આ 4 ભારતીય ખેલાડીઓની કારકિર્દી દાવ પર, શ્રીલંકા સામે ખરાબ પ્રદર્શન હંમેશાં માટે કરી દેશે ‘OUT’
ભારત અને શ્રીલંકા વચ્ચે 2 મેચની ટેસ્ટ શ્રેણીની પ્રથમ મેચ 4 માર્ચથી
શરૂ થશે. T20 શ્રેણીમાં શ્રીલંકાને 3-0થી ક્લીન સ્વીપ
કર્યા બાદ હવે ટીમ ઈન્ડિયા ટેસ્ટ શ્રેણીમાં પણ શ્રીલંકાની સામે શાનદાર જીત
મેળવવા આતુર છે. ભારતીય ટીમમાં
ઘણા એવા ખેલાડીઓ છે જે શાનદાર પ્રદર્શન કરીને મોટા ક્રિકેટરોના
પત્તા કાપી ચુક્યા છે.
ભારત અને શ્રીલંકા વચ્ચેની આ ટેસ્ટ સિરીઝ 4 ખેલાડીઓ માટે ખૂબ જ ખાસ
બની રહેશે. આ 4 ખેલાડીઓની ટેસ્ટ કારકિર્દી દાવ પર છે કારણ
કે ઘણા પ્રતિભાશાળી ક્રિકેટરો તકની રાહ જોઈને બહાર બેઠા છે. આવો એક નજર કરીએ એવા 4
ખેલાડીઓ પર જેમનું ખરાબ પ્રદર્શન તેમને ટેસ્ટ ટીમમાંથી બહાર કરી શકે છે.
1. શ્રેયસ અય્યર
શ્રેયસ અય્યર T20 અને ODI
ક્રિકેટમાં એક શાનદાર બેટ્સમેન છે પરંતુ
તેણે ટેસ્ટ ક્રિકેટમાં હજુ લાંબી મજલ કાપવાની છે. શ્રેયસ અય્યરે ભલે પોતાની ડેબ્યૂ
ટેસ્ટમાં સદી ફટકારી હોય, પરંતુ તે પછી તે સતત બે ટેસ્ટ ઇનિંગ્સમાં ફ્લોપ
સાબિત થયો હતો. પોતાની પ્રથમ ટેસ્ટ મેચમાં સદી (105*) ફટકાર્યા બાદ શ્રેયસ
અય્યરે ટેસ્ટ મેચમાં માત્ર 18 અને 14 રન બનાવીને આઉટ થયો હતો. ભારતીય ટેસ્ટ ટીમમાં
ટકી રહેવુ એટલું સરળ નથી. જો શ્રીલંકા સામેની આ ટેસ્ટ શ્રેણીમાં પણ શ્રેયસ અય્યર
બેટથી નિરાશ કરશે તો ટેસ્ટ ટીમમાંથી તેનું પત્તુ ચોક્કસથી કપાઈ શકે છે. સૂર્યકુમાર
યાદવ જેવા પ્રતિભાશાળી બેટ્સમેન પોતાની તકની રાહ જોઈને બહાર બેઠા છે. સૂર્યકુમાર
યાદવને ભારતના એબી ડી વિલિયર્સ કહેવામાં આવે છે. સૂર્યકુમાર યાદવે વર્ષ 2021માં
પોતાની ODI અને T20માં ડેબ્યૂ કર્યું હતું, પરંતુ
તે હજુ સુધી ટેસ્ટ ક્રિકેટમાં ડેબ્યૂ કરી શક્યો નથી.
2. કુલદીપ યાદવ
શ્રીલંકા સામેની ટેસ્ટ શ્રેણી માટે ઘણા દિગ્ગજ ખેલાડીઓ ટીમમાં પરત
ફર્યા છે અને કેટલાક ખેલાડીઓને બહારનો રસ્તો દેખાડવામાં આવ્યો છે. ચેતન શર્માની
આગેવાની હેઠળની પસંદગી સમિતિએ કુલદીપ યાદવ,
સૂર્યકુમાર યાદવ અને પ્રિયંક પંચાલને
શ્રીલંકા સામે તક આપી છે. કુલદીપ યાદવ ઘણા સમયથી ટેસ્ટ ટીમની બહાર હતો. રાહુલ
દ્રવિડ તેને છેલ્લી વખત ટેસ્ટમાં અજમાવવા માંગે છે. કુલદીપ ટેસ્ટમાં વધુ પ્રભાવ
પાડી શક્યો નથી. કુલદીપ યાદવે 7 ટેસ્ટમાં 26 વિકેટ ઝડપી છે. જો કે તેની
પાસે હવે વધુ સમય નથી અને તેની ટેસ્ટ કારકિર્દી બચાવવા માટે શ્રીલંકા સામે કંઈક ચમત્કાર
કરવો પડશે.
