ભારતીય મૂળની વ્યક્તિ પરદેશમાં સિદ્ધિ મેળવે તો તેમાં તે દેશની સિદ્ધિ છે
હમણાં હમણાં આપણે ઘણીવાર વર્તમાન પત્રોમાં કે માધ્યમોમાં વાંચીએ કે સાંભળીએ છીએ કે ફલાણા ફલાણા દેશમાં ભારતીય મૂળના આ કે તે ભાઈ કે બહેન ચુંટાઈ આવ્યા, કે કોઈ મોટી સફળતા હાંસલ કરી વગેરે વગેરે.ભારતીય મૂળ એવું જ્યારે કહીએ છીએ ત્યારે એનો એક સીધોસાદો અર્થ એવો પણ થાય છે કે જેની વાત કરવામાં આવે છે તેના પૂર્વજો જે તે દેશમાં જઈને વસ્યા હોય છે. એ જઈ વસેલા પરિવારમાંથી કોઈ ભાઈ કે બહેન જ્યારે કોઈ સિ
Advertisement
હમણાં હમણાં આપણે ઘણીવાર વર્તમાન પત્રોમાં કે માધ્યમોમાં વાંચીએ કે સાંભળીએ છીએ કે ફલાણા ફલાણા દેશમાં ભારતીય મૂળના આ કે તે ભાઈ કે બહેન ચુંટાઈ આવ્યા, કે કોઈ મોટી સફળતા હાંસલ કરી વગેરે વગેરે.
ભારતીય મૂળ એવું જ્યારે કહીએ છીએ ત્યારે એનો એક સીધોસાદો અર્થ એવો પણ થાય છે કે જેની વાત કરવામાં આવે છે તેના પૂર્વજો જે તે દેશમાં જઈને વસ્યા હોય છે. એ જઈ વસેલા પરિવારમાંથી કોઈ ભાઈ કે બહેન જ્યારે કોઈ સિદ્ધિ હાંસલ કરે છે - ત્યારે એ જે દેશમાં જઈને વસ્યા હોય તે દેશ તેના ઉપર પ્રથમ ગૌરવ લે તે વધારે ઇચ્છનીય છે. બીજુ એ વર્ષો સુધી જેથી દેશમાં રહ્યા હોય ત્યારે સ્વાભાવિક રીતે જ એ તે દેશના નાગરિક પણ બની ગયા હોય છે અને એટલે એક સારા અને સાચા નાગરિક તરીકે તેઓ જ્યાં વસ્યા હોય તે દેશને જ એમનું ગૌરવ લેવાનો અધિકાર મળે છે.
એ જે તે વ્યક્તિ મૂળ ભારતીય કુળ ધરાવે છે એટલે આપણે તેનો ઉલ્લેખ કરીએ તે આપણે માટે ઐતિહાસિક સત્ય બને છે પણ એ ભારતીય મૂળના છે માટે જ આપણે સંપૂર્ણ ગૌરવ આપણા નામે કરીએ તો કદાચ વૈશ્વિક દ્રષ્ટિએ આપણે કશુક ખોટું કરી રહ્યા છીએ એવું પણ લાગી શકે છે.
વાત સહેજ સંવેદનશીલ લાગે તોપણ આપણે કેવી રીતે પણ વિચારવું જોઈએ કે ભારતીય મૂળની એ વ્યક્તિ એ દેશમાં જઈને વિકસી કે કોઈ સિદ્ધી સુધી પહોંચી તો તે આખી યાત્રામાં જે તે દેશના વાતાવરણનો અને તે દેશે જે તે વ્યક્તિને આપેલી મોકળાશ અને અનુકૂળતાઓ પણ એટલી જ મહત્વની બને છે. આપણે નિષ્પક્ષ રીતે એ દેશ દ્વારા આપવામાં આવેલી આવી અનુકૂળતાઓને પણ બિરદાવી જોઈએ અને સાથે સાથે સૂક્ષ્મ રીતે આપણે ત્યાં એવી અનુકૂળતાઓ ઊભી થાય અથવા તો જો હોય તો તેમાં વધારો થાય તે માટે સક્રિય થવાનું આ એક સંકેત પણ છે જે આપણે એક ભારતીય તરીકે સ્વીકારવો જોઈએ.
ટૂંકમાં કહેવાનો અર્થ એટલો જ છે કે ભારતીય મૂળના હોવું એ જે તે વ્યક્તિ માટે કદાચ વધારે ગૌરવનો વિષય બને પણ એને નામે આપણે ખોટેખોટું ગૌરવ ઓઢીને એ વાતનું વતેસર બનાવીએ એ કદાચ આજના ભારતને શોભતું નથી.