Top Newsરાષ્ટ્રીય.એક્સક્લુઝીવઆંતરરાષ્ટ્રીય
ગુજરાત | વડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદસુરત
ધર્મ ભક્તિ.મનોરંજનબિઝનેસસ્પોર્ટ્સટેક & ઓટોઓલમ્પિક 2024લાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલ

આઈસીસી રેન્કિંગમાં રવિન્દ્ર જાડેજા ટોપ ઓલરાઉન્ડર સાથે પ્રથમ સ્થાને યથાવત, કોહલી અને રોહિત શર્માને નુકસાન

આઈસીસી દ્વારા ટેસ્ટ રેન્કિંગ લિસ્ટ જાહેર કરવામાં આવ્યું છે. જેમાં ભારતના ઓલરાઉન્ડર રવિન્દ્ર જાડેજાએ પ્રથમ સ્થાન જાળવી રાખ્યું છે. જ્યારે ભારત પૂર્વ કેપ્ટન વિરાટ કોહલી અને હાલના કેપ્ટન રોહિત શર્માને નુકસાન થયું છે. ભૂતપૂર્વ ભારતીય કેપ્ટન વિરાટ કોહલીને ICC ટેસ્ટ રેન્કિંગમાં નુકસાન થયું છે. તે દસમા સ્થાને આવી ગયો છે. તેના સિવાય ભારતીય કેપ્ટન રોહિત શર્મા પણ 8મા સ્થાને છે. વિરાટના
11:33 AM Mar 30, 2022 IST | Vipul Pandya

આઈસીસી દ્વારા ટેસ્ટ રેન્કિંગ લિસ્ટ જાહેર કરવામાં
આવ્યું છે. જેમાં ભારતના ઓલરાઉન્ડર રવિન્દ્ર જાડેજાએ પ્રથમ સ્થાન જાળવી રાખ્યું
છે. જ્યારે ભારત પૂર્વ કેપ્ટન વિરાટ કોહલી અને હાલના કેપ્ટન રોહિત શર્માને નુકસાન
થયું છે.
ભૂતપૂર્વ
ભારતીય કેપ્ટન વિરાટ કોહલીને
ICC ટેસ્ટ
રેન્કિંગમાં નુકસાન થયું છે. તે દસમા સ્થાને આવી ગયો છે. તેના સિવાય ભારતીય કેપ્ટન
રોહિત શર્મા પણ 8મા સ્થાને છે. વિરાટના ખાતામાં 742 રેટિંગ પોઈન્ટ છે.
ઓસ્ટ્રેલિયાનો બેટ્સમેન માર્નસ લાબુશેન હજુ પણ નંબર-1 બેટ્સમેન છે. જ્યારે જો આપણે
ટેસ્ટના શ્રેષ્ઠ ઓલરાઉન્ડરની વાત કરીએ તો
, ભારતના રવિન્દ્ર જાડેજા ટોચ પર છે. ગયા અઠવાડિયે પણ તે
ટેસ્ટમાં વિશ્વનો સર્વશ્રેષ્ઠ ઓલરાઉન્ડર હતો. ભારતીય ઓલરાઉન્ડર આર અશ્વિનને એક
સ્થાનનો ફાયદો થયો છે અને તે ઓલરાઉન્ડરોની યાદીમાં બીજા સ્થાને આવી ગયો છે.

Tags :
GujaratFirstICCTestRankingsRavindraJadejaRohitSharmaTopallrounderViratKohli
Next Article