ગુજરાત | વડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદસુરત
રાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયમનોરંજનસ્પોર્ટ્સધર્મ ભક્તિએક્સક્લુઝીવબિઝનેસટેક & ઓટોલાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલ

ICC એ વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપ 2023 ફાઈનલની સત્તાવાર તારીખોની જાહેરાત કરી

ICC એ વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપ 2023 ફાઈનલની સત્તાવાર તારીખોની જાહેરાત કરી છે. ICC વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપની બીજી આવૃત્તિની ફાઇનલ આ વર્ષે 7 થી 11 જૂન દરમિયાન લંડનના ઓવલ ખાતે રમાશે. ફાઈનલ મેચ માટે રિઝર્વ ડે (12 જૂન) પણ રાખવામાં આવ્યો છે. જણાવી દઈએ કે, ન્યૂઝીલેન્ડે સાઉથમ્પટનમાં 2021ની ફાઇનલમાં ભારતને આઠ વિકેટથી હરાવીને ઉદ્ઘાટન સીઝન જીતી હતી.ક્યા રમાશે ફાઈનલ મેચ?ઈન્ટરનેશનલ ક્રિકેટ કાઉન્સિલ (ICC)
09:56 AM Feb 08, 2023 IST | Vipul Pandya
ICC એ વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપ 2023 ફાઈનલની સત્તાવાર તારીખોની જાહેરાત કરી છે. ICC વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપની બીજી આવૃત્તિની ફાઇનલ આ વર્ષે 7 થી 11 જૂન દરમિયાન લંડનના ઓવલ ખાતે રમાશે. ફાઈનલ મેચ માટે રિઝર્વ ડે (12 જૂન) પણ રાખવામાં આવ્યો છે. જણાવી દઈએ કે, ન્યૂઝીલેન્ડે સાઉથમ્પટનમાં 2021ની ફાઇનલમાં ભારતને આઠ વિકેટથી હરાવીને ઉદ્ઘાટન સીઝન જીતી હતી.
ક્યા રમાશે ફાઈનલ મેચ?
ઈન્ટરનેશનલ ક્રિકેટ કાઉન્સિલ (ICC) એ વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપ (WTC)ની બીજી આવૃત્તિની ફાઈનલની તારીખોની જાહેરાત કરી છે. વિશ્વભરના ક્રિકેટ ચાહકો લાંબા સમયથી વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપ (World Test ChampionShip) ની અંતિમ તારીખોની રાહ જોઈ રહ્યા છે. આ મોટી મેચ ઈંગ્લેન્ડના ઓવલ મેદાન પર રમાશે. ICCએ બુધવારે તારીખોની જાહેરાત કરી છે. જણાવી દઈએ કે વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપની ફાઈનલ જૂનના પહેલા સપ્તાહમાં રમાશે. WTC ફાઈનલ 7 થી 11 જૂન 2023 દરમિયાન ઈંગ્લેન્ડના ઓવલ સ્ટેડિયમ ખાતે રમાશે. 12 જૂનને અનામત દિવસ તરીકે રાખવામાં આવ્યો છે. આ મેદાન પર 100 થી વધુ ટેસ્ટ મેચ રમાઈ છે. આ ફાઈનલ ટેસ્ટ ચેમ્પિયનશિપ મેસ માટે બે વર્ષના ગાળામાં 24 ટેસ્ટ શ્રેણીમાં 61 ટેસ્ટ મેચો બાદ રમાશે.