3. હનુમા વિહારી
હનુમા વિહારીના રેકોર્ડ પર નજર કરીએ તો તે ત્રીજા નંબર પર ચેતેશ્વર
પૂજારાની જગ્યાએ પ્રબળ દાવેદાર માનવામાં આવે છે. ટીમ ઈન્ડિયાના ભરોસાપાત્ર બેટ્સમેન
હનુમા વિહારી ઘણીવાર ટીમની પ્લેઈંગ ઈલેવનમાં અને બહાર હોય છે. ટીમ ઈન્ડિયા
ચેતેશ્વર પૂજારાની જગ્યાએ હનુમા વિહારીને નંબર 3 પર તક આપી શકે છે. 28 વર્ષીય
હનુમા વિહારીએ 13 ટેસ્ટ મેચમાં 34.20ની એવરેજથી 684 રન બનાવ્યા છે. હનુમા વિહારીને
અત્યાર સુધી ટેસ્ટ મેચોમાં બહુ ઓછી તક આપવામાં આવી છે. હનુમા વિહારી બહુ આક્રમક
અને અસરકારક બેટ્સમેન નથી લાગતો, તેથી તેને બહુ ઓછી તકો મળે છેપરંતુ જો હનુમા
વિહારી શ્રીલંકા સામેની ટેસ્ટ શ્રેણીમાં ફ્લોપ થઈ જાય તો તેને ટેસ્ટ ટીમમાંથી બહાર
કરવામાં આવી શકે છે. કારણ કે ભારત પાસે બીજા ઘણા પ્રતિભાશાળી ખેલાડીઓ
પડ્યા છે.
4. ઉમેશ યાદવ
ભારતીય ક્રિકેટને છેલ્લા કેટલાક વર્ષોમાં શ્રેષ્ઠ ફાસ્ટ બોલર મળ્યા
છે. આ યુવા ઝડપી બોલરોએ ભારતના સ્પીડ મર્ચન્ટ ગણાતા ઉમેશ યાદવની કારકિર્દી પર ઘણી
અસર કરી છે. ભારત પાસે મોહમ્મદ શમી, જસપ્રિત બુમરાહ, મોહમ્મદ સિરાજ અને શાર્દુલ ઠાકુરના
રૂપમાં સર્વશ્રેષ્ઠ બોલરો છે. જેઓ હંમેશા ઉમેશ યાદવ માટે સમસ્યા રહ્યા છે.
ઉમેશ યાદવ ધીમે ધીમે મર્યાદિત ઓવરોની ટીમમાંથી સંપૂર્ણ રીતે બહાર થઈ ગયો પરંતુ
તે હજુ પણ ભારતની ટેસ્ટ ટીમનો એક ભાગ છે. ઉમેશ યાદવને ભારતીય ટેસ્ટ ટીમમાં રમવાની
સતત તક આપવામાં આવી રહી છે, પરંતુ તે સતત પ્લેઈંગ ઈલેવનનો ભાગ બની શકતો
નથી. આવી સ્થિતિમાં જો ઉમેશ યાદવ શ્રીલંકા સામેની ટેસ્ટ શ્રેણીમાં ફ્લોપ રહે છે તો
તેને ટેસ્ટ ટીમમાંથી બહાર કરવામાં આવી શકે છે. ઉમેશ યાદવે 52 ટેસ્ટ મેચમાં 158
વિકેટ ઝડપી છે.
ભારતની શ્રીલંકા સામેની ટેસ્ટ ટીમમાં રોહિત શર્મા (કેપ્ટન), મયંક
અગ્રવાલ, પ્રિયંક પંચાલ, વિરાટ કોહલી, શ્રેયસ
અય્યર, હનુમા વિહારી, શુભમન ગિલ, ઋષભ
પંત, કેએસ ભરત,
આર. અશ્વિન, રવિન્દ્ર
જાડેજા, જયંત યાદવ,
કુલદીપ યાદવ, જસપ્રિત
બુમરાહ, મોહમ્મદ શમી, સી. , ઉમેશ યાદવ અને સૌરભ કુમારને સામેલ
કરવામાં આવ્યા છે.