જો હું ટીમની પસંદગી કરું તો વિરાટ કોહલી ટીમમાં ન હોય: જાડેજા
દિગ્ગજ ભારતીય બેટ્સમેન વિરાટ કોહલીનું બેટથી ખરાબ પ્રદર્શન યથાવત છે. લાંબા સમય બાદ T20 ક્રિકેટમાં વાપસી કરી રહેલ વિરાટ કોહલી શનિવારે ઈંગ્લેન્ડ સામેની બીજી T20 મેચમાં કોઈ ચમત્કાર બતાવી શક્યો નથી. વિરાટ કોહલી એક રનના અંગત સ્કોર પર આઉટ થઇ ગયો હતો. સ્ટાર બેટ્સમેનને ઈંગ્લેન્ડ સામેની ટેસ્ટ મેચ બાદ પ્રથમ T20I માટે આરામ આપવામાં આવ્યો હતો. હવે તેના ખરાબ પ્રદર્શન પર ટીમ ઈન્ડિયાના ભૂતપૂર્વ ખેલાà
10:38 AM Jul 10, 2022 IST
|
Vipul Pandya
દિગ્ગજ ભારતીય બેટ્સમેન વિરાટ કોહલીનું બેટથી ખરાબ પ્રદર્શન યથાવત છે. લાંબા સમય બાદ T20 ક્રિકેટમાં વાપસી કરી રહેલ વિરાટ કોહલી શનિવારે ઈંગ્લેન્ડ સામેની બીજી T20 મેચમાં કોઈ ચમત્કાર બતાવી શક્યો નથી. વિરાટ કોહલી એક રનના અંગત સ્કોર પર આઉટ થઇ ગયો હતો. સ્ટાર બેટ્સમેનને ઈંગ્લેન્ડ સામેની ટેસ્ટ મેચ બાદ પ્રથમ T20I માટે આરામ આપવામાં આવ્યો હતો. હવે તેના ખરાબ પ્રદર્શન પર ટીમ ઈન્ડિયાના ભૂતપૂર્વ ખેલાડી અજય જાડેજાએ ચોંકાવનારું નિવેદન આપ્યું છે.
સતત ખરાબ ફોર્મમાંથી પસાર થઈ રહેલા વિરાટ કોહલી હવે આગામી મેચમાં કે પછી આવનારા વર્લ્ડ કપમાં ટીમનો હિસ્સો હશે કે નહીં તે અંગે હવે ચર્ચાઓ તેજ બની છે. ભૂતપૂર્વ બેટ્સમેન અજય જાડેજાએ તાજેતરના નિવેદનમાં જણાવ્યું હતું કે તે કોહલીને તેની T20 ટીમમાં પસંદ કરશે નહીં, ખાસ કરીને જ્યારે ટીમે આક્રમક ક્રિકેટ રમવા માટે નવી બ્લુ પ્રિન્ટ તૈયાર કરી છે. વળી, પૂર્વ દિગ્ગજ કેપ્ટન કપિલ દેવે પણ કહ્યું હતું કે, કોહલીને T20 ટીમમાંથી બહાર કરી દેવો જોઈએ. ઇંગ્લેન્ડ સામેની બીજી T20 જીત્યા બાદ સોની સ્પોર્ટ્સ સાથે વાત કરતા જાડેજાએ કહ્યું, “તમારે એ જ રમત રમવાની નવી રીત બતાવવામાં આવી છે. તમે હજુ પણ 180 થી 200 ની આસપાસ સ્કોર કરી રહ્યા છો. એવું નથી કે રમત બદલાઈ ગઈ છે, પરંતુ તમારી પાસે પસંદગી છે કે તમે કેવી રીતે રમવા માંગો છો. મને લાગે છે કે રોહિત શર્મા આ નિર્ણય લેશે.”
તેમણે કહ્યું કે, “મને લાગે છે કે જે કોઈ ટીમનું નેતૃત્વ કરી રહ્યું છે તેની પાસે ફક્ત બે જ વિકલ્પ છે. હું તેને તેવી રીતે જ જોઉં છું. અથવા તો તમે જે રીતે રમો છો તેના પર ટક્યા રહો, યુવાનોને તક આપો અથવા તમે તમારી જૂની ટીમમાં પાછા જાઓ જે તમારા નવા ખેલાડીઓને તક આપતા પહેલાની હતી." ઉલ્લેખનીય છે કે, કોહલી ત્રણેય ફોર્મેટમાં રમાયેલી છેલ્લી 76 ઇનિંગ્સમાં સદી ફટકારી શક્યો નથી. ત્યારે ભારત આ વર્ષે યોજાનારી T20 વર્લ્ડ કપ માટે એક સંપૂર્ણ સંયોજન શોધી રહ્યું છે. જાડેજાએ કહ્યું કે કોહલીને સદીના અભાવે નહીં પરંતુ ટીમની બેટિંગ માનસિકતામાં આવેલા બદલાવને કારણે પડતો મુકવો જોઈએ. તેમણે કહ્યું, “વિરાટ કોહલી એક ખાસ ખેલાડી છે.
Next Article