મહારાષ્ટ્રમાં નવી સરકાર બની તો એકનાથ ડે.સીએમ અને તેમના 8 ધારાસભ્યો મંત્રી બની શકે
ઉદ્ધવ સરકારથી અલગ થઇને શિવસેનાના બળવાખોર ભારતકીય જનતા પાર્ટીની સાથે સરકાર બનાવી શકે છે. તે વિશે વાતચીત ચાલી રહી છે. અઁત્યારે શિંદે અને ભાજપનો કેમ્પ તમામ મુદ્દાઓ પર વાતચીત કરી રહ્યું છે. સરકાર રચવાની કવાયતમાં એક સવાલ સતત પુછાઇ રહ્યો છે કે એકનાથ શિંદે શું ડેપ્યુટી સીએમ બનશે કે કેમ..બીજી તરફ એકનાથ શિંદેએ બળવાખોર ધારાસભ્યોની 12 વાગ્યા પછી બેઠક બોલાવી છે. જે ગુવાહાટીની હોટલમાં થશે. સરà
ઉદ્ધવ સરકારથી અલગ થઇને શિવસેનાના બળવાખોર ભારતકીય જનતા પાર્ટીની સાથે સરકાર બનાવી શકે છે. તે વિશે વાતચીત ચાલી રહી છે. અઁત્યારે શિંદે અને ભાજપનો કેમ્પ તમામ મુદ્દાઓ પર વાતચીત કરી રહ્યું છે. સરકાર રચવાની કવાયતમાં એક સવાલ સતત પુછાઇ રહ્યો છે કે એકનાથ શિંદે શું ડેપ્યુટી સીએમ બનશે કે કેમ..
બીજી તરફ એકનાથ શિંદેએ બળવાખોર ધારાસભ્યોની 12 વાગ્યા પછી બેઠક બોલાવી છે. જે ગુવાહાટીની હોટલમાં થશે.
સરકાર રચવાની કવાયતમાં મોટો સવાલ એ છે કે એકનાથ શિંદે ડેપ્યુટી સીએમ માટે દાવેદારી કરી શકે છે. તેમને ક્યો વિભાગ મળશે તેના પર વિચાર થઇ શકે છે.
ભાજપની સાથે જો બળવાખોરો સરકાર બનાવે તો શિંદે જૂથના ધારાસભ્યોમાંથી 8ને કેબિનેટ મંત્રી અને 5ને એમઓએસનો દરજ્જો મળી શકે છે. બીજી તરફ 29 મંત્રીઓ ભાજપના હોઇ શકે છે. એકનાથ શિંદે ચાહે છે કે જે અપક્ષ ધારાસભ્યો બળવાખોર જૂથ સાથે આવ્યા છે તેમને ભાજપના કોટામાંથી મંત્રી બનાવામાં આવે.
શિંદે જૂથની સાથે હાલની સરકારના 8 મંત્રી છે. શિંદે જૂથ એ જ વિભાગ માગે છે જે આ ધારાસભ્યો પાસે અગાઉ પણ હતા. કારણ કે ગત એક માસમાં તેમના દ્વારા લેવાયેલા મહત્વના નિર્ણયો પર ઉદ્ધવ સરકારે રોક લગાવી છે. ગઇ કાલે જ આ મંત્રીઓ પાસેથી આ વિભાગ લઇને બીજા ધારાસભ્યોને અપાયા છે.
એકનાથ શિંદેની સાથે દાદા ભૂસે, ગુલાબરાવ પાટીલ, સંદીપન ભૂરે, ઉદય સામંત, શંભુરાજ દેસાઇ, અબ્દુલ સત્તાર, રાજેન્દ્ર પાટીલ યેદાવકર અને બચ્ચુ કડુને મંત્રી બનાવામાં આવે તેવી શક્યતા છે. મંત્રી તરીકે જેમના નામો ચર્ચાઇ રહ્યા છે તેમાં દીપક કેસરકર, પ્રકાશ આબીદકર, સંજય રાયમૂલકર અને સંજય શિરસાઠનો પણ સમાવેશ થાય છે.
બીજી તરફ રાજકારણના જંગમાં ઉધ્ધવ સરકારને મોટો ઝાટકો લાગી શકે છે. અહેવાલો મુજબ શિવસેનાના 18 સાંસદોમાંથી 14 સાંસદ બળવાખોરોના સંપર્કમાં છે. જો આ સાંસદોનું પણ સમર્થન મળે તો એકનાથ શિંદેનો શિવસેવા પાર્ટી અને તેના ચૂંટણી ચિન્હ પર દાવો મજબૂત થઇ જશે.
આ પણ વાંચો-- મહારાષ્ટ્રમાં રાજ્યપાલની મહત્વની કાર્યવાહી, સરકારે લીધેલા 200 નિર્ણયો અંગે માગી જાણકારી
Advertisement