Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

જ્યા સુધી કોહલી સદી નહીં ફટકારે ત્યા સુધી હું લગ્ન નહીં કરું: વિરાટ પ્રશંસક

મોહાલી ટેસ્ટમાં ટીમ ઈન્ડિયાના ઓલરાઉન્ડર ખેલાડી રવિન્દ્ર જાડેજાએ એક ખાસ અંદાજમાં બેટિંગ કરી સ્કોર 500 ઉપર પહોંચાડ્યો હતો. તેણે આ મેચમાં સદી ફટકારી તેના કેરિયરની સર્વશ્રેષ્ઠ ઇનિંગ પણ રમી હતી. જો કે આ મેચમાં પ્રશંસકો વિરાટની સદીની રાહ જોઇ રહ્યા હતા. પરંતુ જાડેજાએ તેનું કામ કરી દીધું. જોકે, તે પણ સાચું છે કે, વિરાટ કોહલીને આંતરરાષ્ટ્રીય સદી ફટકાર્યાને ઘણો સમય થઈ ગયો છે. કોહલી જ્યારે શà
જ્યા સુધી કોહલી સદી નહીં ફટકારે ત્યા સુધી હું લગ્ન નહીં કરું  વિરાટ પ્રશંસક
મોહાલી ટેસ્ટમાં ટીમ ઈન્ડિયાના ઓલરાઉન્ડર ખેલાડી રવિન્દ્ર જાડેજાએ એક ખાસ અંદાજમાં બેટિંગ કરી સ્કોર 500 ઉપર પહોંચાડ્યો હતો. તેણે આ મેચમાં સદી ફટકારી તેના કેરિયરની સર્વશ્રેષ્ઠ ઇનિંગ પણ રમી હતી. જો કે આ મેચમાં પ્રશંસકો વિરાટની સદીની રાહ જોઇ રહ્યા હતા. પરંતુ જાડેજાએ તેનું કામ કરી દીધું. જોકે, તે પણ સાચું છે કે, વિરાટ કોહલીને આંતરરાષ્ટ્રીય સદી ફટકાર્યાને ઘણો સમય થઈ ગયો છે. કોહલી જ્યારે શ્રીલંકા સામે મોહાલીના આઈએસ બિન્દ્રા સ્ટેડિયમમાં તેની કારકિર્દીની 100મી ટેસ્ટ મેચ રમવા મેદાનમાં ઉતર્યો ત્યારે ચાહકોને આશા હતી કે તે તેની સદીનો દુષ્કાળ ખતમ કરી દેશે, પરંતુ ચાહકોને નિરાશા હાથ લાગી હતી. 
કોહલી આ ઐતિહાસિક મેચની પ્રથમ ઇનિંગમાં અડધી સદી પણ ફટકારી શક્યો ન હતો અને 45 રન બનાવીને આઉટ થયો હતો. આ પછી, પ્રશંસકોએ વિરાટના બેટ સાથે 71મી આંતરરાષ્ટ્રીય સદી જોવા માટે વધુ રાહ જોવી પડશે. જો કે, તેમની વચ્ચે કેટલાક એવા ચાહકો છે, જેઓ કહે છે કે હવે જ્યાં સુધી કોહલીના બેટથી 71મી ઈન્ટરનેશનલ સેન્ચ્યુરી નહીં બને ત્યાં સુધી તે લગ્ન નહીં કરે. ફેન્સની આ પોસ્ટ સોશિયલ મીડિયા પર ખૂબ વાયરલ થઈ રહી છે.
Advertisement

સોશિયલ મીડિયા પર એક પોસ્ટ વાયરલ થઈ રહી છે, જેમાં એક ફેને પોતાને વચન આપ્યું છે કે, જ્યાં સુધી વિરાટ સદી નહીં ફટકારે ત્યાં સુધી તે લગ્ન નહીં કરે. આ પોસ્ટ હવે સોશિયલ મીડિયા પર ખૂબ વાયરલ થઈ રહી છે. પોસ્ટમાં ફેન્સે બેનર હાથમાં લીધું છે અને તેના પર લખ્યું છે, 'જ્યાં સુધી વિરાટ તેની 71મી સદી નહીં કરે ત્યાં સુધી હું લગ્ન નહીં કરું.' પ્રશંસકની આ તસવીર ભારત અને શ્રીલંકા વચ્ચેની પ્રથમ ટેસ્ટ મેચના બીજા દિવસની જણાવવામાં આવી રહી છે. મોહાલીના ISA બિન્દ્રા સ્ટેડિયમમાં એક ચાહક હાથમાં બેનર લઈને બેઠો છે.
આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં વિરાટ કોહલીની છેલ્લી સદી નવેમ્બર 2019 માં આવી હતી, જ્યારે તેણે કોલકાતાના ઈડન ગાર્ડન્સ સ્ટેડિયમ ખાતે બાંગ્લાદેશ સામેની ડે-નાઈટ ટેસ્ટ મેચમાં 136 રન બનાવ્યા હતા. ભારતીય ટીમની આ પ્રથમ ડે-નાઈટ ટેસ્ટ હતી, જે ટીમે એક ઇનિંગ અને 46 રને જીતી હતી. આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં વિરાટ કોહલી 70 સદી સાથે ત્રીજા નંબર પર છે. આ મામલામાં સચિન તેંડુલકર ટોપ પર છે, જેના નામે 100 સદી છે. આ સાથે જ ઓસ્ટ્રેલિયાના પૂર્વ કેપ્ટન રિકી પોન્ટિંગ 71 આંતરરાષ્ટ્રીય સદી સાથે બીજા નંબર પર છે.
Tags :
Advertisement

.