છે જે એક એવું સંસારિક પ્રાણી છે જે બોલી શકે છે, કામ કરી શકે છે, કમાય શકે છે પણ  મૂંગા પશુ પક્ષીઓનું કોણ ? 
 
'વિશ્વ ચકલી દિવસ' ઉજવણી
આજે 20 માર્ચ “વિશ્વ ચકલી દિવસ” દર વર્ષેની જેમ આ વર્ષે પણ  “વિશ્વ ચકલી દિવસ” ઉજવવામાં આવશે. આ પક્ષીઓ વિશે સમાજમાં જાગૃતિ લાવવા માટે આ દિવસ ઉજવવામાં આવે છે. તો આવો આ વર્ષે આ ઉજવણીને ખાસ બનાવીએ. ઘણા પ્રાણીઓ અને જીવોની જેમ આ પક્ષી હંમેશા માનવજાત સાથે સંકળાયેલું રહ્યું છે. એમાં પણ ચકલીનો કોલાહલ તો સૌથી સુંદર હોય છે. આ અદભુત પક્ષી કે જેનાં ગળામાં સરસ્વતી મા નો વાસ છે તે આજે ભાગ્યે જ જોવા મળે છે. આ  એક એવું પક્ષી છે જે છેલ્લા દસ-બાર વર્ષમાં આપણી આસપસથી દૂર જતું રહ્યું છે. હવે તેની પ્રજાતિ લુપ્ત થઈ રહી છે. આ માટે તેનું રક્ષણ કરવું અનિવાર્ય છે. 
ચકલીની પ્રજાતિ 
આ પક્ષીઓમાં નર પક્ષીઓ અને માદા પક્ષીઓ બંને હોય છે. તેમની રચના શરીરનાં દૃષ્ટિકોણથી અલગ છે. નર પક્ષીનો પાછળનો ભાગ રાખોડી રંગનો હોય છે, તેની દાઢી અને મૂછ પર કાળા ડાઘ હોય છે તેમજ તેની કાળી ચાંચ લાંબી અને તીક્ષ્ણ હોય છે. જો પ્રકૃતિની વાત કરીએ તો નર પક્ષી ખૂબ જ ઉતાવળા હોય છે અને ક્રોધી સ્વભાવને કારણે તેઓ વિચારવાની ક્ષમતા એટલી હદે ગુમાવી દે છે કે અરીસામાં પોતાનો પડછાયો જોઈને તેની સાથે ઝઘડતા રહે છે. , જેમાં મોટે ભાગે માદા પક્ષી જ નર પક્ષીને સંવનન માટે આકર્ષે છે. 
ચકલી તેનો માળો ઘાસનાં તંતુઓ અને નરમ પીછાંઓથી બનાવે છે. સામાન્ય રીતે તે પોતાનો માળો ઝાડની અંદર અથવા દિવાલમાં છિદ્રમાં બનાવે છે. સામાન્ય રીતે ચકલી માળામાં 4 થી 6 ઈંડા મૂકે છે જે સફેદ અને લંબગોળ હોય છે. તેમના બચ્ચાઓ  18 દિવસ પછી જ ઇંડામાંથી બહાર આવે છે. ચકલી એક શાકાહારી પક્ષી છે, તે મોટાભાગે અનાજ ખાય છે. 
તમે  તમારા ઘરમાં પણ ચકલીને થોડી જગ્યાં આપી શકો
આ લુપ્ત થતી પ્રજાતિને બચાવવા માટે તથા  તેમનાં સંવર્ધન માટે  માટે તેમને આવાસ મળી રહે તે ઘણું જરુરી છે. ચકલી માટે માળો તૈયાર કરવા માટે સરળતાથી માળો બનાવી શકાય. ત માટે તમારે જોઇશે એક બોક્સ. આ બોક્સમાં અંદાજીત 1.5 ઇંચ વ્યાસનું છિદ્ર બનાવો અને તેને ઘરની બાલ્કની કે દીવાલમાં કે ઘરનાછત પર મૂકી શકો છો. ચોક્કસ કોઇ ચકલી આ માળામાં રહેવાં આવેશે.

ચકલીને બચાવો
ચકલી જેવાં નિર્દોષ પક્ષીની સુંદર પ્રજાતિનાં રક્ષણ માટે સમગ્ર માનવજાતે એક સાથે મળીને કામ કરવું જોઈએ. આ માટે વધારે કશું ન કરી શકીએ તો આપણે આ પક્ષીને  ઘર તો ચોક્કસ આપી શકીએ. તેમજ દરરોજ આપણા ઘરમાં પક્ષીઓ માટે ખોરાક અને પાણીની વ્યવસ્થા કરી શકીએ. ચાલો આ ‘ચકલી દિવસ’ નિમિત્તે  આ પંક્તિઓ યાદ કરીએ. 
- હવે મુકો આંગણે મગ-ચોખાથી ચિતારેલો બાજોઠ કે ચકમક ચક્કારાણા આવ્યા. 
Advertisement
Tags :
Advertisement

.