Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

આવતીકાલે જો મસ્જિદમાં લાઉડ સ્પીકર સંભળાશે તો.., રાજ ઠાકરેનું એલાન

મહારાષ્ટ્રમાં લાઉડસ્પીકર અને હનુમાન ચાલીસાનો વિવાદ દિવસે દિવસે વકરી રહ્યો છે. મહારષ્ટ્ર નવ નિર્માણ સેનાના પ્રમુખ રાજ ઠાકરેએ આજે ફરી એલાન કર્યું છે. રાજ ઠાકરેએ કહ્યું કે જો આવતીકાલથી મસ્જિદોમાં લાઉડસ્પીકર પર નમાઝ વાંચવામાં આવશે તો હવે મસ્જિદોની સામે બમણા અવાજે હનુમાન ચાલીસા વગાડવામાં આવશે. રાજ ઠાકરેએ તમામ હિંદુઓને આ અભિયાનમાં સામેલ થવાની હાંકલ કરી છે. આ મામલે મનસે પ્રમુખ રà
આવતીકાલે જો મસ્જિદમાં લાઉડ સ્પીકર સંભળાશે તો    રાજ ઠાકરેનું એલાન

મહારાષ્ટ્રમાં લાઉડસ્પીકર અને હનુમાન
ચાલીસાનો વિવાદ દિવસે દિવસે વકરી રહ્યો છે. મહારષ્ટ્ર નવ નિર્માણ સેનાના પ્રમુખ
રાજ ઠાકરેએ આજે ફરી એલાન કર્યું છે. રાજ ઠાકરેએ કહ્યું કે જો આવતીકાલથી મસ્જિદોમાં
લાઉડસ્પીકર પર નમાઝ વાંચવામાં આવશે તો હવે મસ્જિદોની સામે બમણા અવાજે હનુમાન
ચાલીસા વગાડવામાં આવશે. રાજ ઠાકરેએ તમામ હિંદુઓને આ અભિયાનમાં સામેલ થવાની હાંકલ
કરી છે. આ મામલે મનસે પ્રમુખ રાજ ઠાકરેએ એક પ્રેસ જાહેર કરી છે. જેમાં કહેવામાં
આવ્યું છે કે જો આવતીકાલથી એટલે કે 4 મેથી જો લાઉડ સ્પીકરમાં નમાઝ સાંભળવા મળશે તો
તે જગ્યા પર હવે બમણા અવાજે હનુમાન ચાલીસાના પાઠ કરવામા આવશે.

Advertisement

 

રાજ ઠાકરેએ
વધુમાં જણાવ્યું છે કે હું મહારાષ્ટ્રના મુખ્યમંત્રીને વિનંતી કરું છું કે વર્ષો
પહેલા શિવસેનાના પ્રમુખ હિંદુ સમ્રાટ બાળાસાહેબ ઠાકરેએ કહ્યું હતું કે દરેક
લાઉડસ્પીકરોને બંધ કરાવવાની જરૂર છે. આજે હું તેના આ મહાન સપનાને પૂર્ણ કરી રહ્યું
છું. જો કે ઉલ્લેખનિય છે કે ઔરંગાબાદ રેલીને લઈને રાજ ઠાકરે વિરૂદ્ધ ફરિયાદ દાખલ
કરવામાં આવી છે. ઔરંગાબાદમાં રેલી દરમિયાન ભડકાઉ ભાષણ કરવાનો આરોપ લગાવવામાં આવ્યો
છે.
હાલમાં
મહારાષ્ટ્રમાં ઠાકરે
VS ઠાકરેનું યુદ્ધ ચાલી
રહ્યું છે. હાલમાં ઉદ્ધવ ઠાકરે અને રાજ ઠાકરે બંને એકબીજા પર પ્રહાર કરી રહ્યા છે.
ત્યારે આજે શિવસેનાએ રાજ ઠાકરેને લઈને નિવેદન આપ્યું હતું. શિવસેનાએ રાજ ઠાકરેને
ભાજપની રખેલ કહ્યું હતું. સામનામાં પ્રકાશિત થયેલા એક અહેવાલમાં કહેવામાં આવ્યું
છે કે 1 મેના રોજ યોજવામાં આવેલી રેલી શિવસેનાને નિશાન બનાવવા માટે હતી. જ્યારે
ભાજપની રખેલ મનસેને ઔરંગાબાદમાં પોતાની રેલીમાં શરદ પવારને નિશાન બનાવ્યા હતા.

Advertisement

 

ઔરંગાબાદમાં રેલી બાદ હવે ઔરંગાબાદ પોલીસે રાજ
ઠાકરેની વિરૂદ્ધ કેસ દાખલ કરવામાં આવ્યો છે. જેના પગલે હવે મહારાષ્ટ્ર નિર્માણ
સેનાના નેતાઓએ ઉદ્ધવ સરકારને ચેતવણી આપવામાં આવી છે કે જો રાજ ઠાકરે વિરૂદ્ધ
કાર્યવાહી કરવામાં આવશે તો હવે રસ્તા પર ઉતરવામાં આવશે. જણાવી દઈએ કે 1 મેના રોજ
ઔરંગાબાદમાં રાજ ઠાકરેએ સંબોધન દરમિયાન કહ્યું હતું કે જો 4 મે સુધી મસ્જિદોમાંથી
લાઉડ સ્પીકર નહીં હટવવામાં આવે તો દરેક મસ્જિદની બહાર હનુમાન ચાલીસાના પાઠ કરવામાં
આવશે. 

Advertisement

Tags :
Advertisement

.