Top Newsરાષ્ટ્રીયએક્સક્લુઝીવઆંતરરાષ્ટ્રીય
ગુજરાત | વડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદસુરત
ધર્મ ભક્તિમનોરંજનબિઝનેસસ્પોર્ટ્સટેક & ઓટોઓલમ્પિક 2024લાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલ

ફરી એક વખત મમતા બેનર્જીના ભાજપ પર પ્રહાર, કહ્યું - મારો જીવ આપવા તૈયાર છું, પરંતુ...

પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી અને તૃણમૂલ કોંગ્રેસ (TMC) પ્રમુખ મમતા બેનર્જીએ ફરી એક વખત ભાજપ પર પ્રહાર કર્યા છે. તેમણે કહ્યું કે હું મારો જીવ આપી દઈશ પરંતુ ભાજપને બંગાળના ભાગલા નહીં કરવા દઉં. માત્ર આટલું જ નહીં તેમેણે આગળ કહ્યું કે  તમે મને ધમકી આપી શકો છો, મારી છાતી પર બંદૂક રાખી શકો છો અને તેમ છતાં હું બંગાળની એકજુથતા માટે લડતી રહીશ.ઉલ્લેખનીય છે કે મમતા બેનર્જીનું આ નિવેદન ત્યારે આવ્યà
12:17 PM Jun 07, 2022 IST | Vipul Pandya
પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી અને તૃણમૂલ કોંગ્રેસ (TMC) પ્રમુખ મમતા બેનર્જીએ ફરી એક વખત ભાજપ પર પ્રહાર કર્યા છે. તેમણે કહ્યું કે હું મારો જીવ આપી દઈશ પરંતુ ભાજપને બંગાળના ભાગલા નહીં કરવા દઉં. માત્ર આટલું જ નહીં તેમેણે આગળ કહ્યું કે  તમે મને ધમકી આપી શકો છો, મારી છાતી પર બંદૂક રાખી શકો છો અને તેમ છતાં હું બંગાળની એકજુથતા માટે લડતી રહીશ.
ઉલ્લેખનીય છે કે મમતા બેનર્જીનું આ નિવેદન ત્યારે આવ્યું છે કે જ્યારે ભારતીય જનતા પાર્ટીના કેટલાક નેતાઓએ પશ્ચિમ બંગાળથી અલગ રાજ્યની માંગ કરી છે. આ અંગે મમતા બેનર્જીએ તીખી પ્રતિક્રિયા આપી છે. તેમણે ભાજપ પર 2024ની લોકસભા ચૂંટણી પહેલા રાજ્યમાં ‘અલગતાવાદ’ને પ્રોત્સાહન આપવાનો આરોપ લગાવ્યો છે. મમતા બેનર્જીએ કહ્યું કે ઉત્તર બંગાળમાં તમામ સમુદાયના લોકો દાયકાઓથી સાથે રહી રહ્યા છે, પરંતુ ભાજપ લોકોને વિભાજિત કરવાનો પ્રયાસ કરી રહી છે.
'બંગાળનું વિભાજન નહીં થવા દઉં...'
પાર્ટીની એક બેઠકને સંબોધતા મમતા બેનર્જીએ કહ્યું ‘ભાજપ ક્યારેક ગોરખાલેન્ડની માંગ કરી રહી છે તો ક્યારેક અલગ ઉત્તર બંગાળ. જરૂર પડ્યે હું મારું લોહી વહેવડાવવા તૈયાર છું, પરંતુ રાજ્યનું વિભાજન ક્યારેય નહીં થવા દઉં.’ મમતા બેનર્જીએ અલીપુરદ્વારમાં કહ્યું કે કેટલાક લોકો મને ધમકી આપી રહ્યા છે, હું તેમનાથી ડરતી નથી. ઉલ્લેખનીય છે કે રવિવારે કામતાપુર લિબરેશન ઓર્ગેનઇજેશનના પ્રમુખ જીવન સિંહે વીડિયો દ્વારા મમતા બેનર્જીને ચેવણી આપી હતી. જીવન સિંહ કામતાપુરને અલગ રાજ્ય બનાવવાની માંગ કરી રહ્યા છે. આ ચેતવણી પર મમતા બેનર્જીએ વળતો જવાબ આપ્યો છે.
Tags :
BJPGujaratFirstMamataBanerjeeNorthBengalWestBengalપશ્ચિમબંગાળમમતાબેનર્જી
Next Article