ગુજરાત | વડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદસુરત
રાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયમનોરંજનસ્પોર્ટ્સધર્મ ભક્તિએક્સક્લુઝીવબિઝનેસટેક & ઓટોલાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલ

બાળાસાહેબ જીવતા હોત તો ! ગુરુપૂર્ણિમાએ શિવસેનાના શિષ્યોમાં ગુરુનિષ્ઠા પ્રત્યે શંકા- કુશંકા

ગુરુ પૂર્ણિમાનો તહેવાર દરેક વ્યક્તિ માટે પોતાના ગુરુ પ્રત્યે શ્રદ્ધા અને ભક્તિ દર્શાવવાનો પ્રસંગ છે. દરમિયાન શિવસેનામાં ગુરુ પૂર્ણિમાના અવસર પર બાળાસાહેબ ઠાકરેના શિષ્યોમાં મતભેદ સામે આવ્યાં છે. કેટલાક લોકો વફાદારી પર સવાલ ઉઠાવી રહ્યા છે તો કેટલાક કહે છે કે તેઓ બાળાસાહેબ ઠાકરેના વારસાને આગળ લઈ રહ્યાં છે.  મહારાષ્ટ્રના સીએમ એકનાથ શિંદેએ આજે ​​સવારે બાળાસાહેબ ઠાકરે અને આનંદ દ
08:07 AM Jul 13, 2022 IST | Vipul Pandya
ગુરુ પૂર્ણિમાનો તહેવાર દરેક વ્યક્તિ માટે પોતાના ગુરુ પ્રત્યે શ્રદ્ધા અને ભક્તિ દર્શાવવાનો પ્રસંગ છે. દરમિયાન શિવસેનામાં ગુરુ પૂર્ણિમાના અવસર પર બાળાસાહેબ ઠાકરેના શિષ્યોમાં મતભેદ સામે આવ્યાં છે. કેટલાક લોકો વફાદારી પર સવાલ ઉઠાવી રહ્યા છે તો કેટલાક કહે છે કે તેઓ બાળાસાહેબ ઠાકરેના વારસાને આગળ લઈ રહ્યાં છે. 

મહારાષ્ટ્રના સીએમ એકનાથ શિંદેએ આજે ​​સવારે બાળાસાહેબ ઠાકરે અને આનંદ દિઘેની તસવીરો સાથે એક પોસ્ટ શેર કરી છે. આમાં તેમણે મરાઠીમાં લખ્યું છે કે, 'બાળાસાહેબના વિચારો સાથે કોઈ છેતરપિંડી નથી થઇ. આ બુઝાયેલો અંગાર નથી, હિન્દુત્વ સિવાયનો કોઈ વિચાર નથી. ગુરુ પૂર્ણિમાની હાર્દિક શુભકામનાઓ. 

'એ જ ગુરુ અને ગુરુર પણ એ જ ' સંજય રાઉતે ગુરુપૂર્ણિમાના દિવસે ટ્વિટ કર્યું
સી.એમ શિંદેના ટ્વિટ પર એવી ચર્ચા શરૂ થઈ કે તેમણે હિન્દુત્વના વિચારની વાત કરીને ઉદ્ધવ ઠાકરે પર આડકતરી રીતે નિશાન સાધ્યું છે. તેમણે ઘણીવાર ઉદ્ધવ ઠાકરે અને તેમના સમર્થકો પર હિન્દુત્વની વિચારધારાથી ભટકવાનો આરોપ લગાવ્યો છે. એકનાથ શિંદેના આ ટ્વિટ પર સંજય રાઉતે પણ પોતાની સ્ટાઈલમાં જવાબ આપ્યો હતો. તેમણે કહ્યું, "કેટલાક લોકો શિવસેના છોડીને કહે છે કે બાળાસાહેબ ઠાકરે અમારા ગુરુ છે." મુખ્યમંત્રી પર નિશાન સાધતા સંજય રાઉતે કહ્યું કે જો આજે બાળાસાહેબ જીવતા હોત તો તેમણે પોતાની શૈલીમાં આવા લોકોને જવાબ આપ્યો હોત. બાળાસાહેબ ઠાકરે આપણા બધાના ગુરુ અને ગુરુર બંન્ને હતા. બાળાસાહેબ શિવસેના, મહારાષ્ટ્ર અને દેશ પ્રત્યે વફાદાર એવા તમામ લોકોના માર્ગદર્શક હતા. 

શ્રદ્ધાપૂર્વક રહેવું એ જ સાચી ગુરુદક્ષિણા 
સંજય રાઉતે એમ પણ કહ્યું છે કે તેમની સાથે શ્રદ્ધાપૂર્વક રહેવું એ જ સાચી ગુરુદક્ષિણા છે. આ પહેલા સંજય રાઉતે બાળાસાહેબ ઠાકરે સાથેની પોતાની તસવીર પણ શેર કરી હતી અને ટ્વીટ કર્યું હતું કે 'વો હી ગુરુ અને તે ગુરુર'. જણાવી દઈએ કે શિવસેના તરફથી રાજ્યપાલ ભગત સિંહ કોશ્યારીને પત્ર પણ લખવામાં આવ્યો છે. જેમાં તેમણે કહ્યું છે કે ધારાસભ્યોને ગેરલાયક ઠેરવવા અંગેનો નિર્ણય સુપ્રીમ કોર્ટમાંથી આવવાનો બાકી છે. આવી સ્થિતિમાં મંત્રી પરિષદનું વિસ્તરણ હાલ પૂરતું મોકૂફ રાખવું જોઈએ. કોર્ટનો નિર્ણય આવ્યા પછી જ તેના પર વિચાર કરવો જોઈએ. હાલમાં આ અંગે રાજ્યપાલ તરફથી કોઈ જવાબ આપવામાં આવ્યો નથી. નોંધપાત્ર વાત એ છે કે, સુપ્રીમ કોર્ટે હાલમાં જ સ્પીકરને આદેશ આપ્યો હતો કે તે સમય માટે શિવસેનાના બંને જૂથોના ધારાસભ્યોને ગેરલાયક ઠેરવવા અંગે કોઈ નિર્ણય ન લે.

એકનાથ શિંદેનો બાળાસાહેબના વારસદાર તરીકે દાવો 
બીજી તરફ એકનાથ શિંદે પોતાને બાળાસાહેબ ઠાકરેના સૈનિક ગણાવીને પોતાને શિવસેનાના સાચા વારસદાર ગણવી રહ્યા છે. એકનાથ શિંદેએ સીએમ બન્યા પછી પણ તેમના ભાષણમાં બાળાસાહેબ ઠાકરેને યાદ કર્યા અને કહ્યું કે આજે તેમનું સ્વપ્ન પૂર્ણ થયું છે અને એક સાચા શિવસૈનિકને સત્તામાં આવવાનો મોકો મળ્યો છે.
Tags :
EknathShindeGujaratFirstUddhavThackerayUddhavThackrey
Next Article