પોઈન્ટ ટેબલ પર ઓસ્ટ્રેલિયાની ટીમ ટોપ પર
ઓસ્ટ્રેલિયા અને ભારત વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપ 2023ની ફાઇનલમાં પહોંચવાની રેસમાં સૌથી આગળ છે. પોઈન્ટ ટેબલમાં ઓસ્ટ્રેલિયાની ટીમ ટોપ પર છે અને ત્યારબાદ ભારતની ટીમ છે. ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે ચાર ટેસ્ટ મેચોની સિરીઝ 9 ફેબ્રુઆરીથી શરૂ થશે. જે બાદ ફાઇનલિસ્ટને લઇને ચિત્ર સ્પષ્ટ થઇ શકશે.
વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપની ફાઈનલ પહેલાની મેચો

ભારત vs ઓસ્ટ્રેલિયા શ્રેણી
ભારત vs ઓસ્ટ્રેલિયા (પહેલી ટેસ્ટ) - નાગપુર, ભારત, 9-13 ફેબ્રુઆરી
ભારત vs ઓસ્ટ્રેલિયા (બીજી ટેસ્ટ) - દિલ્હી, ભારત, 17-21 ફેબ્રુઆરી
ભારત vs ઓસ્ટ્રેલિયા (ત્રીજી ટેસ્ટ) - ધર્મશાલા, ભારત, 1-5 માર્ચ
ભારત vs ઓસ્ટ્રેલિયા (ચોથી ટેસ્ટ) - અમદાવાદ, ભારત, 9-13 માર્ચ
દક્ષિણ આફ્રિકા vs વેસ્ટ ઈન્ડિઝ શ્રેણી
દક્ષિણ આફ્રિકા vs વેસ્ટ ઈન્ડિઝ (પહેલી ટેસ્ટ) - સેન્ચુરિયન, દક્ષિણ આફ્રિકા, 28 ફેબ્રુઆરી-4 માર્ચ
દક્ષિણ આફ્રિકા vs વેસ્ટ ઈન્ડિઝ (બીજી ટેસ્ટ) - જોહાનિસબર્ગ, દક્ષિણ આફ્રિકા, 8-12 માર્ચ
ન્યૂઝીલેન્ડ vs શ્રીલંકા શ્રેણી
ન્યૂઝીલેન્ડ vs શ્રીલંકા (1લી ટેસ્ટ) - ક્રાઈસ્ટચર્ચ, ન્યૂઝીલેન્ડ, 9-13 માર્ચ
ફાઇનલિસ્ટ નક્કી નથી
ફાઈનલ WTC પોઈન્ટ ટેબલમાં ટોચની બે ટીમો વચ્ચે રમાશે અને ઓસ્ટ્રેલિયા હાલમાં 75.56 ની સારી જીતની ટકાવારી સાથે 9 ટીમના પોઈન્ટ ટેબલમાં ટોચ પર છે. તે પછી ભારતનો નંબર આવે છે, જેમના ખાતામાં 58.93 ટકા વિન પોઈન્ટ છે. આ યાદીમાં ત્રીજું નામ શ્રીલંકાનું છે. જેની જીતની ટકાવારી 53.33 છે. વળી દક્ષિણ આફ્રિકા 48.72 જીતની ટકાવારી સાથે ચોથા નંબર પર છે. આ બંને ટીમો પાસે હજુ પણ ફાઇનલમાં પહોંચવાની મોટી તક છે. શ્રીલંકાને ન્યૂઝીલેન્ડ સામે બે ટેસ્ટ રમવાની છે. જ્યારે દક્ષિણ આફ્રિકા બે મેચની હોમ ટેસ્ટ સિરીઝમાં વેસ્ટ ઈન્ડિઝ સામે ટકરાવાનું છે. નાગપુરમાં 9 ફેબ્રુઆરીથી શરૂ થનારી ચાર મેચની ટેસ્ટ શ્રેણીમાં બંને ટીમો સામસામે ટકરાશે અને શ્રેણી બાદ ફાઇનલિસ્ટનો નિર્ણય લેવામાં આવશે.
આપણ વાંચો- એશિયા કપ આ દેશમાં યોજાશે, પાકિસ્તાનમાં નહીં, બોર્ડની બેઠકમાં લેવાયો આ નિર્ણય
ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે
ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) - જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ
Tags :
CricketGujaratFirstICCAnnouncedICCWorldTestChampionshipPointsTableOfficialDatesSportsWorldTestChampionshipWorldTestChampionship2023WorldTestChampionship2023FinalWorldTestChampionshipFinalWorldTestChampionshipPointsTable
Next Article