જો બટાકાનું આ રીતે સેવન કરવામાં આવે તો તો ક્યારેય નહી વધે વજન
અત્યારની આ બદલાતી જતી લાઈફસ્ટાઈલને લીધે વજન વધવું સામાન્ય બાબત છે. ઘણીવાર લોકો વજન ઘટાડવા માટે અલગ-અલગ રીત અપનાવતા હોય છે.તેમાં પણ કેટલાક લોકો જીમમાં જાય તો કેટલાક ચાલીને વજન ઘટાડવાનો પ્રયાસ કરતાં હોય છે.શું તમે જાણો છો કે બટાકાનું સેવન કરવાથી પણ તમે વજન ઘટાડી શકો છો. બટાકા સાથે આ રીતે વજન ઘટાડો બટાકા ખાવાથી મોટાભાગના લોકોનું વજન વધે છે,તેમાં પણ જો તમે બટાકાને બાફી લો અàª
07:43 AM Jul 03, 2022 IST
|
Vipul Pandya
અત્યારની આ બદલાતી જતી લાઈફસ્ટાઈલને લીધે વજન વધવું સામાન્ય બાબત છે. ઘણીવાર લોકો વજન ઘટાડવા માટે અલગ-અલગ રીત અપનાવતા હોય છે.તેમાં પણ કેટલાક લોકો જીમમાં જાય તો કેટલાક ચાલીને વજન ઘટાડવાનો પ્રયાસ કરતાં હોય છે.શું તમે જાણો છો કે બટાકાનું સેવન કરવાથી પણ તમે વજન ઘટાડી શકો છો.
બટાકા સાથે આ રીતે વજન ઘટાડો
બટાકા ખાવાથી મોટાભાગના લોકોનું વજન વધે છે,તેમાં પણ જો તમે બટાકાને બાફી લો અને પરોઠા, ટિક્કી, મસાલેદાર બટાકા અથવા બટાકાને તળીને ખાશો તો તમારું વજન સીધું જ વધી જશે, પરંતુ વજન ઘટાડવા માટે તમે બાફેલા બટાકા ખાઓ તો તેનાથી વજન વધતું નથી.
બટાકામાં આ પોષક તત્વો હોય છે
બટાકામાં સામાન્ય રીતે વિટામિન A, વિટામિન C,પોટેશિયમ, મેગ્નેશિયમ, ફોસ્ફરસ, આયનો અને ઝીંક જેવા પોષક તત્વો મળી આવે છે. તેથી બટાટા ખાવાથી તમને ઘણા ફાયદાઓ થઈ શકે છે. અને બટાકામાંથી મળતા પોષક તત્વોમાંથી તમે સરળતાથી વજન ઘટાડી શકો છો.
પેટની ચરબી ઘટાડવા માટે બટાકાની છાલ ન કાઢો, પરંતુ છાલની સાથે તમારા આહારમાં બટાકાનો સમાવેશ કરો. હાઈ બ્લડ પ્રેશરની સમસ્યાથી પીડિત લોકો માટે પણ બટાકાની છાલ ફાયદાકારક છે. તળેલા બટેકા ખાવાને બદલે બાફેલા બટેકામાંથી બનાવેલી વાનગી ખાઓ. જો તમે ઈચ્છો તો બટાકાને શેકીને કે બેક કરીને ખાઈ શકો છો. એક સમયે 170 ગ્રામથી વધુ બટાકા ન ખાઓ. આટલા બધા બટાકામાંથી તમને બધા પોષક તત્વો મળે છે અને સ્થૂળતા વધતી નથી.
Next Article